Home /News /national-international /Fact Check: આજે રાતે 12 વાગ્યાથી 7 દિવસ સુધી લાગશે લોકડાઉન? ભારત સરકારે આ વીડિયો પર કરી સ્પષ્ટતા
Fact Check: આજે રાતે 12 વાગ્યાથી 7 દિવસ સુધી લાગશે લોકડાઉન? ભારત સરકારે આ વીડિયો પર કરી સ્પષ્ટતા
લોકડાઉનની સ્થિતી (ફાઈલ ફોટો)
કોરોના વાયરસને લઈને વધતી ચિંતાઓની વચ્ચે સોશિયલ મીડિયા પર લોકોમાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે અને કેટલીય જાણકારી શેર કરી રહ્યા છે. જો કે, તેમાંથી કેટલાય સૂચનાઓ ભ્રામક અને તદ્દન ખોટી સાબિત થઈ રહી છે.
નવી દિલ્હી: ચીનમાં કોરોના વાયરસ મહામારીએ હાહાકાર મચાવી રાખ્યો છે. અમુક મીડિયા રિપોર્ટમાં એક લીક દસ્તાવેજના હવાલેથી દાવો કર્યો છે કે, ત્યાં કોવિડ 19થી સંક્રમિત દર્દીઓની સંખ્યા લગભગ 25 કરોડ સુધી પહોંચી ચુકી છે. ચીનની હાલત જોઈને ભારતમાં પણ સરકારે આ વાયરસથી લડવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. કેન્દ્ર તરફથી તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ- 19ના કેસો પર દેખરેખ રાખવા અને લોકોની વચ્ચે કોવિડ અનુકૂળ વ્યવહાર કરવાની સલાહ આપવામાં આવે છે.
કોરોના વાયરસને લઈને વધતી ચિંતાઓની વચ્ચે સોશિયલ મીડિયા પર લોકોમાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે અને કેટલીય જાણકારી શેર કરી રહ્યા છે. જો કે, તેમાંથી કેટલાય સૂચનાઓ ભ્રામક અને તદ્દન ખોટી સાબિત થઈ રહી છે. આવો જ એક વીડિયો યૂટ્યૂબ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કર્યો હતો કે, ભારતમાં કોવિડ19 મહામારીની ચોથી લહેર આવી ગઈ છે અને તેના કારણે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન લાગૂ કરવાની જાહેરાત કરી છે. તેમાં એવું પણ કહેવાયું છે કે, સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ બાદ આજે એટલે કે, શનિવારની રાતે 12 વાગ્યાથી 7 દિવસ સુધી લોકડાઉન લાગૂ રહેશે.
‘CE News’ नामक एक #YouTube चैनल के वीडियो में यह दावा किया जा रहा है कि आज रात 12 बजे से 7 दिन तक भारत बंद रखने का फैसला लिया गया है#PIBFactCheck
જો કે, સરકાર તરફથી આ વીડિયોને નકલી ગણાવ્યો છે. PIB Fact Check તરફથી આ સંબંધમાં ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘CE News નામના એક યૂટ્યૂબ ચેનલનો વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આજે રાતના 12 વાગ્યાથી 7 દિવસ સુધી ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે. ભારત સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી.
આપને જણાવી દઈએ કે, ભારતમાં કોરોના વાયરસ સંક્રમણ ઘણા બધા અંશે નિયંત્રણમાં છે. અહીં શુક્રવારે એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ 163 નવા કેસ સામે આવ્યા છે. ત્યાર બાદ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 3380 થઈ ગઈ છે. તેથી લોકોને સલાહ આપવામાં આવે છેકે સોશિયલ મીડિયા પર જોવા મળતી જાણકારી પર વિશ્વાસ કરવો નહીં અને પોતાના સ્તરે તપાસો અને ચકાસી જ આગળ કોઈને શેર કરવાનું રાખો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર