Corona Live Updates: કોરોનાના નવા કેસોમાં મોટી રાહત, 24 કલાકમાં 28 હજાર લોકો સંક્રમિત, 338નાં મોત

દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. (ફાઇલ તસવીર- AP)

India Fights Corona: ભારતમાં એક દિવસમાં 72 લાખ લોકોને કોવિડની રસી અપાઈ, કુલ 73 કરોડ 82 લાખ કોરોના વેક્સીનના ડોઝ અપાયા

  • Share this:
    Covid-19 Latest Updates, 12 September 2021: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની (Corona Infected Patients) સંખ્યામાં ક્યારેક ઘટાડો તો ક્યારેક મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશના અનેક રાજ્યો જેમ કે કેરળ (Kerala Corona Pandemic) અને મહારાષ્ટ્રમાં (Maharashtra Covid-19 Cases) કોરોનાના વધતા કેસોએ દેશવાસીઓની ચિંતા વધારી દીધી છે આ રાજ્યોમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે ત્રીજી લહેરની (Covid Third Wave) પહેલા જ ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. બીજી તરફ, ગુજરાતની (Corona Cases in Gujarat) વાત કરીએ તો રાજકીય હલચલ વચ્ચે કોરોના સંક્રમણની સ્થિતિ ઘણે અંશે કાબૂમાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 નવા કેસ નોંધાયા છે જેની સામે 12 દર્દી રિકવર થયા છે.

    રવિવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 28,591 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 338 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,32,36,921 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 73,82,07,378 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 72,86,883 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    કોરોનાના વધતા કેસોની વચ્ચે ત્રીજી લહેરની (Covid Third Wave) પહેલા જ ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે.


    COVID-19 મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 24 લાખ 9 હજાર 345 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 34,848 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.50 ટકા છે. હાલમાં 3,84,921 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,42,655 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 11 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 54,18,05,829 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. શનિવારના 24 કલાકમાં 15,30,125 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, બંને રસી લીધેલાં ભારતીય મુસાફરો 12 સપ્ટેમ્બરથી કરી શકશે UAEનો પ્રવાસ, સરકારે મુસાફરીનો પ્રતિબંધ ઉઠાવ્યો

    ગુજરાતમાં સાજો થવાનો દર 98.76 ટકા

    ગુજરાતમાં સંક્રમણના (Gujarat Corona Cases) વ્યાપની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 16 નવા કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશન 5, અમદાવાદ કોર્પોરેશનમાં 2, ગીર સોમનાથ 1, મહેસાણા 1, રાજકોટ કોર્પોરેશન 1 કોરોનાનો નવો કેસ નોંધાયો છે. રાજ્યમાં હાલ 162 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.

    આ પણ વાંચો, મોટી રાહત! US-આફ્રિકાના ખતરનાક કોરોના વેરિએન્ટનો ભારતમાં એકપણ કેસ નથી

    ગુજરાતમાં વધુ 12 દર્દીએ કોરોનાને મ્હાત આપી

    ગુજરાતમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 10,082 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 8,15,356 દર્દીઓએ કોરોનાને હાર આપી છે. રાજ્યમાં શનિવારે કોરોનાની ત્રણ લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: