સાવધાન! કોરોનાના દર્દીઓ થઇ રહ્યા છે સાઇટોમેગલો વાયરસનો શિકાર, અપોલોમાં મળ્યા 6 દર્દીઓ
સાવધાન! કોરોનાના દર્દીઓ થઇ રહ્યા છે સાઇટોમેગલો વાયરસનો શિકાર, અપોલોમાં મળ્યા 6 દર્દીઓ
પ્રતિકાત્મક તસવીર
Cytomegalovirus: આ તમામ દર્દીઓને ગત મહીને કોવિડ સંક્રમણના કારણે ગંભીર ન્યૂમોનિયા થઇ ગયો હતો. તેમને સ્ટીરોઈડના વધુ ડોઝ આપવામાં આવ્યા હતા અને સીએમવી બીમારી વિશે જાણવા મળ્યું ત્યારે તેઓ કોરોના મુક્ત થઇ ગયા હતા.
નવી દિલ્હીઃ દિલ્હીના (Delhi) ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ્સમાં 6 દર્દીઓ કોરોના વાયરસની (coronavirus) તપાસમાં સંક્રમિત થયાના 20થી 30 દિવસની અંદર સાઇટોમેગલો વાયરસ સંક્રમણની (Cytomegalovirus infection) જાણ થઇ છે. અધિકારીઓએ ગુરૂવારે જણાવ્યું કે, અપોલોમાં દાખલ કરવામાં આવેલા આ તમામ દર્દીઓને ગત મહીને કોવિડ સંક્રમણના કારણે ગંભીર ન્યૂમોનિયા થઇ ગયો હતો. તેમને સ્ટીરોઈડના વધુ ડોઝ આપવામાં આવ્યા હતા અને સીએમવી બીમારી વિશે જાણવા મળ્યું ત્યારે તેઓ કોરોના મુક્ત થઇ ગયા હતા.
સાઇટેમેગલો વાયરસ સંક્રમણ સામાન્ય હર્રપીઝ વાયરસનું સંક્રમણ છે, જેમાં ઘણા લક્ષણો દેખાવાથી લઇને તાવ અને થાકથી લઇને ગંભીર લક્ષણો, જે આંખો, મગજ અને અન્ય આંતરિક અંગોને પ્રભાવિત કરે છે. સાઇટેમેગલોવાયરસ રોડ મોટાભાગે તે દર્દીઓમાં જોવા મળે છે. જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. જેમ કે એચઆઇવી, કમ સીડી4 સંખ્યા કે કેન્સન ટ્રાન્સપ્લાન્ટ દર્દી જેને રોગપ્રતિકારક શક્તિ દબાવવા માટે દવા આપવામાં આવે છે.
6 દર્દીઓમાં છે CMV
કોવિડ-19ના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જવી અને સ્ટેરોઇડ આપવાથી સીએમવી દર્દીઓ પર હુમલો કરે છે. આ વાયરસ આમ તો આંતરિક પ્રતિરક્ષાના કારણએ 80થી 90 ટકા ભારતીયોમાં રહે છે. ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ડો. અતહર અંસારીએ કહ્યું કે, ગત મહીને અમે કોવિડ-19 બીમારી બાદ 6 દર્દીઓમાં સીએમવી રોગ વિશે જાણ્યું, જે અલગ અલગ રૂપમાં સામે આવ્યો હતો.
સીએમવીના લક્ષણ તે વાત પર નિર્ભર છે કે શરીરનો ક્યો ભાગ પ્રભાવિત થઇ રહ્યો છે. જો તે સીધો ફેફસાને અસર કરી રહ્યો છે, તો દર્દીને તાવ આવશે, શ્વાસ લેવામાં તકલીફ થશે, છાતીમાં દુખાવો કે ખાંસી થશે.
તેમણે જણાવ્યું કે કોવિડ-19ની તપાસ દરમિયાન સંક્રમિત થવાના 20-30 દિવસ બાદ દર્દીઓમાં ફેફસા અને યકૃતમાં સોજો અને હોઇપોક્સિયા અને તેમાંથી એકમાં મેલોઇડ લ્યૂકેમિયા પણ જોવા મળ્યો. હોસ્પિટલમાં સીનિયર કન્સલ્ટન્ટ ડો. અવધેશ બંસલે જણાવ્યું કે, આ દર્દીઓ સીએમવી સક્રિય થવાનું કારણ કોવિડ -19ના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી અને સ્ટેરોઇડ થેરાપીના વધુ પડતા ડોઝ આપવાથી હોય શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર