Home /News /national-international /

Corona New Variant: વૈજ્ઞાનિકે કહ્યું- ફ્રાંસનો IHU વેરિઅન્ટ ચિંતાજનક નથી, ઓમિક્રોન પહેલા જ થઈ હતી ઓળખ

Corona New Variant: વૈજ્ઞાનિકે કહ્યું- ફ્રાંસનો IHU વેરિઅન્ટ ચિંતાજનક નથી, ઓમિક્રોન પહેલા જ થઈ હતી ઓળખ

ફ્રાન્સમાં મળી આવેલા નવા કોરોના વેરિઅન્ટને લઈને વિશ્વભરમાં ચિંતાનો માહોલ છે. (પ્રતીકાત્મક તસવીર)

Omicron vs IHU: ઈમ્પીરીયલ કોલેજ ઓફ લંડનના એક વૈજ્ઞાનિકનું કહેવું છે કે IHU વેરિઅન્ટ ચિંતાજનક નથી અને તે ઓમિક્રોન (Omicron) પહેલા મળી આવ્યો હતો. બ્રિટિશ વૈજ્ઞાનિક ડો. થોમસ પીકોકનું કહેવું છે કે IHU વેરિઅન્ટમાં વ્યાપકપણે ફેલાવાની ક્ષમતા હતી પણ આવું થયું નહીં.

વધુ જુઓ ...
    નવી દિલ્હી/પેરિસ. દુનિયાભરમાં ઓમિક્રોન (Omicron variant)ને લઈને જ્યાં એક તરફ ભય વધી રહ્યો છે ત્યાં બીજી તરફ ફ્રાંસમાં IHU વેરિઅન્ટે ચિંતામાં વધારો કર્યો છે. આ નવા વેરિઅન્ટને લઈને રિસર્ચ ચાલુ છે. આ દરમ્યાન ઈમ્પીરીયલ કોલેજ ઓફ લંડન (Imperial College of London)ના એક વૈજ્ઞાનિકનું કહેવું છે કે IHU વેરિઅન્ટ ચિંતાજનક નથી અને તે ઓમિક્રોન (Omicron) પહેલા મળી આવ્યો હતો. બ્રિટિશ વૈજ્ઞાનિક ડો. થોમસ પીકોક (Dr Thomas Peacock)નું કહેવું છે કે IHU વેરિઅન્ટમાં વ્યાપકપણે ફેલાવાની ક્ષમતા હતી પણ આવું થયું નહીં.

    ડિસેમ્બરની શરૂઆતમાં ફ્રાંસમાં માર્સિલે પાસે નવા IHU વેરિઅન્ટના ઓછામાં ઓછા 12 કેસ મળી આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ કેમરૂનથી આવેલા વ્યક્તિ સાથે જોડાયેલ છે. ક્લસ્ટરની શોધ બાદ રિસર્ચ શરુ થયું. medRxiv પર પોસ્ટ કરવામાં આવેલા એક પેપર મુજબ, નેક્સ્ટ જનરેશનના સિકવન્સિંગ દ્વારા ઓક્સફર્ડ નેનોપોર ટેક્નોલોજીઝ સાથે ગ્રિડીયન ઇન્સ્ટ્રુમેન્ટસ પર જીનોમ મળી આવ્યા. તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે મ્યુટેશનને લીધે 14 એમીનો એસિડ સબ્સ્ટીટ્યુશન અને 9 એમીનો એસિડ ડિલિશન થયા- જે સ્પાઈક પ્રોટીનમાં હાજર છે. આ વેરિઅન્ટ હાલ અન્ય દેશમાં નથી જોવા મળ્યો.

    દેશમાં પ્રતિબંધોની શરૂઆત

    તો ઓમીક્રોન વેરિઅન્ટ આ સમયે આખા વિશ્વમાં તેજીથી ફેલાઈ રહ્યો છે. દેશમાં કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારો ઓમીક્રોનના જોખમને જોતાં સાવચેતીના પગલા લઈ રહી છે. દિલ્હી, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ જેવા ઘણા રાજ્યોમાં પ્રતિબંધો લગાવવાની શરૂઆત થઈ ગઈ છે.

    આ પણ વાંચો: દિલ્હી બાદ કર્ણાટકમાં પણ નાઇટ કર્ફ્યુ... જાણો કયા રાજ્યમાં કેટલો પ્રતિબંધ

    મોટા શહેરોમાં વધુ ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન

    આ વચ્ચે વેક્સીન ટાસ્ક ફોર્સના પ્રમુખ ડો. એન કે અરોરાએ કહ્યું કે દેશના મેટ્રો શહેરોમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે પણ ડરવાની જરૂર નથી. નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI) ના ચેરમેન ડો. અરોરાએ એવું પણ કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટમાં રસીથી બચવાની ક્ષમતા છે અને બૂસ્ટર ડોઝ પર તેની અસરનું હજુ પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

    આ પણ વાંચો: ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો દ્વારા ઝંડો લહેરાવાના દાવા પર સરકારી સૂત્રએ આપ્યું મહત્વનું નિવેદન

    ડો. અરોરાએ કહ્યું કે મોટા શહેરોમાં ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જે કેસ આવી રહ્યા છે તેમાં ઓમિક્રોનની સંખ્યા ઘણી વધારે છે. ઓમિક્રોન વેરિઅન્ટમાં રસીની અસરને ખતમ કરવાની ખૂબ જ વધારે ક્ષમતા છે. તેથી ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝ કેટલો અસરકારક રહેશે તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
    Published by:Nirali Dave
    First published:

    આગામી સમાચાર