liveLIVE NOW

કોરોનાના અંધકારને દૂર કરીએ, 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ સુધી દિવો પ્રગટાવીએઃ PM મોદી

કોરોના લૉકડાઉનમાં દેશવાસીઓએ અનુશાસન અને સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું- PM મોદી

  • News18 Gujarati
  • | April 03, 2020, 09:20 am
    facebookTwitter
    LAST UPDATED Fri Apr 03 2020

    AUTO-REFRESH

    09:26 (IST)
    PM મોદીનો દેશવાસીઓને વીડિયો સંદેશ


    09:25 (IST)
    પીએમ મોદીએ કહ્યું કે, લૉકડાઉનનો સમય જરૂરી છે. આપણે પોતપોતાના ઘરમાં જરૂર છો પરંતુ આપણામાંથી કોઈ એકલું નથી. 130 કરોડ દેશવાસીઓની સમૂહ શક્તિ દર વ્યક્તિની સાથે છે. આ કોરોના સંકટથી જે અંધકાર અને અનિશ્ચિતતા ઊભી થઈ છે તેને સમાપ્ત કરવા આપણે પ્રકાશ અને નિશ્ચિતતાની તરફ વધવાનું છે. આ અંધકારમય કોરોના સંકટને પરાજિત કરવા માટે આપણે પ્રકાશના તેજને ચારેય દિશામાં ફેલાવવાનો છે.

    09:12 (IST)
    ચાલો સૌ ભેગા થઈને કોરોનાની મહામારીને હરાવીએ અને ભારતને વિજયી બનાવીએઃ PM મોદી

    09:09 (IST)
    5 એપ્રિલે કોરોનાના અંધકારને પડકારી રાત્રે 9 વાગ્યે ઘરની તમામ લાઇટો બંધ કરીને 9 મિનિટ સુધી મીણબત્તી કે દિવો પ્રગટાવીએ. આ પ્રકાશથી આપણે આપણા મનમાં સંકલ્પ કરીએ આપણે એકલા નથી.

    09:07 (IST)

    કોરોના અંધકાર અને અનિશ્ચિતતા ઊભી થઈ છે તેમાંથી દેશને પ્રકાશ તરફ લઈ જવાના છે.

    09:04 (IST)

    પીએમ મોદીએ વીડિયો સંદેશ પાઠવી દેશવાસીઓની કામગીરીને બિરદાવી


    09:02 (IST)
    કોરોના લૉકડાઉનમાં દેશવાસીઓએ અનુશાસન અને સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું - PM મોદી

    08:02 (IST)
    પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું હતું કે આગામી કેટલાક સપ્તાહમાં બધાએ ધ્યાન કોરોના વાયરસ સાથે જોડાયેલી તપાસ, સંક્રમિતોને શોધ કરવી, તેમને અલગ-થલગ રાખવા પર કેન્દ્રીત રહેવું જોઈએ.

    નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) દેશમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના કારણે ઉત્પન્ન થયેલી સ્થિતિઓ અને લોકડાઉનને (Lockdown) લઈને ગુરુવારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી. આ પછી PM મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જાણકારી આપી હતી કે તેઓ આજે એટલે કે 3 એપ્રિલે સવારે 9 વાગ્યે દેશવાસીઓ માટે એક વીડિયો સંદેશ જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા દેશવાસીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી.