શ્રમિકો પાસેથી ભાડાની વસૂલી પર રેલવેની સ્પષ્ટતાઃ અનેક બર્થ રખાય છે ખાલી, રાજ્યો પાસેથી માંગ્યો માત્ર 15 ટકા ચાર્જ

શ્રમિકો પાસેથી ભાડાની વસૂલી પર રેલવેની સ્પષ્ટતાઃ અનેક બર્થ રખાય છે ખાલી, રાજ્યો પાસેથી માંગ્યો માત્ર 15 ટકા ચાર્જ
પ્રવાસી શ્રમિકો પાસેથી ભારતીય રેલવે દ્વારા ભાડું વસૂલવાનો મામલો વેગ પકડતો જઈ રહ્યો છે

પ્રવાસી શ્રમિકો પાસેથી ભારતીય રેલવે દ્વારા ભાડું વસૂલવાનો મામલો વેગ પકડતો જઈ રહ્યો છે

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના સંકટની વચ્ચે લૉકડાઉન (Lockdown)માં ઘરે પરત ફરી રહેલા પ્રવાસી શ્રમિકો (Migrant Workers) માટે સરકાર નોન-સ્ટોપ ટ્રેનો દોડાવી રહી છે. પરંતુ શ્રમિકો પાસેથી રેલવે ભાડું વસૂલવાનો મામલો વેગ પકડતો જઈ રહ્યો છે. એવામાં રેલ મંત્રાલય (Railway Ministry)એ સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે. રેલ મંત્રાલયે કહ્યું કે મજૂરોને કોઈ ટિકિટ નથી વેચવામાં આવતી. રાજ્યો પાસેથી માત્ર કુલ ભાડાના 15 ટકા ચાર્જ માંગવામાં આવી રહ્યો છે. બીજી તરફ, સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)ના કારણે ટ્રેનની અનેક બર્થ ખાલી રાખવામાં આવી રહી છે.

  રેલવેએ કહ્યું કે, ભારતીય રેલવે પ્રવાસી શ્રમિકોને ટિકિટ માટે સામાન્ય ચાર્જ વસૂલી રહી છે, તે પણ રાજ્ય સરકાર પાસેથી માત્ર 15 ટકા જ લેવામાં આવી રહ્યા છે. રેલવે તરફથી કોઈ ટિકિટ વેચવામાં નથી આવી રહી, માત્ર તે મુસાફરોને ટ્રેનમાં બેસાડવામાં આવી રહ્યા છે જેમની જાણકારી રાજ્ય સરકારો આપી રહી છે. બીજી તરફ, સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે ટ્રેનની અનેક બર્થ ખાલી રાખવામાં આવી રહી છે.
  આ પણ વાંચો, સોનિયા ગાંધીની જાહેરાતઃ ઘરે પરત ફરી રહેલા શ્રમિકોની રેલવે ટિકિટનો ખર્ચ કૉંગ્રેસ ઉઠાવશે

  રેલવે તરફથી નિવદેન આપવામાં આવ્યું છે કે, શ્રમિક ટ્રેનથી જ્યારે મજૂરોને છોડી દેવામાં આવે છે તો ટ્રેન ખાલી જ પરત આવી રહી છે. મુસાફરી દરિમયાન પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ રહ્યું છે. અનેક બર્થ ખાલી રાખવામાં આવી રહી છે. દરેક પ્રવાસી મજૂરને રેલવે તરફથી મફત ખાવાનું અને પાણીની બોટલ આપવામાં આવી રહી છે.

  પ્રવાસી શ્રમિકો માટે કેન્દ્ર સરકારે જે ટ્રેનો દોડાવી રહી છે તેનું નામ શ્રમિક ટ્રેન આપવામાં આવ્યું છે. અત્યાર સુધી 34 શ્રમિક સ્પેશલ ટ્રેન દોડાવવામાં આવી ચૂકી છે. રેલવેના સૂત્રોનું કહેવું છે કે પ્રવાસી શ્રમિકોની મુસાફરી પહેલા જ સબ્સિડી પર હતી. સૂત્ર મુજબ, કેન્દ્ર તરફથી જ મજૂરોનું સ્ક્રીનિંગ, ડૉક્ટર, સુરક્ષા, રેલવે સ્ટાફનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

  બીજી તરફ, કૉંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવ્યો કે મોદી સરકાર શ્રમિકો પાસેથી મુસાફરીના પૈસા વસૂલી રહી છે, જ્યારે પીએમ કેર્સ ફંડમાં કરોડો રૂપિયા એકત્ર થઈ રહ્યા છે.

  આ પણ વાંચો, લૉકડાઉન-3: દેશમાં બસ અને ટ્રેનમાં કોને મુસાફરી કરવાની મંજૂરી, MHAએ કરી સ્પષ્ટતા
  Published by:News18 Gujarati
  First published:May 04, 2020, 11:38 am

  ટૉપ ન્યૂઝ