કોરોના દર્દીની સારવારનું બિલ આવ્યું 28 લાખ, પૈસા ન આપતા હોસ્પિટલે દર્દીને ડિસ્ચાર્જ કરવાની ના પાડી

કોરોના દર્દીની સારવારનું બિલ આવ્યું 28 લાખ, પૈસા ન આપતા હોસ્પિટલે દર્દીને ડિસ્ચાર્જ કરવાની ના પાડી
કોરોના દર્દીની સારવારનું બિલ આવ્યું 28 લાખ, પૈસા ન આપતા દર્દીને ડિસ્ચાર્જ કરવાની ના પાડી

કેટલીક ખાનગી હોસ્પિટલો દર્દીની બીમારીનો ફાયદો ઉઠાવીને મોટી રકમ વસૂલે છે

 • Share this:
  ગુરગ્રામ : કેટલીક ખાનગી હોસ્પિટલોએ કોરોના મહામારીને પૈસા કમાવવાનું માધ્યમ બનાવી લીધું છે. સરકારે કોવિડ-19ની (Covid-19) સારવાર માટે કિંમત નક્કી કરેલી છે પણ હોસ્પિટલની મનમાની અટકતી નથી. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલે એક કોરોના દર્દીની સારવાનું બિલ 28 લાખ બનાવ્યું હતું.

  કેટલીક ખાનગી હોસ્પિટલો દર્દીની બીમારીનો ફાયદો ઉઠાવીને મોટી રકમ વસૂલે છે આ બધા કોઈ અજાણ નથી. કોરોના મહામારીમાં ડોક્ટર્સ પોતાના જીવને ખતરામાં મુકીને દર્દીઓની સારવાર કરી રહ્યા છે અને દેશના લોકોએ તેમને ઘણા માન-સન્માન આપ્યા છે. જોકે હકીકત એવી પણ છે કે કેટલાક ડોક્ટર્સ કોરોનામાં કાળી કમાણી કરી રહ્યા છે.



  આ પણ વાંચો - કોંગ્રેસના જે MLA પર હતો ગરીબોનું રાશન ખાવાનો આરોપ, શિવરાજ સરકારમાં તે જ ખાદ્ય મંત્રી બન્યા



  આ વખતે મામલો ગુરુગ્રામનો છે. વેદાંતા હોસ્પિટલ પર આરોપ છે કે સારવારના બધા પૈસા ન આપવાના કારણે દર્દીને ડિસ્ચાર્જ કર્યો ન હતો. ફરિયાદમાં એ પણ આરોપ છે કે કોરોના દર્દીનું 40 દિવસની સારવારનું બિલ 28 લાખ બનાવી દીધું હતું.

  તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે કોરોના મહામારીમાં સારવાર માટે કિંમત નક્કી કરી હતી. આમ છતા ખાનગી હોસ્પિટલની મનમાની અને સારવારના નામે લૂંટ ચલાવવાની ઘટના સામે આવી રહી છે. આ મામલે ફરિયાદ મળતા જિલ્લા પ્રશાસને હોસ્પિટલને શો કોઝ નોટિસ જાહેર કરી છે. ગુરુગ્રામમાં આ પ્રકારનો પ્રથમ બનાવ નથી. આ પહેલા પણ આવા ઘણા બનાવો સામે આવ્યા છે
  Published by:Ashish Goyal
  First published:July 13, 2020, 16:38 pm

  ટૉપ ન્યૂઝ