નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus)થી જંગ વચ્ચે સૌથી મોટા હથિયારનાં રૂપમાં સામે આવેલ કોરના વેક્સીન (Corona Vaccine) ભારત (India)માં નવો ઇતિહાસ રચવા જઇ રહી છે. આગામી પાંચથી છ દિવસોમાં દેશમાં કોરોના વેક્સીન (Corona Vaccine) લેનારાની સંખ્યા 100 કરોડનાં આંકડાને પાર પહોંચી ગઇ છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જારી આંકડા મુજબ શનિવારે સાંજ સુધીમાં દેશમાં 97.62 કરોડ લોકોને કોરોના વેક્સીન આપી દેવામાં આવી ગઇ છે. શનિવાર 38 લાખ ડોઝ આપવામાં આવી છે.
મંત્રાલય તરફથી જાહેર આંકડા મુજબ ટીકાકરણનાં ત્રીજા ચરણની શરૂઆત થયા બાદ કૂલ 39,25,87,450 લોકોને કોરોનાની વેક્સીનનો પહેલો ડોઝ જ્યારે 11,01,73,456 લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં કૂલ 69,45,87,576 લોકોને વેક્સીનનો પહેલો ડોઝ અને 28,17,04,770નો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. મંત્રાલયનાં જણાવ્યાં અનુસાર દેશમાં કોવિડ-19 ટીકાકરણ કવરેજ શનિવારનાં 97.62 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
ભારતમાં હાલમાં પણ 18 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને વેક્સીન લગાવવામાં આવી રહી છે. ટીકાકરણ અંગે જાગૃતતા વધારવા માટે એક કોવિડ ગીત જાહેર કરતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, આગામી અઠવાડિયે અમે 100 કરોડ ડોઝનો આંક પાર કરી લઇશું. તેમણે વધુમાં જણાવ્યું કે, 'કોઇપણ રસીને વિકસીત કરવામાં સામાન્ય રીતે પાંચથી દસ વર્ષનો સમય લાગે છે.' ભારતે ન ફક્ત અતિશીઘ્રતાથી કોરોના વાયરસ વિરુદ્ધ સ્વદેશી વેક્સીન બનાવી પણ તે માટેની કાચી માગ્રીથી લઇ કંપનીઓથી માંડી વેક્સીનેશન સેન્ટર સુધી પણ તત્કાળ પહોંચાડવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી.
" isDesktop="true" id="1142622" >
100 કરોડનાં જશ્ન અંગે સરકારે જાહેર કર્યું ગીત- દેશમાં 100 કરોડ લોકોને કોવિડ- ટીકાકરણનું લક્ષ્ય સુધી પહોંચવા વચ્ચે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને હરદીપ સિંહ પુરીએ શનિવારે સંયુક્ત રૂપથી ભારતને ટીકાકરણ અભિયાન પર એક વીડિયો ગીત જાહેર કર્યું છે. આ ગીતનાં ગાયક કૈલાશ ખેર છે. ગીતને રિલીઝ કર્તા સમયે સ્વાસ્થ્ય કર્મીઓ અને અગ્રિમ મોર્ચાનાં કર્મચારીઓનો આભાર જતાવતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ કહ્યું કે, ભારત કોવિડ રોધી રસીનાં 97 કરોડથી વધુ ડોઝ આપવામાં સક્ષણ રહ્યું છે.
કોરોનાની લડાઇમાં વર્લ્ડ બેંકે પણ ભારતમાં ભરપેટ વખાણ કર્યાં- વિશ્વબેંકનાં અધ્યક્ષ ડેવિડ માલપાસે કોવિડ-19 વિરુદ્ધ સફળ ટીકાકરણ કાર્યક્રમ માટે ભારતને વધામણાં આપ્યાં છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની સાથએ મુલાકાતમાં તેણે ટીકા ઉપ્તાદન અને વિતરણમાં ભારતની આંતરરાષ્ટ્રીય ભૂમિકા માટે આભાર માન્યો. સીતારમણની સાથે આ બેઠક દરમીયન માલપાસ વોશિંગટન સ્થિત આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થાનની આંતરરાષ્ટ્રીય નાણા નિગમ અને બહુપક્ષીય રોકાણ ગેરન્ટી એજન્સી સહિત વિશ્વ બેંક જૂથનાં તમામ સંસ્થાઓમાં ભારત પ્રત્યે પ્રતિબદ્ધતા રાખી છે. વિશ્વ બેંકનાં એક નિવેદન અનુસાર, તેમણે જલવાયુ પરિવર્તન પર ભારતનાં પ્રયાસો પર પણ ચર્ચા કરી છે.