Corona Pandemic: દેશમાં 24 કલાકમાં વધુ 35,499 લોકો સંક્રમિત, 447 દર્દીનાં મોત

India Fights Corona: ભારતમાં કોવિડ રિકવરી રેટ 97.40 ટકા થયો, 24 કલાકમાં વધુ 39,686 દર્દી સાજા થયા

India Fights Corona: ભારતમાં કોવિડ રિકવરી રેટ 97.40 ટકા થયો, 24 કલાકમાં વધુ 39,686 દર્દી સાજા થયા

  • Share this:
    Corona Pandemic in India, 9 August 2021: સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 35,499 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 447 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,19,69,954 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 50,86,64,759 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારના 24 કલાકમાં 16,11,590 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    કોવિડ-19 મહામારી (Coronavirus Pandemic) સામે લડીને 3 કરોડ 11 લાખ 39 હજાર 457 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 39,686 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.40 ટકા છે. હાલમાં 4,02,188 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,28,309 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

    આ પણ વાંચો, અભ્યાસમાં દાવો: નબળી ઇમ્યૂનિટી ધરાવતા લોકોને પહેલા વેક્સિન આપીને રોકી શકાય છે કોરોના સંક્રમણ

    ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 8 ઓગસ્ટ, 2021 સુધીમાં ભારતમાં કુલ 48,17,67,232 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. શનિવારના 24 કલાકમાં 17,22,221 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.


    ગુજરાત (Gujarat Corona Cases) માં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 25 કેસ નોંધાયા છે. જેની સામે 14 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10077 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકા છે. અત્યાર સુધીમાં 3,65,81,478 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. રવિવારે 3,85,461 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

    આ પણ વાંચો, વેક્સીનના બે ડોઝ લગાવી ચૂકેલા લોકો 15 ઓગસ્ટથી મુંબઈ લોકલમાં સફર કરી શકશે

    નોંધનીય છે કે, ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ અમદાવાદમાં 3, સુરતમાં 3, વડોદરામાં 4, ગાંધીનગરમાં 2, જામનગર, વલસાડમાં 1-1 સહિત કુલ 14 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં હાલમાં કુલ 207 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 201 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 814761 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: