Home /News /national-international /

corona Deaths in India: ભારતમાં કોરોનાથી 40 લાખ લોકોના મોત! WHOના દાવા પર ભારત સરકાર લાલઘૂમ

corona Deaths in India: ભારતમાં કોરોનાથી 40 લાખ લોકોના મોત! WHOના દાવા પર ભારત સરકાર લાલઘૂમ

ભારત સરકારે WHO ની ગણતરીની (Methodology) રીત પર સવાલ ઉઠાવ્યો (ફાઇલ તસવીર)

WHO - નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ આંકડાકીય મોડલ ભારત જેવા મોટા દેશનો અંદાજ કેવી રીતે લગાવે છે અને ઓછી વસ્તી ધરાવતા દેશ માટે આ જ પદ્ધતિ લાગૂ કરે છે તે કેવી રીતે યોગ્ય હોઈ શકે?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (World Health Organization- WHO) દ્વારા ભારતમાં કોવિડ 19ને કારણે થયેલા મૃત્યુનો (Deaths due to corona in India) આંકડો જાહેર કરતા જ સરકારે નારાજગી વ્યક્ત કરી છે. ભારત સરકારે WHO ની ગણતરીની (Methodology) રીત પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે, ડબ્લ્યુએચઓ (WHO) દ્વારા અપનાવવામાં આવેલ ગાણિતિક મોડલ આટલા વિશાળ દેશ અને તેની વસ્તી પર લાગુ કરી શકાય નહીં. 16 એપ્રિલના રોજ ન્યુયોર્ક ટાઈમ્સમાં છપાયેલા લેખ પર વાંધો ઉઠાવતા દેશના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે WHOની પ્રક્રિયા પર ચિંતા વ્યક્ત કરી છે.

ભારત આ મુદ્દે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) સાથે ગંભીર વાતચીત કરી રહ્યું છે. મંત્રાલયનું કહેવું છે કે, સંસ્થા ટીયર-1 (Tier-1) દેશોના સંબંધમાં જે વિશ્લેષણ કરે છે, તે જ પ્રક્રિયા ટિયર-2 (Tier-2) દેશો માટે અનુસરવામાં આવે છે, જેમાં ભારત જેવા વિશાળ દેશનો પણ સમાવેશ થાય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતનો વાંધો પરિણામો પર નથી પરંતુ તેના માટે અપનાવવામાં આવેલી પદ્ધતિ સામે છે. મૃત્યુઆંકના બે અંદાજો, જે ટિયર-1 દેશોના ડેટા અને ભારતના 18 રાજ્યોના વણચકાસાયેલા ડેટાનો ઉપયોગ કરીને લગાવવામાં આવ્યા છે, તે ખૂબ જ અલગ અને વધુ છે. અંદાજમાં આટલો તફાવત હોવાથી કાર્યપદ્ધતિ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભારતે અનેક દેશો સામે રાખ્યો સવાલ

મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતે આ પદ્ધતિને લઈને અન્ય દેશો સાથે ઘણી વખત ઔપચારિક સંપર્ક કર્યો છે, જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થાને લખેલા છ પત્રોનો સમાવેશ થાય છે. આ પત્રો 17 નવેમ્બર 2021, 20 ડિસેમ્બર 2021, 28 ડિસેમ્બર 2021, 11 જાન્યુઆરી 2022, 12 ફેબ્રુઆરી 2022 અને 2 માર્ચ 2022ના રોજ લખવામાં આવ્યા હતા. જ્યારે, વર્ચ્યુઅલ મીટિંગ 16 ડિસેમ્બર 2021, 28 ડિસેમ્બર 2021, 6 જાન્યુઆરી 2022 અને 25 ફેબ્રુઆરી 2022ના રોજ યોજાઈ હતી. SEARO પ્રાદેશિક વેબિનાર 10 ફેબ્રુઆરી 2022 ના રોજ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન ભારતે ચીન, ઈરાન, બાંગ્લાદેશ, સીરિયા, ઈથોપિયા અને ઈજિપ્ત સાથે મળીને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.

આ પણ વાંચો - પ્રશાંત કિશોર કરશે કોંગ્રેસની નૈયા પાર? સોનિયા ગાંધી સાથે 4 દિવસોમાં ત્રીજી બેઠક

શું છે ભારત સરકારનો પક્ષ?

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ આંકડાકીય મોડલ ભારત જેવા મોટા દેશનો અંદાજ કેવી રીતે લગાવે છે અને ઓછી વસ્તી ધરાવતા દેશ માટે આ જ પદ્ધતિ લાગૂ કરે છે તે કેવી રીતે યોગ્ય હોઈ શકે? તે અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. જરૂરી નથી કે ટ્યુનિશિયા જેવા દેશ માટે જે મોડલ બંધબેસતું હોય તે 100 કરોડથી વધુની વસ્તીવાળા ભારત માટે પણ સાચું હોય.

આ મોડેલ માસિક તાપમાન અને માસિક સરેરાશ મૃત્યુ વચ્ચેનો વિપરીત સંબંધ દર્શાવે છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. ભારતના દરેક રાજ્યની પોતાની અલગ હવામાન પેટર્ન છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, આ જ કારણ છે કે આ 18 રાજ્યોના અપ્રમાણિત ડેટાના આધારે રાષ્ટ્રીય સ્તરે મૃત્યુ દરનો અંદાજ લગાવવો આંકડાકીય રીતે ખોટો હોઈ શકે છે.

ભારતમાં વય અને લિંગ-આધારિત મૃત્યુદર જોવા માટે સંસ્થાએ 61 દેશોના વય અને લિંગ-આધારિત ધોરણોને ચકાસેલા ડેટા સાથે નિર્ધારિત કર્યા છે. પછી તેને ભારત સહિત અન્ય દેશોમાં લાગુ કર્યા જેની સામે ભારતને વાંધો છે.

શું કહ્યું WHOએ?

WHOનું કહેવું છે કે આ મુદ્દાઓના આધારે 90 દેશોના નમૂનામાં જાન્યુઆરી 2020થી જૂન 2021 વચ્ચે મૃત્યુ દર એકદમ સચોટ રહ્યો છે. જો કે, તે કેટલું સચોટ છે તે જણાવવામાં આવ્યું છે. આ પાછળનો જવાબ અત્યારે સંસ્થા દ્વારા આપવામાં આવ્યો નથી.

ભારતે કરી પારદર્શિતા દાખવવાની માંગ

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોવિડ પોઝિટિવ દર ક્યારેય સમાન રહ્યો નથી. પરંતુ દરમાં આવા ફેરફારને મોડલમાં કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. એટલું જ નહીં, ભારતે કોવિડ ટેસ્ટને ત્યારે જ ઝડપી બનાવ્યો જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ સલાહ આપી ન હતી. એ જ રીતે, ભારત જેવા દેશમાં જ્યાં નિયમોની કડકતા રાજ્ય-રાજ્યમાં અલગ-અલગ હોય છે ત્યાં શાળાઓ અને ઑફિસો બંધ રાખવાથી લઈને જાહેર કાર્યક્રમોને બંધ કરવા સુધીના પગલાંની અસરને માપવી મુશ્કેલ છે.

મંત્રાલય દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારત WHO સાથે મળીને કામ કરવા માટે તૈયાર છે કારણ કે આ પ્રકારના ડેટા પોલિસી લેવલ પર ખૂબ મદદરૂપ સાબિત થાય છે. પરંતુ ભારત ઈચ્છે છે કે આ પ્રક્રિયા અંગે તમામ પ્રકારની પારદર્શિતા અને તેની સત્યતાના પુરાવાની જરૂર છે, જેથી નીતિ નિર્માતાઓ સંકોચ વિના તેનો ઉપયોગ કરી શકે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે ન્યૂયોર્ક ટાઈમ્સે ભારતના સંદર્ભમાં કોવિડને કારણે થયેલા મૃત્યુના કથિત આંકડા એકત્ર કર્યા છે, પરંતુ અન્ય દેશો વિશે હજુ સુધી કંઈ જાણવામાં સક્ષમ નથી.
First published:

Tags: COVID-19, Covid-19 Case, Who

આગામી સમાચાર