Home /News /national-international /

શું ફેબ્રુઆરીમાં ઓમિક્રોનના કારણે આવશે ત્રીજી લહેર? સામે આવી છે મોટી ચેતવણી

શું ફેબ્રુઆરીમાં ઓમિક્રોનના કારણે આવશે ત્રીજી લહેર? સામે આવી છે મોટી ચેતવણી

પ્રતીકાત્મક તસવીર

Corona Third wave in India: ત્રીજી લહેરમાં કોરોનાના દૈનિક કેસ બીજી લહેર જેટલા વધુ નહીં હોય.

    નવી દિલ્હી: દેશ (India) સહિત આખા વિશ્વમાં કોરોનાના વેરિઅન્ટ ઓમિક્રોને (omicron) ફરી ચિંતા વધારી છે. અમેરિકા અને યુરોપમાં કોરોના દૈનિક કેસ સતત વધી રહ્યા છે. જેમાં ઓમિક્રોનના કેસનો સમાવેશ થાય છે. ભારતમાં કોરોનાની ત્રીજી લહેર (Corona third wave) અંગે મોટી ચેતવણી સામે આવી છે. નેશનલ કોવિડ 19 સુપરમોડેલ સમિતિએ (COVID-19 Supermodel Committee) ચેતવણી આપી છે કે, ફેબ્રુઆરીમાં (Corona on pic at February) કોરોનાના કેસ પીક પર હશે. આ દરમિયાન ગુજરાતમાં 3 સહિત, તેલંગાણામાં 12, કર્ણાટકમાં છ, કેરળમાં ચાર અને મહારાષ્ટ્રમાં ત્રણ કેસ સાથે દેશમાં શનિવારે ઓમિક્રોનના કુલ કેસ 140 થયા છે.

    કોરોના મહામારીની ત્રીજી લહેરની શક્યતા

    નેશનલ કોવિડ 19 સુપરમોડેલ સમિતિએ જણાવ્યું હતું કે, આગામી વર્ષની શરૂઆતમાં દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવવાની શક્યતા છે. જોકે, દેશમાં મોટાપાયે ઈમ્યુનિટીના કારણે બીજી લહેરની સરખામણીમાં ત્રીજી લહેર ઓછી ખતરનાક હશે. ત્રીજી લહેર આવશે તે નિશ્ચિત છે.

    બીજી લહેર કરતા ત્રજી ઓછી ખતરનાક હોવાની શક્યતા

    હૈદરાબાદ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીના પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યું કે, ભારતમાં બીજી લહેરની સરખામણીમાં દૈનિક કેસ વધુ આવવાની શક્યતા ઓછી છે. સીરો સરવે મુજબ દેશમાં મોટાભાગની વસતી ડેલ્ટા વેરિઅન્ટના સંપર્કમાં આવી ગઈ છે. હવે અમારો સીરો-પ્રીવલેન્સ 75થી 80 ટકા છે, 85 ટકા લોકોએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે અને 55 ટકાએ બંને ડોઝ લીધા છે. તેથી ત્રીજી લહેરમાં કોરોનાના દૈનિક કેસ બીજી લહેર જેટલા વધુ નહીં હોય.

    આ પણ વાંચો - Gujarat Corona Update: રાજ્યમાં Omicronની દહેશત વચ્ચે coronaના 68 નવા કેસ, 12 જિલ્લા-7 મનપામાં નોંધાયા દર્દી

    ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતી વખતે વિદ્યાસાગરે વધુમાં જણાવ્યું કે, ભારત રોગચાળાના ત્રીજી લહેર દરમિયાન દરરોજ બે લાખ નવા કેસની અપેક્ષા રાખી શકે છે, પરંતુ આ અનુમાનો છે, આગાહી નથી. "એકવાર આપણે જાણીએ કે, વાયરસ ભારતીય વસ્તીમાં કેવી રીતે વર્તે છે, અમે આગાહી કરવાનું શરૂ કરી શકીએ છીએ," તેમણે કહ્યું.

    દેશમાં ઓમિક્રોનના 128 કેસ

    આ ત્રીજી લહેરની આશંકા વચ્ચે શનિવારે ભારતમાં કર્ણાટકમાં ઓમિક્રોનના છ, કેરળમાં ચાર અને મહારાષ્ટ્રમાં ત્રણ નવા કેસ આવતા દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 128 થઈ ગયા છે. કર્ણાટકમાં ઓમિક્રોનના નવા છમાંથી એક દર્દી બ્રિટનથી આવ્યો હતો જ્યારે અન્ય પાંચ બે શૈક્ષણિક સંસ્થામાં નોંધાયા હતા. કર્ણાટકની બે શૈક્ષણિક સંસ્થાઓમાં ઓમિક્રોનની સાથે કોરોનાના ૩૩ નવા કેસ સામે આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

    આ પણ વાંચો - UKમાં રેકોર્ડ 93 હજાર નવા કોરોનાના કેસ, મંત્રીએ કહ્યું- સુનામીની ઝડપ કરતા પણ વધારે ફેલાવો

    મહારાષ્ટ્રમાં યુગાન્ડાથી સતારા પાછું ફરેલું એક દંપતી અને તેમની 13 વર્ષની પુત્રી ઓમિક્રોનથી સંક્રમિત થયાની પુષ્ટી થઈ છે. દંપતીની પાંચ વર્ષની અન્ય એક પુત્રી પણ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. જોકે, બાળકી ઓમિક્રોનથી સંક્રમિત નથી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Coronavirus in India, COVID-19, Omicron, Omicron in Gujarat, ભારત

    આગામી સમાચાર