Home /News /national-international /

Coronaની ત્રીજી લહેર રોકવા માટે કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખે 3 બાબતો પર મૂક્યો ભાર

Coronaની ત્રીજી લહેર રોકવા માટે કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખે 3 બાબતો પર મૂક્યો ભાર

Coronaની ત્રીજી લહેર રોકવા ધ્યાનમાં રાખવા જેવી 3 બાબત

India Coronavirus 3rd Wave: આ સપ્તાહની શરૂઆતમાં આઇઆઇટી કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે કહ્યું કે દિલ્હી, મુંબઈ, કોલકાતામાં વધતા કોવિડ કેસ (corona cases) જાન્યુઆરીના મધ્યની આસપાસ ટોચ પર પહોંચવાની સંભાવના છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ વખતે સંક્રમણ (corona)ની સંખ્યા બીજી લહેર (corona 2nd wave) કરતાં સંક્રમિત લોકોની સંખ્યાને પાર કરી શકે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. સરકારના નેશનલ ઇમ્યુનાઇઝેશન ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ (NTAGI)ના કોવિડ-19 કાર્યકારી જૂથના પ્રમુખ ડો.એન.કે.અરોરાએ મંગળવારે આઇઆઈટીના કોરોના મોડેલ (corona model)ની આગાહીને યોગ્ય ઠેરવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે નવા વેરિએન્ટ ઓમિક્રોન (omicron)ને કારણે ત્રીજી લહેર(corona third wave) જાન્યુઆરીમાં ટોચ પર પહોંચવાની સંભાવના છે.

    એનટીએજીઆઈના કોવિડ-19 વર્કિંગ ગ્રુપના ચેરમેન અરોરાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, "આઇઆઇટીના મોડેલિંગથી ખબર પડે છે કે આગામી દિવસોમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થશે, જે ખરેખર બની રહ્યું છે."

    આ અઠવાડિયાની શરૂઆતમાં આઇઆઇટી કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે દિલ્હી, મુંબઈ, કોલકાતામાં વધતા કોવિડ કેસ જાન્યુઆરીના મધ્યની આસપાસ ટોચ પર પહોંચવાની સંભાવના છે.

    આ પણ વાંચો: Coronavirus: વિદેશથી આવનારા માટે આજથી નિયમ બદલાયા, હોમ આઇસોલેશનમાં 7 દિવસ રહેવું પડશે

    તેમણે સમજાવ્યું કે, " કેસોમાં ઘટાડો પણ એટલો જ તીવ્ર હશે અને માર્ચ સુધીમાં તે લગભગ સમાપ્ત થઈ જશે. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે, આ વખતે સંક્રમણની સંખ્યા બીજી લહેર કરતાં સંક્રમિત લોકોની સંખ્યાને વટાવી શકે છે.

    આ પણ વાંચો: Corona vaccination: કોરોનાના પ્રકોપ વચ્ચે પહેલા જ દિવસે 10 લાખથી વધુ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા

    છેલ્લા બે અઠવાડિયાથી સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 208 દિવસમાં સૌથી વધુ
    જેમાં દેશમાં ઓમિક્રોન વેરિએન્ટ દ્વારા સંચાલિત કોરોના કેસોમાં ભારે વધારો જોવાયો છે. ભારતમાં મંગળવારે જ કોરોના વાયરસના 1,68,063 નવા કેસોની ઓળખ કરવામાં આવી હતી, જે દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 3,58,75,790 સુધી લઈ ગઈ હતી. આ સાથે સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 8,21,446 થઈ છે, જે છેલ્લા 208 દિવસમાં સૌથી વધુ છે.

    આ પણ વાંચો: Uttarayan 2022: ઉત્તરાયણની ઉજવણી માટે જાહેર કરાઇ ગાઇડલાઇન્સ, જો ભંગ કર્યો તો ખાવી પડશે જેલની હવા

    ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં વધતાં કોરોના વાયરસ સંક્રમણ (coronavirus) વચ્ચે હવે વિદેશથી ભારત આવનારા તમામ મુસાફરો માટે મંગળવારથી નવા નિયમ લાગુ (Covid-19 guidelines) થઈ ગયા છે. ભારતે આંતરરાષ્ટ્રીય મુસાફરો (international passengers) માટે સાત દિવસ ઘરે જ ક્વોરન્ટીન (Home Quarantine)માં રહેવાનું અને આઠમા દિવસે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવું અનિવાર્ય કરી નાખ્યું છે. કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાતો હોવાથી આંતરરાષ્ટ્રીય મુસાફરો પરના નિયંત્રણો વધારતા આ સંદર્ભમાં સંશોધિત ગાઇડલાઇન જારી કરવામાં આવી છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Corona third wave in india, Coronavirus, Omicron variant, દેશ વિદેશ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन