ચંદીગઢઃ પંજાબ (Punjab)ના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh)એ રાજ્યના તમામ શહરો અને કસ્બાઓમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાતનો કર્ફ્યૂ (Night Curfew)નો આદેશ આપ્યો છે. આ આદેશ 1 ડિસેમ્બરથી પ્રભાવી થશે. તેની સાથે જ કોવિડ સાથે જોડાયેલા નિયમોનું પાલન ન કરવા પર 1000 રૂપિયા દંડની જોગવાઈ રાખવામાં આવી છે. 1 ડિસેમ્બરથી તમામ હોટલ, રેસ્ટોરાં અને લગ્નસ્થળ રાત્રે 9:30 વાગ્યાથી બંધ થઈ જશે. 15 ડિસેમ્બરે આ પ્રતિબંધો અંગે સમીક્ષા કરવામાં આવશે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે, રાજ્યમાં કોરોના સંબંધી નિયમ (માસ્ક પહેરવા અને સામાજિક અંતરનું પાલન કરવું) નહીં પાળવમાં આવે તો બમણો દંડ વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત 1 ડિસેમ્બરથી તમામ હોટલ, રેસ્ટોરાં અને લગ્ન સ્થળોને રાત્રે 9:30 વાગ્યે બંધ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
All hotels, restaurants and wedding venues to close at 9.30 pm, starting December 1. Curbs to be reviewed on December 15.#COVID19https://t.co/TAVEiiohcp
પંજાબમાં કોરોનાની સ્થિતિ પર એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બાદ સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે કોરોનાના બચાવની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવા પર હવે 500 રૂપિયાને બદલે 1000 રૂપિયા દંડ ફટકારવામાં આવશે.
પંજાબમાં સારવાર માટે દિલ્હીથી દર્દીઓ આવતા હોવાથી રાજ્યની ખાનગી હૉસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતાની સમીક્ષા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ વિન્ની મહાજનને સંબંધિત વિભાગોની સાથે મળી કામ કરવા માટે કહ્યું છે.
સાથોસાથ ઓક્સીજન અને આઇસીયુ બેડની ઉપલબ્ધતાને વધુ મજબૂત કરવા માટે કેપ્ટન અમરિંદરે એ જિલ્લાઓ સતત નજર રાખવા માટે L II અને L IIIને મજબૂત કરવાનો નિર્દેશ આપ્યો જે સુવિધાઓથી સજ્જ નથી. તેઓએ કહ્યું કે, વિશેષજ્ઞ સમૂહથી પ્રાપ્ત રિપોર્ટની ભલામણોને ધ્યાને લઈ જીએમસીએચ અને સિવિલ હૉસ્પિટલોમાં સુવિધાઓની તપાસ કરવામાં આવશે.
કેપ્ટન અમરિંદર સિંહે સ્વાસ્થ્ય અને ચિકિત્સા શિક્ષણ વિભાગોના વિશેષજ્ઞ, સુપર-સ્પેશ્યાલિસ્ટ, નર્સ અને પેરામેડિકલની ઇમરજન્સી નિયુક્તિઓ કરવાના નિર્દેશ આપ્યા. વિભાગોને ભવિષ્યમાં આવશ્યક્તા પડતાં ચાર અને પાંચમા વર્ષના એમબીબીએસને બેક-અપ તરીકે તૈયાર કરવા અંગે વિચાર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.
" isDesktop="true" id="1049141" >
ઉલ્લેખનીય છે કે, પંજાબમાં કોરોનાના મામલા સતત વધતા જઈ રહ્યા છે. મંગળવારે જ રાજ્યમાં 614 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. બીજી તરફ 22 દર્દીનાં મોત થયા હતા. સાજા થયેલા દર્દીઓની સંખ્યા 439 છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર