Home /News /national-international /Coronavirus Live Updates: કોરોના સંક્રમણના કેસ ફરી 40 હજારને પાર, 24 કલાકમાં 338 દર્દીનાં મોત

Coronavirus Live Updates: કોરોના સંક્રમણના કેસ ફરી 40 હજારને પાર, 24 કલાકમાં 338 દર્દીનાં મોત

દેશમાં કોરોના સંક્રમણ મામલામાં ઉતાર ચઢાવનો ક્રમ ચાલુ છે. (તસવીર- AP Photo/Shijith. K)

Corona Third Wave: ભારતમાં હાલ 3,93,614 એક્ટિવ કેસ, કોવિડથી મૃત્યુ પામનારા કુલ લોકોની સંખ્યા 4,41,749એ પહોંચી

Coronavirus Live Updates, 9 September 2021: દેશમાં કોરોના સંક્રમણ (India Corona Cases) તત ડરાવી રહ્યો છે. 24 કલાકમાં કોવિડ-19ના ફરીથી 40 હજારથી વધુ કેસ નોંધાયા છે. જેમાં માત્ર કેરળમાં (Covid Pandemic in Kerala) જ 30 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અને 181 દર્દીએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં (Maharashtra Corona Cases) 4100થી વધુ લોકો સંક્રમિત થયા છે અને 65 દર્દીનાં મોત થયા છે. આ બે રાજ્યોની તુલનામાં ગુજરાતમાં સંક્રમણની સ્થિતિ (Gujarat Covid-19 Cases) ઘણે અંશે કાબૂમાં છે. રાજ્યમાં 24 કલાકમાં 17 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત મૃત્યુદરમાં મોટો ઘટાડો નોંધાતા રિકવરી રેટ 98.76 ટકા છે.

દેશમાં 24 કલાકમાં 338 દર્દીનાં મોત

ગુરૂવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 43,263 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 338 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,31,39,981 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 71,65,97,428 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 86,51,701 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 86,51,701 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.


24 કલાકમાં 18 લાખ લોકોના સેમ્પલ લેવાયા

COVID-19 મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 23 લાખ 4 હજાર 618 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 40,567 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.50 ટકા છે. હાલમાં 3,93,614 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,41,749 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 8 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 53,68,17,243 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના 24 કલાકમાં 18,17,639 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો, કોવિડ-19 વેક્સીન ડેલ્ટા વેરિએન્ટ પર કેટલી અસરકારક? જાણો વેક્સીન કેટલી જરૂરી છે?

ગુજરાત રસીકરણમાં મોખરે

ગુજરાતમાં કોવિડ-19 સંક્રમણની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 17 કેસ નોંધાયા છે. જેની સામે 15 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યાર સુધીમાં 5.7 કરોડથી વઘુ કોરોના વેક્સીનના (Corona Vaccine) ડોઝ આપવામાં આવ્યા છે. આ પૈકી 3.70 કરોડથી વધુને પ્રથમ ડોઝ અને 1.32 કરોડથી વધુ વ્યક્તિને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો, કેરળ હાઇકોર્ટે કોવિડ વેક્સિનના બે ડોઝ વચ્ચે અંતર ઘટાડવા કર્યો આદેશ, જાણો સ્પેસિંગ ડોઝ વિશે બધું જ

ગુજરાતમાં માત્ર 151 એક્ટિવ કેસ

ગુજરાતમાં 8મી સપ્ટેમ્બર 2021ની સાંજે રાજ્યના 30 જિલ્લા અને 5 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત 3 જિલ્લા અને 3 શહેરમાં નોંધાયા છે. આ પૈકી અમદાવાદ શહેરમાં 6, સુરત શહેરમાં 3, સુરત જિલ્લામાં 3, વડોદરા શહરેમાં 3 અને જિલ્લામાં 1 અને ગાંધીનગરના 1 કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાં ફક્ત 151 એક્ટિવ કેસ છે આ પૈકીના 06 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 145 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15,311 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે.
First published:

Tags: Corona News, Corona vaccine, Coronavirus, COVID-19, Pandemic