કોવિડ-19: લોકડાઉન બાદ કરવા જઇ રહ્યા છો ખરીદી, તો આ વાતોનું રાખો ધ્યાન

કોવિડ-19: લોકડાઉન બાદ કરવા જઇ રહ્યા છો ખરીદી, તો આ વાતોનું રાખો ધ્યાન
પ્રતિકાત્મક તસવીર (તસવીર - Image/shutterstock)

કોરોના વાયરસનું સંકટ હજુ પણ આપણા માથા પરથી ટળ્યું નથી. થોડી પણ લાપરવાહી સંક્રમણ ફેલાવી શકે છે.

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસનું સંકટ હજુ પણ આપણા માથા પરથી ટળ્યું નથી. લોકો ઝડપથી તેનાથી સંક્રમિત થઇ રહ્યા છે. તેવામાં આ સંક્રમણથી બચવા માટે ઉપાયો કરવા ખૂબ જરૂરી છે. થોડી પણ લાપરવાહી સંક્રમણ ફેલાવી શકે છે. જોકે, આ સમયે ઘણા રાજ્યોમાં અનલોક શરૂ થઇ ગયું છે અને લોકો પોતાના કામ અને જરૂરી ખરીદી વગેરે માટે લોકો ઘરથી બહાર નીકળવા લાગ્યા છે. તેવામાં અજાણી રીતે આ બિમારી તમને અને તમારા પરીવારને બીમાર ન કરે. આ માટે તમામ સાવધાનીઓ રાખો. જો તમે પણ જરૂરી સામાન ખરીદવા માટે કે ઓફિસના માટે ઘરથી બહાર નીકળી રહ્યા છો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખો, જેથી તમે તમારા પરીવારને સંક્રમણથી સુરક્ષિત રહી શકો.

ભીડ વાળી જગ્યાઓથી રહો દૂરસૌથી પહેલા આ વાતનું ધ્યાન રાખો કે ઘરથી બહાર નીકળતા પહેલા માસ્ક જરૂર પહેરો. તેને કોરોના સામે લડવામાં પ્રથમ અને જરૂરી હથિયાર સમજી શકો છો અને આ અંગે બિલકુલ લાપરવાહી ન કરો. માસ્ક નાક અને મોઢા દ્વારા વાયરસને શરીરમાં પ્રવેશવાથી રોકી શકે છે. જો તમે ખરીદી માટે બહાર જાવ છો તો ભીડવાળી જગ્યાથી દૂર રહો.

વધુ સમય બહાર ન રહો

જો શોપિંગ માટે જઇ રહ્યા છો તો પ્રયત્ન કરો કે બહાર વધુ સમય સુધી ન રહો. સાથે જ ઝડપથી ખરીદી વગેરે કામ પૂરા કરી પરત ઘરે જાવ. તેવામાં જરૂરી છે કે બહાર જતા પહેલા જ શું શું ખરીદી કરવી છે તેનું લીસ્ટ તૈયાર કરી લો અને તમારી બેગને સેનિટાઇઝ કરવાનું ન ભૂલો.

હાથને સેનિટાઇઝ કરો

ઘરથી બહાર નીકળ્યા પહેલા તમારા હાથ સેનિટાઇઝ કરવાનું ન ભૂલો. તો સંક્રમણના ખતરાને ધ્યાનમાં રાખતા તમે તમારા હાથોમાં ગ્લવ્સ પણ પહેરી શકો છો. ત્યાર બાદ જ ઘરેથી બહાર નીકળો. સાથે જ સમયસર તમારા હાથ સેનિટાઇઝ કરતા રહો.

ચહેરા પર વારંવાર હાથ ન લગાવો

કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખતા તેનાથી બચવા માટે તમારા આંસુ, મોઢું, નાકને હાથ ન લગાવો. તેનું કારણ એ છે કે જો તમે કોઇ સંક્રમિત વસ્તુને સ્પર્શ કર્યો હશે તો તે તમારા હાથ દ્વારા તમારા મોઢા સુધી પહોંચી શકે છે અને તેનાથી વાયરસ તમારા શરીરમાં પ્રવેશ કરી શકે છે. તેથી આ વાતનું ધ્યાન રાખો.

તમારા વાહન દ્વારા જ જાવ

કોરોના કાળમાં જો ઘરથી બહાર નીકળી રહ્યા છો તો જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ન કરો. જો તમારી પાસે તમારું પોતાનું વાહન નથી તો કેબ કે ઓટો કરીને જાવ. સુરક્ષા માટે આ ખાસ જરૂરી છે.

પરત આવીને કરો આ કામ

આ સમયે બહાર નીકળવું કોઇ ખતરાથી ઓછું નથી. તેવામાં જો તમે આ દરમિયાન ઓફિસ કે ખરીદી વગેરે કામથી ઘરથી બહાર નીકળી રહ્યા છો, તો ઘરે પરત આવીને સૌથી પહેલા બાથરૂમમાં જઇને નાહી લો. તે પહેલા ઘરની કોઇ વસ્તુઓને અડકશો નહીં અને ઘરના લોકોના સંપર્કમાં આવવાથી બચો.
Published by:News18 Gujarati
First published:June 12, 2021, 18:42 IST

ટૉપ ન્યૂઝ