20થી 25 એપ્રિલની વચ્ચે પીક પર હશે કોરોના, એક્સપર્ટ્સે જણાવ્યું કે ક્યારે મળશે રાહત

20થી 25 એપ્રિલની વચ્ચે પીક પર હશે કોરોના, એક્સપર્ટ્સે જણાવ્યું કે ક્યારે મળશે રાહત
ફાઇલ તસવીર: Shutterstock

દેશમાં 25 એપ્રિલ બાદ કોરોનાથી રાહત મળવાની શરૂ થઈ જશે અને એક્ટિવ કેસ ઓછા થવા લાગશે

  • Share this:
    Covid Outbreak in India: દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણ (Corona Infection)ની વચ્ચે થોડા ચિંતામાં મૂકે તેવા સમાચાર આવી રહ્યા છે. કોરોના પર નજર રાખી રહેલા વિશેષજ્ઞોનું કહેવું છે કે આગામી થોડાક દિવસોમાં કોરોના પીક પર હશે. કોરોના વાયરસને લઈ નીતિ આયોગ (NITI Aayog)ના સભ્ય ડૉ. વી.કે. પોલે જ્યાં આગામી ચાર સપ્તાહને ખૂબ જ અગત્યના ગણાવ્યા છે, તો બીજી તરફ આઇઆઇટી કાનપુર (IIT Kanpur)ની ટીમે મેથેમેટિકલ મોડલના આધાર પર કહ્યું છે કે દેશમાં કોરોનાની લહેર 20થી 25 એપ્રિલની વચ્ચે પોતાની પીક પહોંચી જશે.

    IIT Kanpurના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલ મુજબ, કોરોનાની બીજી લહેર પહેલાથી વધુ ખતરનાક જોવા મળી રહી છે. 15 એપ્રિલ એટલે કે કાલે કોરોનાના કેસે બે લાખના આંકડાને પાર કરી દીધો છે. હજુ પણ સંકટ ઘટ્યું નથી. અમારી ટીમે જે મેથેમેટિકલ મોડલથી કોરોના પર નજર રાખી છે તે મુજબ 20થી 25 એપ્રિલની વચ્ચે આ આંકડો બે લાખ સુધી પહોંચવો જોઈતો હતો. જોકે સ્થિતિ ખૂબ ઝડપથી બદલાઈ ચૂકી છે. પીક વેલ્યૂ બદલાતી જઈ રહી છે. અમે આશા રાખી રહ્યા છીએ કે 20થી 25 એપ્રિલની વચ્ચે કોરોના પીક પર હશે. ત્યારબાદ થોડી રાહત મળવા લાગશે.



    આ પણ વાંચો, CBSE Board Exams 2021: પરીક્ષા આપ્યા વગર આવી રીતે પાસ થશે CBSE ધો-10ના સ્ટુડન્ટ્સ, જાણો Formula

    પ્રોફેસર અગ્રવાલે જણાવ્યું કે, 25 એપ્રિલ બાદ કોરોનાથી રાહત મળવાની શરૂ થઈ જશે અને એક્ટિવ કેસ ઓછા થવા લાગશે. તેઓએ કહ્યું કે મેના અંત સુધીમાં સ્થિતિ સારી થવા લાગશે. પ્રોફેસર અગ્રવાલે જણાવ્યું કે તમામ રાજ્યોમાં એક સામાન્ય સ્થિતિ જ જોવા મળશે. જ્યાં કોરોનાના કેસ સૌથી વધુ છે, ત્યાં પણ મેના અંત સુધી સ્થિતિ સામાન્ય થવા લાગશે. હાલની લહેર અગાઉની લહેરથી એ રીતે અલગ છે કે રોજ નોંધાતા મોતના આંકડા આ વખતે સંક્રમણના દરની તુલનામાં ઓછા છે. વેક્સીન આવી ગયા બાદ લોકોએ બેદરકારી રાખી, જેના કારણે જ કોરોનાના આંકડામાં વધારો થયો છે.

    આ પણ વાંચો, ગૂગલની આ સર્વિસ 1 જૂનથી બદલાઈ જશે, જાણો તમારી પર શું થશે અસર



    આ વખતે સંક્રમણની તુલનામાં ઓછો છે મોતનો આંકડો

    પ્રોફેસર અગ્રવાલે જણાવ્યું કે, આ વખતે મોતના આંકડા ઓછા થવાથી થોડી રાહત ચોક્કસ મળી છે. આ અગાઉ જ્યારે દેશમાં એક લાખ કોરોના કેસ થયા હતા ત્યારે મોતનો આંકડો એક હજારની નજીક પહોંચી ગયો હતો. આ વખતે બે લાખ કેસ થયા હોવા છતાંય મોતનો આંકડો એક હજાર સુધી જ પહોંચ્યો છે. મોડલ મુજબ સંક્રમણની પહોંચ છેલ્લા બે મહિનામાં 30 ટકા સુધી વધી છે.
    Published by:Mrunal Bhojak
    First published:April 16, 2021, 09:06 am

    ટૉપ ન્યૂઝ