બ્રિટનની મહારાણી સુધી પહોંચ્યો કોરોનાનો ખતરો, તકેદારીના ભાગરૂપે બીજા મહેલ મોકલાયા

મહારાણીને હાલમાં વિંડસર પેલેસ શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. (ફાઇલ તસવીર)

બકિંઘમ પેલેસના એક શાહી સહાયકમાં કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટિ થતાં શાહી પરિવારમાં હોબાળો થઈ ગયો

 • Share this:
  લંડનઃ બકિંઘમ પેલેસ (Buckingham Palace) ના એક શાહી સહાયક (Royal Assistant) માં કોરોના વાયરસ (Coronavirus)  સંક્રમણની પુષ્ટિ થઈ છે. જ્યારે મહારાણી એલિઝાબેથ દ્વિતીય (Queen Elizabeth II)  પોતાના લંડન સ્થિત ઘરે હતાં.

  મહારાણી (93)ને તકેદારીના ભાગરૂપે ગુરુવારે મહેલથી અનિશ્ચિતકાળ માટે વિન્ડસર પેલેસ મોકલી દેવામાં આવ્યા હતા અને તેમના તમામ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યા હતા. એવા અહેવાલ છે કે તેઓ સ્વસ્થ છે.

  સહાયકના સંપર્કમાં આવેલા બાકીના કર્મચારીઓને અલગ કરવામાં આવ્યા

  બ્રિટિશ મીડિયા મુજબ, એ ખબર નથી કે સંક્રમિત શાહી સહાયક મહારાણીની કેટલી આસપાસ રહેતો હતો પરંતુ શાહી આવાસથી આવા તમામ કર્મચારી જે તે સહાયકના સંપર્કમાં હતા આ મામલો સામે આવ્યા બાદ તેમને અલગ રાખવામાં આવી રહ્યા છે.

  ‘ધ સન’ અખબારે એક શાહી સૂત્રના હવાલાથી કહ્યું કે, મહારાણીના વિન્ડસર રવાના થતાં પ્હેલા આ સહાયક સંક્રમિત મળ્યો હતો.

  બકિંઘમ પેલેસે આ અહેવાલો પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો

  આ સહાયકની ઓળખ જાહેર નથી કરવામાં આવી અને માનવામાં આવી રહ્યું છે કે આ વાયરસ થી છેલ્લા સપ્તાહની શરૂઆતમાં સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું.

  બકીંઘમ પેલેસ (Buckingham Palace)એ આ અહેવાલો પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે પરંતુ કહ્યું કે તેઓ કોવિડ-19 મહામારીને ધ્યાને લઈ ચાલી રહેલા પરામર્શમાં જણાવવામાં આવેલા તમામ તકેદારીના પગલાં ઉઠાવી રહ્યા છીએ.

  આ પણ વાંચો, ખુશખબર! આ નવો ટેસ્ટ માત્ર 45 મિનિટમાં જણાવી દેશે કે તમને કોરોના સંક્રમણ છે કે નહીં

  બ્રિટનમાં કોરોના વાયરસથી અત્યાર સુધી થઈ ચૂક્યા છે 177નાં મોત

  બ્રિટનના લગભગ ૧૫ લાખ લોકોની કોરોના વાયરસ મહામારીના કારણે સંવેદનશીલ હોવાના અહેવાલ મળી રહ્યા છે અને તેમને ઓછામાં ઓછા 12 સપ્તાહ સુધી ઘરોમાં કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બ્રિટનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 117 લોકોનાં મોત થઈ ચૂકયા છે.

  આ પણ વાંચો, BSNLની મોટી ગિફ્ટ, એક મહિના માટે ગ્રાહકોને મફતમાં મળી રહ્યું છે ઇન્ટરનેટ!
  Published by:Mrunal Bhojak
  First published: