Home /News /national-international /કોરોના રિટર્ન્સ: સૌથી વધારે પ્રભાવિત રાજ્યની હાલત, જાણો- ક્યાં કેવા પ્રતિબંધ મૂકાયા

કોરોના રિટર્ન્સ: સૌથી વધારે પ્રભાવિત રાજ્યની હાલત, જાણો- ક્યાં કેવા પ્રતિબંધ મૂકાયા

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 39,726 કેસ નોંધાયા છે. કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્યોએ નિયમો વધારે કડક બનાવ્યા છે.

  નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (India Coronavirus cases)ના કેસનો સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરના વાયરસના 39,726 નવા કેસ નોંધાયા છે. અનેક રાજ્યોમાં કોરોના વાયરસના નવા કેસ વધતા કડક નિયંત્રણો (strict guidelines) લાદવામાં આવ્યા છે. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્યની છે. રાજ્યના સીએમ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ કહ્યુ છે કે જો લોકો કોરોના નિયમોનું પાલન નહીં કરે તો ભવિષ્યમાં નિયમો વધારે કડક કરવામાં આવશે. લૉકડાઉન (Lockdown) પણ એક વિકલ્પ હોઈ શકે છે. છેલ્લા ત્રણ મહિના પછી હવે સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે લોકો ફરી ચિંતા કરવા લાગ્યા છે કે શું ફરીથી લૉકડાઉનમાંથી પસાર થવું પડશે કે શું?

  લૉકડાઉનની વાત કરીએ તો દેશના અનેક શહેરમાં તેની શરૂઆત થઈ ગઈ છે. સૌથી પહેલા મહારાષ્ટ્રે પોતાના અમુક જિલ્લાઓમાં ઝડપથી વધી રહેલા કેસોને અટકાવવા માટે લૉકડાઉનનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં અલગ અલગ પ્રકારન નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ક્યાંક લૉકડાઉન છે તો ક્યાંક નાઇટ કર્ફ્યૂ. આ ઉપરાંત મુંબઈ પોલીસ નિયમ તોડવા પર ભારે દંડ વસૂલ કરી રહી છે. પોલીસને એવી પણ સૂચના આપવામાં આવી છે કે લોકોને બિનજરૂરી ઘરની બહાર નીકળતા રોકવામાં આવશે.

  આ પણ વાંચો: ભારતમાં દરેક ઘરમાં પહોંચશે સસ્તું LPG જોડાણ, જાણો આખો પ્લાન

  પંજાબની સ્થિતિ:

  પંજાબના અનેક જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યૂની મુદત વધારી દેવામાં આવી છે. રાજ્યોમાં એક દિવસ પહેલા બે હજાર કેસ સામે આવ્યા હતા. મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે રાજ્યના 22 જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યૂની મુદત બે કલાક વધારી દીધી છે. આ ઉપરાંત સ્કૂલ-કૉલેજોને 31મી માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત 11 જિલ્લામાં કડક નિયંત્રણ લાદી દેવામાં આવ્યા છે. સરકારે પ્રભાવિત વિસ્તારોમાં સામાજિક સમારંભ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

  આ પણ વાંચો: Corona returns: રાજ્યના મહાનગરોમાં શાળા અને કોલેજો બાદ હવે ટ્યુશન ક્લાસીસ પણ બંધ

  ગુજરાત:

  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને લગ્નની સિઝન બાદ કોરોનાના કેસમાં એકાએક વધારો થયો છે. શુક્રવારે રાજ્યમાં 1415 કેસ સામે આવ્યા છે. કોરોનાની વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને સુરત, અમદાવાદમાં સીટી બસ સેવા અને બીઆરટીએસ સેવા બંધ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ચારેય મહાનગરમાં નાઇટ કર્ફ્યૂ યથાવત છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં નાઈટ કર્ફ્યૂના સમયમાં વધારો કરાયો છે. ચારેય મહાનગરોમાં બાગ-બગીચા, પ્રાણી સંગ્રહાલયો બંધ કરી દેવાયા છે. અમદાવાદમાં શનિવાર અને રવિવારના રોજ મૉલ અને સિનેમા હોલ પણ પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં આઠ જિલ્લામાં સ્કૂલ-કૉલેજ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત આ જિલ્લાઓમાં ટ્યુશન ક્લાસિસ પણ બંધ રહેશે.

  આ પણ વાંચો: ઊંધા ચાલો અને કમાણી કરો! જાણો વધારે કમાણી માટે કેવી રીતે કરવું જોઈએ રોકાણ

  મધ્ય પ્રદેશ:

  મધ્ય પ્રદેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે મોટો નિર્ણય કર્યો છે. 21 માર્ચ એટલે કે રવિવારના રોજ રાજધાની ભોપાલ, ઇન્દોર અને જબલપુરમાં લૉકડાઉન રહેશે. આ ત્રણેય શહેરમાં 31મી માર્ચ સુધી સ્કૂલ-કૉલેજ બંધ રહેશે. કોરોનાની હાલતની સમીક્ષા માટે ભોપાલના સીએમ શિવરાજસિંહ ચૌહાણની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
  " isDesktop="true" id="1081389" >

  કર્ણાટક અને કેરળમાં પણ કડક નિયમો

  કર્ણાટક અને કેરળમાં પણ કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખતા સરકાર કડક નિયમો કર્યાં છે. કેરળમાં તો વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હોવાથી સરકારે કોરોનાના નિયમો વધારે કડક કરવાની તાકિદ કરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Coronavirus, COVID-19, Lockdow, Night Curfew, ગુજરાત, ભારત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन