Corona Pandemic in India, 10 August 2021: મંગળવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 28,204 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 373 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,19,98,158 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 51,45,00,268 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારના 24 કલાકમાં 54,91,647 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
વિશેષમાં, કોવિડ-19 મહામારી (Coronavirus Pandemic) સામે લડીને 3 કરોડ 11 લાખ 80 હજાર 968 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 41,511 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.40 ટકા છે. હાલમાં 3,88,508 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,28,682 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
India reports 28,204 new cases, the lowest in 147 days. Active caseload currently at 3,88,508 and recovery rate at 97.45% pic.twitter.com/LeJ61dMn9D
કોરોના સેમ્પલ ટેસ્ટિંગ (Corona Sample Testing)ની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 9 ઓગસ્ટ, 2021 સુધીમાં ભારતમાં કુલ 48,32,78,545 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના 24 કલાકમાં 15,11,313 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોના વાયરસના (Coronavirus Cases in Gujarat) 19 કેસ નોંધાયા છે. રાજ્યના ઘણા જિલ્લામાં કોરોના વાયરસના કેસ શૂન્ય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 19 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 17 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં આજે એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,778 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ગુજરાતમાં હાલ 209 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 204 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,778 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10077 લોકોનાં મોત થઇ ચુક્યા છે. રાજકોટ કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત 2, સુરત કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 2, અમદાવાદ 1, ભાવનગર 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, અને વડોદરામાં 1 કેસ નોંધાયો હતો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર