અમેરિકામાં માસ્ક પહેરવા બાબતે નવી માર્ગદર્શિકાથી લોકો મૂંઝવણમાં, ઈન્ટરનેટ પર સવાલોનો મારો

અમેરિકામાં માસ્ક પહેરવા બાબતે નવી માર્ગદર્શિકાથી લોકો મૂંઝવણમાં, ઈન્ટરનેટ પર સવાલોનો મારો
માસ્કના નિયમને લઈને લોકો મૂંઝાયા.

અમેરિકામાં જે લોકોએ રસી મૂકાવી લીધી હોય તેમને ઘરની બહાર માસ્ક પહેરવાની જરૂર નથી. જોકે, કોઈ ટોળામાં હોવ ત્યારે માસ્ક પહેરવું પડશે.

  • Share this:
ન્યૂયોર્ક: અમેરિકામાં જે લોકોએ રસી મૂકાવી લીધી હોય તેમને ઘરની બહાર માસ્ક પહેરવાની જરૂર નથી. જોકે, કોઈ ટોળામાં હોવ ત્યારે માસ્ક પહેરવું પડશે. બીજી તરફ હજુ રસી લીધી ન હોય, તેમને પણ કેટલાક કિસ્સામાં માસ્ક પહેરવમાં છૂટ આપવામાં આવી છે. ત્યારે અમેરિકામાં સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા માસ્કના ઉપયોગને લઈ આપેલી આ સલાહના કારણે ઘણા અમેરિકનો મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. આ જાહેરાતના પગલે ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર નવા નિયમોને વધુ સારી રીતે સમજવા માટે લોકો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC) દ્વારા લોકો ઘરની બહાર એકબીજાથી 6 ફૂટથી નજીક હોય ત્યારે માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવતી હતી. આ નિયમ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં રાજકીય મુદ્દો બન્યો હતો. રિપબ્લિકન દ્વારા માસ્ક પહેરવાનો વિરોધ થયો તો ડેમોક્રેટ માસ્ક પહેરવાની તરફેણ કરતા હતા. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયામાં કેટલાક ડેમોક્રેટનું કહેવું છે કે, માસ્ક પહેરવાથી તેઓ રિપબ્લિકન જેવા દેખાશે!આ પણ વાંચો: અમદાવાદ: 'યે આદમી ટોળે કા વીડિયો બનતા હૈ, ઈસકો મારો,' પોલીસકર્મી સાથે ટપલીદાવ

હવે જ્યારે CDC દ્વારા નવી જાહેરાત થઈ તો લોકો જાત જાતના પ્રશ્નો પૂછી રહ્યા છે. રસી મૂકાવેલી હોય અને રસી ન લીધી હોય તેવા લોકોને કેવી રીતે અલગ પડી શકાય તેવા સવાલો ઊભા થયા છે.

અમેરિકામાં ઘણા લોકો માસ્ક પહેરવા અને રસી મૂકાવવાનો વિરોધ કરે છે. જેને એન્ટી માસ્કર્સ, એન્ટી વેકસર્સ કહેવાય છે. આવા લોકોએ CDCની જાહેરાતને પગલે અનેક કોમેન્ટ કરી હતી. તેમણે ક્યારેય માસ્ક પહેર્યું નથી અને પહેરશે પણ નહીં તેવો દાવો કર્યો હતો. ઘણા રિપબ્લિકન અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટેકેદારોએ CDC દ્વારા અપાયેલી માર્ગદર્શિકાને અનુસારવાનો નનૈયો ભણી દીધો હતો.

આ પણ વાંચો: એક તરફી પ્રેમમાં પાગલ યુવક કુહાડી સાથે લગ્નમાં પહોંચ્યો, દુલ્હાની નજર સાથે દુલ્હનના સેંથામાં ભર્યું સિંદૂર

કોરોના વાયરસના કારણે અમેરિકામાં 5,70,000 લોકોનાં મોત થયા છે ત્યારે જીવન ફરીથી પાટે ચડાવવા CDC દ્વારા કાળજીપૂર્વક પગલું લેવાયું છે. અમેરિકામાં અત્યારે અડધાથી વધુ પુખ્તવયના લોકોએ કોરોનાવાયરસ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવી લીધો છે. ત્રીજા ભાગના લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે.આમ તો અમેરિકનો છેલ્લા કેટલાક અઠવાડિયાથી CDCની માર્ગદર્શિકામાં છે, તેવી રીતે વર્તી રહ્યા છે. તેને હવે CDCએ પણ સમર્થન આપ્યું છે. જે લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવે છે અને જેઓએ નથી લીધી તેમના માટે CDCની ભિન્ન સલાહ છે. જે લોકોએ ફાઇઝર અથવા મોડર્ના રસીના બંને ડોઝ અથવા જ્હોનસન એન્ડ જ્હોનસન ફોર્મ્યુલાનો એક ડોઝ નથી લીધો તેઓને વેકસીન ન લીધેલા લોકોમાં ગણવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સુરતનો વિચિત્ર કિસ્સો: લગ્ન બાદ ગુમ થયેલો પતિ પત્નીના બીજા લગ્ન બાદ અચાનક પ્રગટ્યો, સાળાની પત્નીની છેડતી કરી!

આવા લોકોને ઘરની બહાર નીકળી માસ્ક પહેરવું પડશે. જ્યારે સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે તેવા લોકોને માસ્ક પહેરવાની જરૂર નથી. અલબત્ત કોન્સર્ટ કે સપોર્ટ ઇવેન્ટ સહિતના ભીડવાળા સ્થળોએ તો તમામ લોકોને માસ્ક પહેરવું પડશે. આ ઉપરાંત CDCએ હેર સલૂન, રેસ્ટોરન્ટ, શોપિંગ સેન્ટર, મ્યુઝિયમ અને મોવી થિયેટર સહિતના સ્થળોની અંદર પણ માસ્ક પહેરવા સલાહ આપી છે.
Published by:News18 Gujarati
First published:May 15, 2021, 15:11 pm

ટૉપ ન્યૂઝ