Home /News /national-international /Omicron XBB Variant : ઓમિક્રોનનો સૌથી ઘાતક સબ વેરિએન્ટની ભારતમાં એન્ટ્રી, 59 જીનોમ સિક્વેંસમાં થઈ પુષ્ટિ

Omicron XBB Variant : ઓમિક્રોનનો સૌથી ઘાતક સબ વેરિએન્ટની ભારતમાં એન્ટ્રી, 59 જીનોમ સિક્વેંસમાં થઈ પુષ્ટિ

ઓમિક્રોનના ઘાતક સબ વેરિએન્ટની ભારતમાં થઈ એન્ટ્રી

દેશમાં ઓમિક્રોનનો વધુ એક નવો સબ વેરિએન્ટ મળ્યો છે. વૈજ્ઞાનિકોએ તેને એક્સબીબીનું નામ આપ્યું છે, જે ઓમિક્રોનથી જોડાયેલ સબ વેરિએન્ટમાંથી સૌથી વધારે ગંભીર માનવામાં આવી રહ્યો છે.

    નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોનનો વધુ એક નવો સબ વેરિએન્ટ મળ્યો છે. વૈજ્ઞાનિકોએ તેને એક્સબીબીનું નામ આપ્યું છે, જે ઓમિક્રોનથી જોડાયેલ સબ વેરિએન્ટમાંથી સૌથી વધારે ગંભીર માનવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વેરિએન્ટ બાંગ્લાદેશ, યૂરોપ અને ઉત્તરી અમેરિકાના અમુક ભાગોમાં હતો, પણ છેલ્લા કેટલાક મહિનામાં તે ભારતના કેટલાય રાજ્ય સુધી પહોંચી ગયો છે.

    તેમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, તમિલનાડૂ, ગુજરાત અને રાજસ્થાન સામેલ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ભારત અત્યાર સુધીમાં 59 જીનોમ સીક્વેસિંગમાં એક્સબીબી વેરિએન્ટની પુષ્ટિ થઈ છે. તો વળી દર્દીઓની સંખ્યાના આધાર પર જોઈએ તો, લગભગ 82 કોરોના દર્દીઓમાં આ સબ વેરિએન્ટ મળ્યા છે.

    આ પણ વાંચો: દીકરીને સલામ, કોરોનામાં પિતા ગુમાવ્યા, ગાંઠિયાની દુકાન ચલાવી પરિવારને બેઠો કર્યો

    આવી રીતે બને છે નવો વેરિએન્ટ


    નવી દિલ્હી સ્થિત સીએસઆઈઆર-આઈજીઆઈબીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. વિનોદ સ્કારિયાએ જણાવ્યું કે, જ્યારે કોઈ એક દર્દીના શરીરમાં બે સબ વેરિએન્ટ ભેગા થાય છે, તેમાંથી એક નવો વેરિએન્ટ બને છે અને તે દર્દી દ્વારા સમાજના અન્ય લોકોના શરીરમાં પ્રવેશ કરે છે. જો કે, આ પ્રક્રિયા ખૂબ જ દુર્લભ હોય છે, જો કે એવું બની પણ શકે છે.

    સિંગાપુરમાં આવ્યો ઉછાળો


    ભારતીય વૈજ્ઞાનિકો અનુસાર, છેલ્લા કેટલાક અઠવાડીયામાં સિંગાપુરમાં કોરોનાના કેસોમાં ખૂબ ઉછાળો આવ્યો છે. અહીં સંક્રમણના કારણે મરનારા લોકોની સંખ્યા પણ વધી છે. અત્યાર સુધી પ્રારંભિક સાક્ષ્યના આધાર પર તેને ઓમિક્રોનના નવા સબ વેરિએન્ટ એક્સબીબીની અસર કહેવાય છે, જે રસીકરણ બાદ પણ લોકોને સંક્રમિત કરી શકે છે અને એન્ટીબોડીનું સ્તર ઘટાડી શકે છે.

    આ પણ વાંચો: કોરોના બાદ બાળકોમાં આવી નવી બીમારી, શું છે આ ટોમેટો ફીવર, જાણો તેના લક્ષણો

    સંક્રમણના 2678 નવા કેસો મળ્યા, 10ના મોત


    દેશમાં કોરોનાના 2678 નવા કેસ આવ્યા છે. આ દરમિયાન 10 દર્દીઓના મોત પણ થયા છે. કુલ દર્દીઓની સંખ્યા વધીને 4,46,23,997 થઈ ગઈ છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 26,583 પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત અત્યાર સુધી 5,28,857 લોકોના મોત થઈ ચુક્યા છે. ભારતમાં દૈનિક સંક્રમણ દર 1.13 ટકા અને સાપ્તાહિક સંક્રમણ દર 1.07 ટકા નોંધાયા છે. અત્યાર સુધી દેશમાં 4,40,68,557 લોકો સંક્રમિત થયા બાદ ઠીક થયા છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Corona Case in India, Omicron variant

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन