COVID-19 in India: ભારતમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક, અનેક દેશોમાં પણ ચિંતા વધી: WHO

પ્રતીકાત્મ તસવીર: Shutterstock

WHO on Coronavirus in India: ઘેબ્રેયસસે શુક્રવારે મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે, "ભારતcમાં ચિંતાજનક સ્થિતિ બની છે. અહીં અનેક રાજ્યોમાંથી સતત પરેશાન કરતા મોતના આંકડા સામે આવી રહ્યા છે."

  • Share this:
    જિનેવા: વિશ્વ આરોગ્ય સંગઠન (World health organization)ના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે (Tedros Adhanom Ghebreyesus) ભારતની કોવિડ-19 સ્થિતિ પર ચિંતા વ્યક્તિ કરી છે. આ દરમિયાન તેમણે અનેક અન્ય દેશોનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યાં હાલત ખરાબ થઈ રહી છે. સંગઠન પ્રમુખે ચેતવણી આપી છે કે દુનિયા માટે કોરોના મહામારી (Corona pandemic)ની બીજું વર્ષ પહેલા વર્ષની સરખામણીમાં અનેકગણું વધારે ઘાતક રહેશે. ખાસ વાત એ છે કે ભારતમાં છેલ્લા થોડા દિવસોથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.

    ઘેબ્રેયસસે શુક્રવારે મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે, "ભારતcમાં ચિંતાજનક સ્થિતિ બની છે. અહીં અનેક રાજ્યોમાંથી સતત પરેશાન કરતા મોતના આંકડા સામે આવી રહ્યા છે." તેમણે ભારતની મદદ માટે અન્ય દેશોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, "અમે એવા તમામ હિતકારીઓનો આભાર માનીએ છીએ જેઓ ભારતની મદદ કરી રહ્યા છે."

    આ પણ વાંચો: 'લવ યૂ જિંદગી' ગીત પર હૉસ્પિટલના બેડ પર ઝૂમતી નજરે પડેલી યુવતી કોરોના સામે જંગ હારી!

    આ દરમિયાન તેમણે જાણકારી આપી કે WHO પણ સતત ભારતની મદદ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, WHO તરફથી હજારો ઑક્સીજન કન્સન્ટ્રેટર્સ, મોબાઇલ ફીલ્ડ હૉસ્પિટલો માટે ટેન્ટ્સ, માસ્ક અને બીજી મેડિકલ સામગ્રી મોકલવામાં આવી રહી છે.

    આ પણ વાંચો: આગામી અઠવાડિયે લૉંચ થશે DRDOની કોરોના દવા 2-ડીજી, દર્દીઓ માટે સાબિત થશે 'રામબાણ'

    ફક્ત ભારતમાં જ કોવિડની સ્થિતિ ખરાબ નથી

    આ દરમિયાન WHOનાં વડાએ કહ્યું કે, ભારત નહીં અનેક દેશોમાં ઇમરજન્સી જેવી સ્થિતિ બની છે. તેમણે કહ્યું, નેપાળ, શ્રીલંકા, કમ્બોડિયા, થાઇલેન્ડ, ઇજિપ્ત વગરે દેશો હૉસ્પિટલમાં દાખલ થવાનો દર અને વધારે કેસ સામે આવી રહ્યાનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, અમેરિકાના અનેક દેશોમાં હજુ પણ કેસની સંખ્યા ખૂબ વધારે છે, એક ક્ષેત્ર તરીકે અમેરિકા ગત અઠવાડિયે કોવિડ-19ના 40 ટકા કેસ માટે જવાબદાર હતું.

    આ પણ વાંચો: અમદાવાદ: હની ટ્રેપ મામલે ધરપકડ કરાયેલા મહિલા PIએ સેનિટાઇઝર પી લીધું

    તેમણે કહ્યુ કે, "આફ્રિકાના પણ અમુક દેશોમાં કેસની સંખ્યા વધી રહી છે. પહેલા જ દુનિયાભરમાં કોવિડ-19થી 33 લાખથી વધારે મોત થઈ ચૂક્યા છે. આપણે આ મહામારીના બીજા વર્ષે પહેલાની સરખામણીમાં વધારે ઘાત થવાના રસ્તા પર છીએ."
    Published by:Vinod Zankhaliya
    First published: