Home /News /national-international /કોરોના પીડિતને યાદશક્તિ પર પડી શકે છે ઊંડી અસર, ચહેરા અને રસ્તાઓ જાણવા મુશ્કેલ

કોરોના પીડિતને યાદશક્તિ પર પડી શકે છે ઊંડી અસર, ચહેરા અને રસ્તાઓ જાણવા મુશ્કેલ

લાંબા સમય સુધી કોવિડથી સંક્રમિત રહેવાથી યાદશક્તિનું જોખમ વધી ગયું છે. (પ્રતિકાત્મક ફોટો)

નવા અભ્યાસમાં પ્રથમ વખત કોવિડ-19ના કારણે 'પ્રોસોપેગ્નોસિયા' અથવા 'ફેસ બ્લાઈન્ડનેસ' (ચહેરો ઓળખવામાં મુશ્કેલી)ની સમસ્યા વિશે વાત કરવામાં આવી છે. આ એવી સ્થિતિ છે, જેના કારણે લોકોને તેમના પરિચિતોના ચહેરાને ઓળખવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી : જે લોકો લાંબા સમયથી વૈશ્વિક મહામારી કોવિડ-19 સંક્રમણની ચપેટમાં આવ્યા છે, તેઓને ચહેરાઓ ઓળખવામાં અને રસ્તાઓ ઓળખવામાં મુશ્કેલીનું જોખમ વધારે છે. જોકે, એક નવા અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. જેમાં અગાઉના અભ્યાસોમાં, એવું પણ કહેવામાં આવ્યું હતું કે, કોવિડ-19ને કારણે, ગંધ અને સ્વાદની ખોટ અને ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા, યાદશક્તિમાં ઘટાડો, બોલવાની સમસ્યાઓ સહિત અન્ય ઘણી ન્યુરોલોજીકલ સમસ્યાઓ નોંધવામાં આવી હતી.

જર્નલ 'કોર્ટેક્સ' માં પ્રકાશીત થયેલ એક નવા અભ્યાસમાં પ્રથમ વખત કોવિડ -19 ને કારણે 'પ્રોસોપેગ્નોસિયા' અથવા 'ફેસ બ્લાઈન્ડ' (ચહેરો ઓળખવામાં મુશ્કેલી) ની સમસ્યા વિશે વાત કરાઈ છે. આ એવી સ્થિતિ છે, જેના કારણે લોકોને તેમના પરિચિતોના ચહેરાને ઓળખવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એવો અંદાજ છે કે, જોકે,  વિશ્વમાં 2 થી 2.5 ટકા લોકો તેનાથી પ્રભાવિત છે.

રિસર્ચઓએ યુ.એસ.માં 28 વર્ષીય એની દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ પર ધ્યાન આપ્યું હતુ, જેણે માર્ચ 2020માં કોરોનાવાયરસનના લક્ષણોથી સંક્રમીત થયો હતો,  યુ.એસ.માં ડાર્ટમાઉથ કોલેજના સ્નાતક વિદ્યાર્થી મેરી-લુઇસ કીસલેરે જણાવ્યું હતું કે, એની હવે લોકોને ઓળખવા માટે અવાજો પર આધાર રાખે છે.

આ પણ વાંચો : લોન વસુલાતના નામે 'દાદાગીરી' નહીં ચાલે! જો બેંક રિકવરી એજન્ટ ધમકાવશે તો આ નિયમોને જાણો..

તેણે કહ્યું કેે, "જ્યારે હું તેને પહેલીવાર મળ્યો ત્યારે તેણે કહ્યું કે, તે તેના પરિવારના સભ્યોના ચહેરા પણ ઓળખી શકતી નથી." તે કરિયાણાની દુકાનમાં કોઈ ચોક્કસ વસ્તુનું લોકેશન ભૂલી જતી અને કાર પાર્ક કર્યા પછી ગૂગલ મેપ્સ (એપ પર સતત લોકેશન બતાવવા માટે વપરાતો વિકલ્પ) પર તેનું લોકેશન 'પિન' કરી દેતી હોય છે.

ડાર્ટમાઉથના પ્રોફેસર અને અભ્યાસના વરિષ્ઠ લેખક બ્રાડ ડ્યુચેને જણાવ્યું હતું કે, "એનીએ ચહેરાની ઓળખ અને માર્ગ યાદ રાખવાની સમસ્યાઓના સંયોજનને કારણે અમારું ધ્યાન ખેંચ્યું હતું, જે ઘણીવાર મગજને નુકસાન અથવા વિકાસલક્ષી સમસ્યાઓના પરિણામે એકસાથે થાય છે."

નવી દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના ન્યુરોલોજી વિભાગના વરિષ્ઠ સલાહકાર વિનીત સૂરીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ના કારણે 'ફેસ બ્લાઈન્ડનેસ'નું ચોક્કસ કારણ હજુ સુધી સમજાયું નથી, પરંતુ તેના માટે ઘણા સંભવિત કારણો  જોવા મળ્યા છે. સુરીએ 'PTI-ભાષા'ને કહ્યું, 'કોવિડ-19ના લાંબા ગાળાના લક્ષણોમાં ઘણા ન્યુરોલોજીકલ લક્ષણોનો સમાવેશ થાય છે, જે મગજમાં ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે, જેમાં ચહેરો ઓળખવાની સમસ્યાઓ, પરિચિત ચહેરાઓને ઓળખવામાં મુશ્કેલી વગેરે સામેલ છે.'
First published:

Tags: Ccoronavirus, Memory loss, Neurological