Corona Latest Updates: કોરોના કેસોમાં થોડી રાહત, 24 કલાકમાં 28326 લોકો સંક્રમિત, 260નાં મોત

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. (પ્રતીકાત્મક તસવીર)

COVID-19 in India: ભારતમાં સતત બીજા દિવસે એક્ટિવ કેસમાં વધારો, કેરળમાં 24 કલાકમાં 16 હજારથી વધુ લોકો કોરોનાગ્રસ્ત

  • Share this:
    Covid-19 Latest Updates, 26 September 2021: ભારતમાં સતત બીજા દિવસે 30 હજારથી ઓછા કોરોના સંક્રમણના (Corona Pandemic in India) કેસ નોંધાયા છે. પરંતુ તેની સામે એક્ટિવ કેસમાં (Covid-19 Active Cases) સતત બીજા દિવસે પણ વધારો જોવા મળ્યો છે. 11 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક્ટિવ કેસમાં વધારો નોંધાયો છે. દેશમાં સૌથી વધુ કેસ કેરળમાં (Kerala Corona Updates) 16 હજારથી વધુ નોંધાયા છે. અહીં 120 લોકોએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રની (Maharashtra Corona Cases) વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અને 58 દર્દીએ જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં (Coronavirus in Gujarat) એક દિવસમાં 16 લોકો સંક્રમિત થયા છે જેની સામે 12 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.

    દેશમાં એક્ટિવ કેસમાં સતત બીજા દિવસે વધારો

    કેન્દ્રીય આરોગ્ય વિભાગે રવિવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 28,326 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 260 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,36,52,745 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 85,60,81,527 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 68,42,786 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 29 લાખ 2 હજાર 351 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 26,032 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 3,03,476 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,46,918 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 25 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 56,32,43,245 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. શનિવારના 24 કલાકમાં 14,88,945 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    છેલ્લા 24 કલાકમાં 68,42,786 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.


    આ પણ વાંચો, કોરોના, આતંકવાદ, લોકતંત્ર, સંયુક્ત રાષ્ટ્ર... પીએમ મોદીની UNGA સંબંધોનની 10 મોટી વાતો

    ગુજરાતમાં કોવિડ-19ની સ્થિતિ કાબૂમાં

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Gujarat Coronavirus updates) નવા 16 કેસ નોંધાયા છે. જેની સામે 12 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં સુરતમાં 6, વડોદરામાં 3, રાજકોટમાં 3, નવસારીમાં 2, જામનગર, વલસાડમાં 1-1 સહિત કુલ 16 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ સુરતમાં 3, અમદાવાદમાં 4, વડોદરામાં 3, કચ્છમાં 2 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

    આ પણ વાંચો, આંખોનું રુટીન ચેકઅપ કરાવવા ગઈ મહિલા, રિપોર્ટ જોઈને પગ નીચેથી જમીન સરકી ગઈ

    છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5,05,671 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 5,93,80,142 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine) આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારે કુલ 149 એક્ટિવ કેસ છે, જેમાં 3 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 146 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 815599 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: