Corona Live Update : કોરોનાનો કહેર, વિદેશમાં વસતા ગુજરાતીઓ અટવાયા, દૂધ-ખોરાકનો પુરવઠો ઠપ

News18 Gujarati
Updated: March 14, 2020, 11:29 AM IST

ન્યૂઝ 18 ગુજરાતી સાથે અમેરિકા, કેનેડા અને યુ.કે.માં રહેતા ગુજરાતીઓએ વર્ણવી સ્થિતિ, લોકોએ ત્રણ ત્રણ મહિનાની કરિયાણું સ્ટોક કરી લેતા માલ સાફ થઈ ગયો

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસ (Corona virus)ના વધી રહેલા ચેપના કારણે વિદેશમાં ઠેરઠેર ઇર્મજન્સી (Emergency) લદાઈ રહી છે. અમેરિકામાં (USA) રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (president Trump)એ ઇમર્જન્સી જાહેર કરતા સ્થિતિ કફોડી થઈ રહી છે. આવી જ સ્થિતિ અન્ય દેશો છે. કોરોના વાયરસના કેરના કારણે પુરવઠો ઠપ થઈ ગયો છે. વિદેશમાં વસતા ગુજરાતીઓની હાલત કફોડી બની ગઈ છે. દૂધ- શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની ચીજોનો સ્ટોક ખાલી થતા સ્ટોર ખાલી ખમ પડયા છે. વિદેશમાં વસતા કેટલાક ગુજરાતીઓએ ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી અને ત્યાંની સ્થિતિનો ચિત્તાર વર્ણવ્યો હતો.

અર્બાના અમેરિકાથી પપ્પુ પટેલ

અમેરિકાના અર્બાનામાં ઇમર્જન્સીના પગલે સ્થિતિ કફોડી બની ગઈ છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમર્જન્સીની જાહેરાત બાદ સ્ટોફમાં બેફામ ખરીદીઓ થઈ છે. ગુજરાતી મૂળના સ્થાનિક પપ્પુ પટેલે જણાવ્યું કે અહીં દુધ અને ખોરાકનો પુરવઠો ઠપ થઈ ગયો છે. સ્ટોરમાં તેલ-મસાલા, લોટ, શાકભાજી બધું જ આઉટ ઓફ સ્ટોક છે. હેન્ડ સેનિટાઇઝર, ટોઇલેટ પેપર અને માસ્કની અછત છે. લોકો ડરના કારણે ઘરોમાં પુરાવા મજબૂર બન્યા છે. અર્બાનામાં 600-700 ગુજરાતી પરિવારો અને વિદ્યાર્થીઓ છે. 15,000 જેટલી વસતિ હાલમાં મદદ વિહોણી છે.

આ પણ વાંચો :  Coronavirus : રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય, 30 માર્ચ સુધી સ્કૂલ, કૉલેજ, સિનેમાઘરો બંધ

ન્યૂયોર્કથી દેવવ્રત પટેલ, રવિ પટેલ

ન્યૂયોર્કમાં કામકાજ ઠપ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, સબ વે ટ્રેનો બંધ છે. અત્યારે અમારી કૉલેજમાં રજા છે. અત્યારે બધી સ્કુલો અને કૉલેજો બંધ છે. અમે સ્ટોર્સમાં સામાન લેવા ગયા છે. પાણી, ટોઇલેટ પેપર, હેન્ડ સેનેટાઇઝર અને સાફ સફાઈનો પુરવઠો ખોરવાયો છે. અમે 1500-2000થી વિદ્યાર્થીઓ ઘરે છીએ પાર્ટટાઇમ જોબ પણ મુશ્કેલીમાં છે.
વિદેશમાં કોરોનાના કેરની વચ્ચે હેન્ડ સેનિટાઇઝર, ટોઇલેટ પેપર અને પાણી ઉપરાંત સાફ સફાઈના પદાર્થોની તંગી થઈ ગઈ છે. મોટા ભાગના સ્થળે દુધ અને શાકભાજીનો પુરવઠો પણ ખોરવાયો છે.


આ પણ વાંચો :  કોરોનાનો કહેર : ડોનાલ્ડ ટ્ર્મ્પે અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી

કેનેડાના ઓટાવાથી ભૌમિક ગુર્જર

કેનેડામાં ધીરે ધીરે કોરોના વાયરસે દસ્તક દીધી છે. સરકારે સ્કુલ અને કૉલેજોમાં માર્ચ બ્રેકમાં બે વીકનું વેકેશન લંબાવી દીધું છે. હાલમાં એક મહિના સુધી ક્લાસિસ ન લેવા અને ઓનલાઇન ક્લાસિસ લેવાની સૂચના છે. એક્ઝામની તારીખ પણ લંબાવી દેવાઈ છે. અત્યારે ફૂડ પ્રોડક્ટ્સની શોર્ટેજ છે. લોકો ત્રણ-ત્રણ મહિનાનો માલ ખરીદી રહ્યા છે. આગલા વીકથી અમને આવતા અઠવાડિયાથી ઘરેથી કામ કરવાની છુટ છે.

આ પણ વાંચો :  ઑસ્ટ્રેલિયાથી પાલનપુર આવેલા 4 તાલિમાર્થીને શંકાસ્પદ કોરોના, વડોદરામાં પણ પ્રથમ શંકાસ્પદ કેસ

અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી

અમેરિકા (US) અને દુનિયામાં કોરોના વાયરસના (Coronavirus Threat) વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને પ્રમુખ ટ્રમ્પે (US President Donald Trump) ભારતીય સમય પ્રમાણે શુક્રવારે મોડી રાત્રે એક વાગ્યે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે આખા અમેરિકામાં કોરોના (Coronavirus Cases in US)ના સંક્રમણને લઈને કટોકટી જાહેર કરી દીધી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે સંક્રમણથી લોકોને બચાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવી રહ્યા છે.

રાજસ્થાન : 30 માર્ચ સુધી સ્કૂલ, કૉલેજ, સિનેમાઘરો બંધ

કોરોના વાયરસ (Corona virus)ના વધી રહેલા ચેપને રોકવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે (CM Ashok Gehlot) મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં આગામી 30મી માર્ચ સુધી સ્કૂલ (School), કૉલેજ (College), કોચિંગ સેન્ટર (Coaching center), જિમ અને સિનેમાઘરો (Theater) બંધ રહેશે. આ મામલે શુક્રવારે મોડી રાત્રે સીએમ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. જે બાદમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :  અમદાવાદ : પતિએ બાળક માટે પત્ની પર અત્યાચાર કર્યો, પાંચ પાંચ વાર IVF કરાવતા પત્નીની ફરિયાદ

અમદાવાદની આ બે શાળા 31મી માર્ચ સુધી બંધ

કોરોના વાયરસનો (Coronavirus) કેર આખા વિશ્વમાં વર્તાઇ રહ્યો છે. ત્યારે દેશમાં (India) કોરોનાને કારણે બે વ્યક્તિઓનાં મૃત્યું થયા છે. ગુજરાતમાં પણ શંકાસ્પદ કોરાનાનાં દર્દીઓ વધી રહ્યાં છે પરંતુ હજી એકપણ કેસ પોઝિટીવ આવ્યો નથી. દેશભરમાં અનેક જગ્યાએ શાળાઓ થોડા દિવસો માટે બંધ (School closed) કરવામા આવી છે પરંતુ રાજ્યમાં શિક્ષણ વિભાગને (Education Department) આવી કોઇ જરૂર દેખાતી નથી. પરંતુ શહેરની ઉદગમ (Udgam School) અને ઝેબર સ્કૂલે (Zebar School) 31મી માર્ચ સુધી સ્કૂલ બંધ રાખવા નિર્ણય કર્યો છે. જ્યારે આજે એટલે 14મી તારીખે ખાનગી શાળાના એસોસીએશન ઓફ પ્રોગ્રેસીવ સ્કૂલે ઇમરજન્સી મીટિંગ બોલાવી છે. જેમા શાળા બંધ રખાશે કે નહીં તે અંગે

 
First published: March 14, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading