Coronavirus Live Updates India, 29 August 2021: ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ (Corona Pandemic in India) ચિંતાજનક થતી હોય એવું લાગી રહ્યું છે. તેમાં ખાસ કરીને કેરળ રાજ્યમાં કોરોના બેકાબૂ (Kerala Corona Cases) થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં વધુ 31,265 લોકો સંક્રમિત થયા છે અને 153 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ 4831 નવા કેસ (Maharashtra Corona New Cases) નોંધાયા છે અને 126 દર્દીનાં મોત થઈ ગયા છે. બીજી તરફ, દેશના રિકવરી રેટ (Covid Recovery Rate) પણ થોડો ઘટી જતાં તે 97.53 ટકા થઈ ગયો છે.
63 કરોડથી વધુ લોકોને કોવિડની વેક્સીન અપાઈ
રવિવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 45,083 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 460 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,26,95,030 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 63,09,17,927 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 73,85,866 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં કુલ 3 કરોડ 18 લાખથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી
કોવિડ-19 મહામારી (COVID-19 Pandemic) સામે લડીને ભારતમાં 3 કરોડ 18 લાખ 88 હજાર 642 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 35,840 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.53 ટકા છે. હાલમાં 3,68,558 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,37,830 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 28 ઓગસ્ટ, 2021 સુધીમાં કુલ 51,86,42,929 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. શનિવારના 24 કલાકમાં 17,55,327 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં (Gujarat Coronavirus updates) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 10 કેસ નોંધાયા છે. જેની સામે 14 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10081 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યાર સુધીમાં 4,54,69,490 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 4,32,039 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો, અમદાવાદમાં 4, સુરતમાં 1, વડોદરામાં 3, જામનગર, મહિસાગરમાં 1-1 સહિત કુલ 10 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ અમદાવાદમાં 4, સુરતમાં 2, વડોદરામાં 5, અમરેલી, ભાવનગર, દાહોદમાં 1-1 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 151 એક્ટિવ કેસ છે, જેમાં 4 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 147 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 815154 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર