Corona Restrictions Ends in India: વૈશ્વિક રોગચાળાની હળવી પ્રકોપની સ્થિતિ અને સરકારની તૈયારીઓને ધ્યાનમાં લીધા પછી, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણે નિર્ણય લીધો છે કે COVID-19 નિયંત્રણ પગલાં માટે DM એક્ટની જોગવાઈઓને લાગુ કરવાની હવે જરૂર નથી
હવે સમગ્ર દેશમાં કોરોનાના તમામ પ્રતિબંધો (Corona Restrictions Ends) હટાવવામાં આવશે. કોરોના વાયરસના સંક્રમણના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લગભગ બે વર્ષ બાદ 31 માર્ચથી કોવિડ-19 સંબંધિત તમામ પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે. જોકે, માસ્ક (Mask) પહેરવાના અને સામાજિક અંતર (Social Distance) જાળવવાના નિયમો અમલમાં રહેશે. 24 માર્ચ, 2020 ના રોજ પ્રથમ વખત, કેન્દ્ર સરકારે દેશમાં કોરોના વાયરસના ચેપને ફેલાતો અટકાવવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, (DM Act) 2005 હેઠળ ઘણી માર્ગદર્શિકા (Covid 19 Guidelines) બહાર પાડી હતી અને સમયાંતરે સંજોગો મુજબ ફેરફારો પણ કર્યા હતા. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા (Ajay Bhalla) એ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા 24 મહિનામાં વૈશ્વિક રોગચાળાના સંચાલનના વિવિધ પાસાઓ જેમ કે રોગની શોધ, દેખરેખ, સંપર્ક ટ્રેસિંગ, સારવાર, રસીકરણ, હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ વગેરે અંગે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે.
Union Home Secretary Ajay Bhalla writes to Chief Secretaries and Administrators of State/UTs, urging them to issue strict directions to the district and other local authorities to regulate the crowded places and take necessary measures for the management of #COVID19. pic.twitter.com/3bNBTRtgO1
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે, હવે સામાન્ય લોકો પણ કોવિડ-19 સામે લડવા માટે જરૂરી યોગ્ય વર્તન વિશે ખૂબ જાગૃત છે. તેમણે કહ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પણ તેમની ક્ષમતાઓ અને પ્રણાલીઓ વિકસાવી છે અને વૈશ્વિક રોગચાળાના સંચાલન માટે તેમની વિગતવાર વિશિષ્ટ યોજનાઓ લાગુ કરી છે.
તેમણે કહ્યું કે છેલ્લા સાત સપ્તાહમાં નવા કેસોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. ભલ્લાએ કહ્યું કે, 22 માર્ચે કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 23,913 થઈ ગઈ હતી અને ચેપનો દર 0.28 ટકા હતો.
અહીં એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે દેશમાં કોવિડ-19 વિરોધી રસીના 181.56 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ભલ્લાએ પત્રમાં જણાવ્યું હતું કે, "વૈશ્વિક રોગચાળાની હળવી પ્રકોપની સ્થિતિ અને સરકારની તૈયારીઓને ધ્યાનમાં લીધા પછી, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણે નિર્ણય લીધો છે કે COVID-19 નિયંત્રણ પગલાં માટે DM એક્ટની જોગવાઈઓને લાગુ કરવાની હવે જરૂર નથી"
31 માર્ચના રોજ સમાપ્ત થશે નિયમો
ભલ્લાના જણાવ્યા અનુસાર, લાગુ નિયમોની અવધિ 31 માર્ચે સમાપ્ત થઈ રહી છે અને તે પછી ગૃહ મંત્રાલય દ્વારા આ અંગે કોઈ વધુ આદેશ જાહેર કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોવિડ-19 સામે લડવા માટે કેટલાક પગલાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, જેમ કે માસ્ક પહેરવા અને હાથ સાફ રાખવા.
ભલ્લાએ કહ્યું, "તેથી, હું તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપીશ કે તેઓ કોવિડ-19 નિયંત્રણના પગલાં માટે ડીએમ એક્ટ, 2005 હેઠળના આદેશો અને માર્ગદર્શિકાઓને યોગ્ય રીતે દૂર કરવાનું વિચારે. તેમણે કહ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માનક ઓપરેટિંગ પગલાં અને સલાહ-સૂચનોનું પાલન કરવાનું ચાલુ રાખી શકે છે જે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સમયાંતરે નિવારણના પગલાં, રસીકરણ અને અન્ય સંબંધિત પાસાઓ માટે જાહેર કરવામાં આવે છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર