Home /News /national-international /દેશમાં Coronaની ત્રીજી લહેરની શરૂઆત, પરંતુ બીજી લહેર કરતાં ઓછી ઘાતક, જાણો નિષ્ણાતોનો મત
દેશમાં Coronaની ત્રીજી લહેરની શરૂઆત, પરંતુ બીજી લહેર કરતાં ઓછી ઘાતક, જાણો નિષ્ણાતોનો મત
દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન (Omicron) વેરિઅન્ટ પછીથી મોટા સંક્રમણનું કારણ બની શકે છે.
Corona Third wave in India due to Omicron Variant: ભારતમાં ઓમિક્રોન (omicron) વેરિઅન્ટ સંક્રમણની દ્રષ્ટિએ અગાઉના વેરિઅન્ટને પાછળ છોડી શકે છે પરંતુ તેનાથી વધુ નુકસાન થશે નહીં. કારણ કે આ વેરિઅન્ટ (corona new variant)ના લક્ષણો અન્ય વેરિઅન્ટ કરતાં ઓછા ગંભીર હોય છે.
દિલ્હી: કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત, પરંતુ આ બીજી લહેરની સરખામણીમાં ભારતમાં કોરોના (corona) સંક્રમણના વઘતા કેસ વચ્ચે હેલ્થ એક્સપર્ટ (health experts) કહે છે કે દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન (Omicron) વેરિઅન્ટ પછીથી મોટા સંક્રમણનું કારણ બની શકે છે પરંતુ ડરવાની કે ગભરાવાની જરૂર નથી.
કારણ કે આ વેરિઅન્ટના લક્ષણો અન્ય વેરિઅન્ટ કરતાં ઓછા ગંભીર હોય છે. દિલ્હીના હેલ્વેટિયા મેડિકલ સેન્ટરના ચિકિત્સક ડૉ એસ ચંદ્રાએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓમાં હળવા અને સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે અને તે 2-3 દિવસમાં ઘટી રહ્યા છે.
ડૉ. એસ ચંદ્રાએ કહ્યું કે ભવિષ્યમાં ઓમિક્રોન સંક્રમણના સંદર્ભમાં અન્ય પ્રકારોને પાછળ રાખી શકે છે પરંતુ તે ખરાબ બાબત નથી કારણ કે આ વેરિઅન્ટના લક્ષણો ઘણા ઓછા ગંભીર છે. આ પ્રકારથી સંક્રમિત મોટાભાગના દર્દીઓમાં હળવા અથવા સામાન્ય લક્ષણો દેખાઈ રહ્યા છે અને તે 2-3 દિવસમાં ઘટી રહ્યા છે.
બીજી તરફ, જે લોકોએ કોરોનાની રસી લીધી છે તેમના ચેપને લગતા પ્રશ્ન પર, ડૉ. એસ ચંદ્રાએ કહ્યું કે, જો કોવિડ-19 રસી લીધેલા લોકો પણ ઓમિક્રોનથી સંક્રમણ થઈ રહ્યા છે, તો તેનો અર્થ એ થઈ શકે છે કે રસી આ વેરિઅન્ટ સામે વધુ અસરકારક નથી. વાસ્તવમાં, ઓમિક્રોન વેરિઅન્ટમાં અગાઉના વેરિઅન્ટ કરતાં વધુ મ્યુટેશન જોવા મળ્યા છે. જોકે તેમણે કહ્યું કે રસીની મદદ મળશે તેનાથી સંક્રમિત થયા પછી પણ લોકોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો નથી. ડૉ એસ ચંદ્રાએ કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર કરતાં ઓછી ઘાતક હશે.
ANI સાથે વાત કરતા ડૉ એસ ચંદ્રાએ કહ્યું કે, અમને લાગે છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. જોકે કોવિડ-19 સંક્રમણના કેસ વધી રહ્યા છે પરંતુ મૃત્યુ દર ઘણો ઓછો છે. તેથી, કોરોનાનું ત્રીજી લહેર બીજી લહેર જેટલી ઘાતક નહીં હોય.
તમને જણાવી દઈએ કે દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે દિલ્હી સરકારે કોવિડ-19 સંબંધિત નવા નિયંત્રણો લાગુ કર્યા છે. આમાં વિકેન્ડ કર્ફ્યુનો સમાવેશ થાય છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે મંગળવાર સુધીમાં દિલ્હીમાં કોરોનાના 5500 નવા કેસ સામે આવી શકે છે અને પોઝિટીવીટી રેટ વધીને 8.5 ટકા થઈ શકે છે. તેમણે કહ્યું કે વીકએન્ડમાં કર્ફ્યુ લોકડાઉન થવો જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર