દુનિયાભરના 15 કરોડ લોકોથી બનેલા તબલીગી જમાતનો શું છે ઉદ્દેશ્ય?

News18 Gujarati
Updated: March 31, 2020, 11:44 AM IST
દુનિયાભરના 15 કરોડ લોકોથી બનેલા તબલીગી જમાતનો શું છે ઉદ્દેશ્ય?
File Photo

એવો દાવો કરવામાં આવે છે કે દુનિયાના એવો કોઈ દેશ નથી જ્યાં જમાતની પહોંચ ન હોય કે તેમના માણસો ન હોય

  • Share this:
નવી દિલ્હીઃ ફરી એકવાર તબલીગી જમાત (Tablighi jamaat) ચર્ચામાં છે. તાજેતરનો મામલો મરકજ (Markaz)માં હજારો લોકોને એકત્ર થવાનો છે. દેશભરમાં લૉકડાઉન (Lockdown) લાગુ છે ત્યારે હજારો લોકો એકત્ર થયા અને તેમાં કેટલાક વિદેશીઓ પણ હતા. આ પહેલા જમાત દેવબંદ (Deoband)ની સાથે કેટલાક વિવાદો ચર્ચામાં આવ્યા હતા. એવો દાવો કરવામાં આવે છે કે દુનિયાના એવો કોઈ દેશ નથી જ્યાં જમાતની પહોંચ ન હોય કે તેમના માણસો ન હોય. લાખોની ભીડની સોથ જમાત ભોપાલમાં દર વર્ષે એક મોટો ‘ઈજ્તિમા’ પણ કરે છે.

આ છે તબલીગી જમાત સાથે જોડોયલા કેટલાક દાવોઓ

તબલીગી જમાત સાથે જોડાયેલા ઉલેમાઓનો દાવો છે કે જમાત દુનિયાના દરેક દેશમાં ફેલાયેલી છે. જમાત સાથે દુનિયાભરમાં લગભગ 15 કરોડ લોકો જોડોયલા છે. ઉલમાઓનો દાવો છે કે જમાત કોઈ સરકારી મદદ નથી લેતી. જમાતની પોતાની કોઈ વેબસાઇટ, અખબાર કે ચેનલ નથી. ભારતમાં જમાતની હેડ ઓફિસ દિલ્હીમાં હજાર નિઝામુદ્દીન દરગાહની પાસે મરકજના નામથી છે. જમાતની એક ખાસ વાત એ છે કે તે પોતાના એક અમીર (અધ્યક્ષ) ચૂંટે છે અને તેમના અનુસાર તમામ કાર્યક્રમ યોજાય છે.

તબલીગી જમાતનો ઉદ્દેશ્ય

તબલીગી જમાત સાથે જોડાયેલા ઉલેમાઓનો દાવો છે કે કોઈ સંગઠન કે અલગ વર્ગ નથી. તેમનું કામ માત્ર એટલું છે કે દરેક શહેર અને ગામે ફરીને લોકોને ઈસ્લામ પર સાચા માર્ગે ચાલવાની જાણકારી આપવી. સારા અને ખોટાના ફરકને સમજવાનો છે. વેપાર કે નોકરીમાંથી કરવામાં આવેલી કમાણીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે જાણકારી પણ જમાત આપે છે. જમાત જે શહેર કે ગામમાં પણ જાય છે ત્યાં તેઓ હંમેશા મસ્જિદોમાં જ રોકાય છે.

દેવબંધ અને તબલીગી જમાતની વચ્ચે થયો હતો આ વિવાદદારૂલ ઉલૂમ દેવબંદ પણ જમાત પર ગંભીર આરોપ લગાવી ચૂક્યું છે. જેને લઈને ખાસો હોબાળો થયો હતો. જાણકારોનું માનીએ તો દારૂલ ઉલૂમ દેવબંધે જમાતના ભારતમાં સદર (અધ્યક્ષ) મૌલાના સાદ પર ઈસ્લામિક શરિયતનો ખોટો અર્થ જણાવવા અને અલ્લાહના પેગંબરોનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેઓએ એમ પણ કહ્યું હતું કે મૌલાના સાદ ગેરમાર્ગે દોરાયા છે અને તેમના વિના કોઈ વિલંબ વગર ભૂલ સ્વીકારવી જોઈએ.

આ પણ વાંચો, કોરોનાથી ડરવાની જરૂર નથી, ભારત આ જંગ સરળતાથી જીતી જશેઃ ડૉ. રેડ્ડીનો દાવો

જમાત પર ક્યારે અને કયા-કયા આરોપ લાગ્યા?  

- 17 નવેમ્બર 2011ના રોજ વિકિલીક્સે ખુલાસો કરતાં કહ્યું હતું કે તબલીગી જમાતની મદદથી ભારતમાં અલ-કાયદાનું નેટવર્ક સાથે જોડાયેલા લોકો દ્વારા રૂપિયા અને વિઝા મેળવવામાં આવી રહ્યા છે. જોકે જમાતના ઉલેમાઓએ આ દાવાઓને ફગાવી દેતાં કહ્યું હતું કે જમાત માત્ર ધર્મના પ્રચાર-પ્રસાર માટે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે.

- 18 જાન્યુઆરી 2016ના રોજ દિલ્હી પોલીસના સ્પેશલ સેલે હરિયાણાના મેવાત સ્થિત નૂહુથી અલ-કાયદાના એક સંદિગ્ધની ધરપકડ કરી હતી. તે સંદિગ્ધ જમાતમાં સામેલ થઈને ઝારખંડથી મેવાત પહોંચ્યો હતો. આ દરમિાયન બે અન્ય લોકોની પણ દિલ્હી પોલીસે બે અલગ-અલગ સ્થળેથી ધરપકડ કરી હતી.

- તાજેતરનો આરોપ જમાત સાથે જોડાયેલા એક ઉલેમા પર લાગ્યો હતો. મોહમ્મદ સલમાન નામના આ ઉલેમા પલવલ, હરિયાણામાં એક મસ્જિદ બનાવી રહ્યા હતા. નેશનલ ઇન્ટેસ્ટીગેશન એજન્સી (NIA)નો આરોપ છે કે આ મસ્જિદ માટે જે રૂપિયા લેવામાં આવ્યા હતા તે આતંકી હાફિજ સઈદના ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન સાથે જોડાયેલા દાડી દેશોમાં રહેતા એક વયક્તિ પાસેથી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો, લૉકડાઉનમાં TVના દર્શકો માટે સારા સમાચાર, ફ્રી થઈ તમારી મનપસંદ આ 4 પેઇડ ચેનલ
First published: March 31, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading