રસ્તા પર ફસડાઈ પડી કોરોના સંક્રમિત મહિલા પોલીસકર્મી, નજીક ઊભેલા સાથીઓએ પણ ન કરી મદદ

News18 Gujarati
Updated: May 25, 2020, 11:30 AM IST
રસ્તા પર ફસડાઈ પડી કોરોના સંક્રમિત મહિલા પોલીસકર્મી, નજીક ઊભેલા સાથીઓએ પણ ન કરી મદદ
કોરોનાનો ડરઃ સોશિયલ મીડીયા પર દેશને શરમમાં મૂકે એવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે

કોરોનાનો ડરઃ સોશિયલ મીડીયા પર દેશને શરમમાં મૂકે એવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે

  • Share this:
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. હાલત એવી થઈ ચૂકી છે કે કોરોનાનો ડર લોકોને એ હદને છે કે એક-બીજાને મદદ કરવાનું પણ ટાળી રહ્યા છે. સોશિયલ મીડીયા (Social Media ) પર દેશને શરમમાં મૂકે એવો વધુ એક વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે.

આ વીડિયોમાં ડ્યૂટી પર તૈનાત એક મહિલા પોલીસકર્મીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને તે રસ્તા પર જ ફસડાઈ પડે છે અને મદદ માટે આજીજી કરે છે. મહિલાની આસપાસ ઘણા પોલીસકર્મી પણ ઊભા છે પરંતુ કોઈ પણ તેની મદદ માટે આગળ નથી આવતું.

મળતી જાણકારી મુજબ, સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો મુંબઈનો છે. આ વીડિયોને મુંબઈના ગ્રાંટ રોડ સ્થિત આર.કે. હોટલની પાસે શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા પોલીસકર્મી સ્કૂટીની પાસે રસ્તા પર જ ફસડાઈ પડે છે. મળતી માહિતી મુજબ મહિલા પોલીસકર્મીને કોરોનાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. મહિલા ત્યાં હાજર પોતાના સાથીઓ પાસે મદદ પણ માંગે છે. પરંતુ કોઈ પણ તેની પાસે પણ આવવા તૈયાર નથી થતું. તમામ પોલીસકર્મી દૂરથી જ મહિલાને જોતા રહે છે અને એમ્બ્યૂલનસ આવવાની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો, ચિંતા! ભારતમાં 21 લાખ લોકો થઈ શકે છે સંક્રમિત, 13 દિવસમાં ડબલ થયા કોરોનાના કેસ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેાલ આ વીડિયો વિશે જ્યારે પોલીસ અધિકારીઓ સાથે વાત કરવામાં આવી તો તેઓએ કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધી. નોંધનીય છે કે મહારાષ્ટ્ર પોલીસ પણ કોરોના સંક્રમણનો શિકાર છે. છેલ્લા 24 કલાકમાં 87 પોલીસકર્મી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ પોલીસકર્મીઓની સંખ્યા 1758 થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ તેમાં 183 પોલીસ અધિકારી અને 1575 પોલીસ કર્મચારી સામેલ છે. 673 પોલીસકર્મી કોરોનાને માત આપીને ઘરે જઈ ચૂક્યા છે.

આ પણ વાંચો, આવી ગઈ કોરોનાની એક્સપાયરી ડેટ! આ તારીખ બાદ ખતમ થશે મહામારી
First published: May 25, 2020, 11:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading