Home /News /national-international /Corona-Omicron: Pregnant મહિલાઓને શિકાર બનાવી રહ્યો છે Corona, કોઈ લક્ષણો પણ નથી દેખાતા

Corona-Omicron: Pregnant મહિલાઓને શિકાર બનાવી રહ્યો છે Corona, કોઈ લક્ષણો પણ નથી દેખાતા

Pregnant મહિલાઓને શિકાર બનાવી રહ્યો છે Corona

Corona In Delhi: કોરોના (corona) સંક્રમણ ઝડપથી હવે ગર્ભવતી મહિલાઓ (corona infection in pregnant women)ને પોતાની ચપેટમાં લઈ રહ્યું છે. LNJP હોસ્પિટલમાં છેલ્લા 7 દિવસમાં 30 ગર્ભવતી મહિલાઓ કોરોના પોઝિટિવ (corona positive) મળી આવી હતી.

વધુ જુઓ ...
નવી દિલ્હી. કોરોના (coronavirus)નો કહેર સતત ચાલુ છે. દરમિયાન નવા વેરિએન્ટ ઓમિક્રો (omicron)ને પણ હવે દુનિયાભરને પરેશાન કરવાનું શરૂ કરી દીધું છે. દિલ્હીમાં પણ કેસો (corona cases)માં સતત વધારો જોવા મળી રહ્યો છે, જોકે છેલ્લા બે દિવસમાં સંક્રમિત લોકોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે થોડી રાહત થઈ હતી, પરંતુ આ દરમિયાન એક સમાચારે મુશ્કેલીમાં વધારો કર્યો છે.

કોરાનાનું સંક્રમણ હવે ગર્ભવતી મહિલાઓને વધુને વધુ અસર કરી રહ્યો છે.એક માહિતી અનુસાર છેલ્લા 7 દિવસમાં લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલમાં 30 ગર્ભવતી મહિલાઓ કોરોના પોઝિટિવ મળી આવી હતી.

આ બધી મહિલાઓ પ્રસૂતિ માટે હોસ્પિટલમાં આવી હતી અને જ્યારે કોરોના માટે પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તેઓ સકારાત્મક મળી આવ્યા હતા. આમાંથી કોઈને કોરોનાના કોઈ લક્ષણો નહોતા.

આ પણ વાંચો: ખુશખબર! 12થી 14 વર્ષની વયના બાળકો માટે આ તારીખથી શરૂ થઈ શકે છે Corona Vaccination

15ની ચાલી રહી છે સારવાર

આજ સુધીના અહેવાલ મુજબ એલએનજેપીના ડાયરેક્ટર ડો.સુરેશ કુમારે જણાવ્યું હતું કે, 30માંથી 15 મહિલાઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આમાંની બે મહિલાઓ એનિમિક હતી, જોકે કોઈ ગંભીર રીતે બીમાર નથી. જ્યારે આ મહિલાઓના બાળકો પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

આ પણ વાંચો: બળજબરીથી કોઈનું રસીકરણ નહીં, Vaccine certificate પણ નથી આવશ્યક: સુપ્રીમ કોર્ટમાં બોલી સરકાર

વર્ટિકલ ટ્રાન્સમિશનનું જોખમ ઓછું

મહાત્મા ગાંધી સ્મૃતિ હોસ્પિટલના નિષ્ણાત ડો.દીપા જોશીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણથી પીડાતી ગર્ભવતી મહિલાઓમાં હાલ વર્ટિકલ ટ્રાન્સમિશનના જોખમે જોવા મળ્યા નથી. એવું જોવા મળતું નથી કે જે મહિલાઓના નવજાત શિશુઓને પણ સંક્રમણ લાગે છે. બીજી તરફ તેમણે સમજાવ્યું હતું કે, ગર્ભાવસ્થા દરમિયાન કોરોનાના લક્ષણો સામાન્ય લોકોની જેમ જ હોય છે. જો ગર્ભવતી સ્ત્રીને તાવ, શ્વાસ લેવામાં તકલીફ, સ્વાદનો અભાવ, થાક જેવા લક્ષણો થાય તો તેણે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો: Coronavirus: કોરોના વાયરસને નાબૂદ કરવો અશક્ય, વધતા કેસનો પણ કોઈ અર્થ નથી-COVID પેનલના પ્રમુખે કહી અન્ય ઘણી વાત

સ્તનપાનથી કોઈ ખતરો નહિ

ડો. જોશીએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમિત મહિલાઓ તેમના નવજાત બાળકોને ખવડાવી શકે છે. સ્તનપાન દ્વારા સંક્રમણ ફેલાતું નથી. તેમણે સમજાવ્યું કે જો માતાની સ્થિતિ ખૂબ જ ગંભીર હોય અથવા તે વેન્ટિલેટર પર હોય તો તે બાળકને સ્તનપાન કરાવી શકતી નથી.
First published:

Tags: Corona case, Coronavirus, Omicron variant, Pregnant-women, દેશ વિદેશ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો