Coronavirus in India: કોરોના (Corona)ના જોખમનો અંદાજો એ વાતથી જ લગાવી શકાય છે કે દિલ્હી સરકારે (Delhi Government) ઓક્ટોબર મહિનામાં જે કોરોના સંક્રમિત દર્દીઓના સેમ્પલની તપાસ કરી છે, તેમાંથી 99 ટકા નમૂનામાં ડેલ્ટા વેરિયન્ટ (Delta Variant) જોવા મળ્યો છે.
નવી દિલ્હી. દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણ (Corona Infection)નું જોખમ વધતું દેખાઈ રહ્યું છે. તહેવારોને ધ્યાનમાં રાખતાં નિષ્ણાતોએ જે પ્રકારની ચેતવણી આપી હતી તે સાચી સાબિત થઈ રહી છે. કોરોના (Corona)ના જોખમનો અંદાજો એ વાતથી જ લગાવી શકાય છે કે દિલ્હી સરકારે (Delhi Government) ઓક્ટોબર મહિનામાં જે કોરોના સંક્રમિત દર્દીઓના સેમ્પલની તપાસ કરી છે, તેમાંથી 99 ટકા નમૂનામાં ડેલ્ટા વેરિયન્ટ (Delta Variant) અને તેનો Sars-CoV-2 વાયરસ જોવા મળ્યો છે.
આ વર્ષની શરૂઆતમાં ભારતીય સાર્સ-કોવ-2 જીનોમિક્સ કન્સોર્ટીયમ (INSACOG)ની સ્થાપના બાદ દિલ્હીથી 7,300થી વધુ નમૂનાની તપાસ કરવામાં આવી છે. દિલ્હી સરકારના આંકડા મુજબ, એપ્રિલમાં લેવામાં આવેલા સેમ્પલમાંથી 54% અને મેમાં 82% સેમ્પલમાં ડેલ્ટા વેરિયન્ટ સામે આવ્યા છે. આ ત્યારે થયું જ્યારે દિલ્હીમાં કોરોના ચરમસીમા પર હતો અને એક દિવસમાં કોરોનાના 28,000થી પણ વધુ કેસ નોંધાયા હતા. આ સમયે દિલ્હીમાં કોરોનાની બીજી લહેર ચરમસીમાએ હતી. આંકડાથી ખ્યાલ આવે છે કે એ સમયે લેવામાં આવેલા કુલ સેમ્પલમાંથી 39 ટકા ડેલ્ટા વેરિયન્ટ હતા.
જણાવી દઈએ કે Sars-Cov-2ના ડેલ્ટા વેરિયન્ટે લોકોને એટલી ઝડપે સંક્રમિત કર્યા કે કેટલાંક સપ્તાહની અંદર જ આલ્ફા વેરિયન્ટને પછાડી દીધો અને દિલ્હીમાં કોરોનાની સૌથી વિનાશકારી લહેરને જન્મ આપ્યો. કોરોના વાયરસ પર નજર રાખી બેઠા રિસર્ચર્સ મુજબ, દેશમાં હજુ પણ સૌથી વધુ જોવા મળતો વેરિયન્ટ ડેલ્ટા (B1.617.2) છે, જે લગભગ અડધા નમૂનામાં જોવા મળે છે, ત્યારબાદ AY.4 ડેલ્ટા સ્ટ્રેન છે.
મહારાષ્ટ્ર અને MPમાં મળ્યો ડેલ્ટા પ્લસ AY.4.2
આ જ રીતે કોરોનાના નવા વેરિયન્ટ ડેલ્ટા પ્લસ- AY.4.2નો બ્રિટન અને યુરોપના દેશોમાં ઘણો પ્રકોપ જોવા મળ્યો છે. ભારતમાં આ સ્ટ્રેન જોવા મળતાં ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)ના સલાહકાર ડૉ. સુનીલા ગર્ગએ જણાવ્યું કે ભારતમાં આ વેરિયન્ટ ચાર મહિનાથી હાજર છે, પરંતુ ચિંતાની કોઈ બાબત નથી. તેમણે જણાવ્યું કે દુર્ગા પૂજાને લીધે કેસ વધી ગયા છે. ગર્ગે જણાવ્યું કે કોરોનાના આ વેરિયન્ટની તપાસ થઈ રહી છે. આ વેરિયન્ટ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં જોવા મળ્યો છે.
જણાવી દઈએ કે કોરોના વાયરસનો નવો મ્યુટન્ટ AY.4.2 ભલે ભારતમાં મળી ગયો છે, પણ તેની સંખ્યા હાલ બહુ ઓછી છે. વાયરસના આ રૂપને ડેલ્ટા વેરિયન્ટથી પણ વધુ ખતરનાક માનવામાં આવે છે કેમકે તે એની સરખામણીએ વધુ ઝડપથી ફેલાય છે. INSACOGના નેટવર્ક મોનિટરીંગ વેરિએશન્સના વૈજ્ઞાનિકોએ શનિવારે આ જાણકારી આપી. માનવામાં આવે છે કે AY.4.2ને કારણે જ બ્રિટન, રશિયા અને ઇઝરાયલમાં Covid-19ના કેસમાં ઝડપી ઉછાળો આવ્યો છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર