Corona Live Updates: દેશમાં કોરોનાનું જોર ઘટ્યું, 24 કલાકમાં 27,254 લોકો સંક્રમિત, 219 દર્દીનાં મોત

ભારતમાં કુલ 74,38,37,643 કોરોના વેક્સીનના ડોઝ અપાયા છે. (પ્રતીકાત્મક તસવીર)

Covid-19 Vaccination Campaign: ભારતમાં કુલ 74,38,37,643 કોરોના વેક્સીનના ડોઝ અપાયા, છેલ્લા 24 કલાકમાં 53 લાખ લોકોનું રસીકરણ થયું

  • Share this:
    Covid-19 Latest Updates, 13 September 2021: ભારતમાં છેલ્લા થોડાક દિવસોમાં કોરોના સંક્રમણનું જોર (Corona Pandemic in India) ઘટી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં 27 હજાર જેટલા નવા કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક પણ 250થી નીચે નોંધાયો છે. કેરળમાં (Kerala Corona Cases) 20 હજાર કેસ નોંધાવાના કારણે સંક્રમિતોનો આંક 27 હજારે પહોંચ્યો છે. ગુજરાતમાં (Covid Cases in Gujarat) કોરોનાની સ્થિતિ કાબૂમાં છે અને એક દિવસમાં 17 નવા કેસ નોંધાયા છે.

    કેન્દ્રીય આરોગ્ય વિભાગે સોમવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 27,254 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 219 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,32,64,175 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 74,38,37,643 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 53,38,945 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    કેરળમાં (Kerala Corona Cases) 20 હજાર કેસ નોંધાવાના કારણે સંક્રમિતોનો આંક 27 હજારે પહોંચ્યો છે.


    કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 24 લાખ 47 હજાર 32 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 37,687 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.50 ટકા છે. હાલમાં 3,74,269 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,42,874 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 12 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 54,30,14,076 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રવિવારના 24 કલાકમાં 12,08,247 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, જાણીને ચોંકી જશો, ચીનની ફેક્ટરી દર સપ્તાહે પેદા કરે છે 2 કરોડ ‘સારા મચ્છરો’

    ગુજરાતમાં 24 કલાકમાં 14 દર્દી સાજા થયા

    ગુજરાતમાં (Gujarat Corona Cases) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 17 કેસ નોંધાયા છે. જેની સામે 14 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યાર સુધીમાં 5.24 કરોડથી વઘુ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે.

    આ પણ વાંચો, Dengue: જો તમને પણ દેખાય આવા લક્ષણો તો હોઇ શકે છે ડેન્ગ્યુ, તાત્કાલિક જ કરાવો સારવાર

    ગુજરાતમાં રવિવારની સાંજે રાજ્યના 30 જિલ્લા અને 4 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત 3 જિલ્લા અને 4 શહેરમાં નોંધાયા છે. આ પૈકી અમદાવાદ શહેરમાં 2, સુરત શહેરમાં 6 જિલ્લામાં 2, ડાંગ અને નવસારીમાં 2-2 કેસ, વડોદરા શહરેમાં 2અને અને રાજકોટ શહેરમાં 1 કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાં ફક્ત 165 એક્ટિવ કેસ છે આ પૈકીના 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 160 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15,370 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રવિવારે 4.00 વાગ્યા સુધીમાં કુલ 1,74,377 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.
    Published by:Mrunal Bhojak
    First published: