કોરોના સંકટ વચ્ચે રશિયાથી આવી મદદ : ઓક્સિજન, દવાઓ સહિત બે પ્લેન પહોંચ્યા દિલ્હી

રશિયાએ ભારતને મોકલેલી પહેલી ખેપમાં 20 ઓક્સિજન કોન્સનટેટર, 75 વેન્ટિલેટર, 150 બેડસાઇટ મોનિટર અને દવાઓ સામેલ

રશિયાએ ભારતને મોકલેલી પહેલી ખેપમાં 20 ઓક્સિજન કોન્સનટેટર, 75 વેન્ટિલેટર, 150 બેડસાઇટ મોનિટર અને દવાઓ સામેલ

 • Share this:
  નવી દિલ્હી. ભારતમાં કોરોના સંક્રમણ (Coronavirus In India)ના વધતા કેસોની વચ્ચે રશિયાથી મેડિકલ જરૂરિયાતોની પહેલી ખેપ ગુરૂવારે ભારત પહોંચી ગઈ છે. રશિયાએ ભારતને મોકલેલી પહેલી ખેપમાં 20 ઓક્સિજન કોન્સનટેટર (Oxygen Concentrator), 75 વેન્ટિલેટર (Ventilators), 150 બેડસાઇટ મોનિટર (Bedside Monitors) અને દવાઓ (Medicines) સામેલ છે. રશિયા (Russia)થી બે ફ્લાઇટ આ તમામ મદદ લઈને વહેલી સવારે દિલ્હી (Delhi) પહોંચી. આ સંબંધમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ એ કહ્યું કે એર કાર્ગો અને દિલ્હી કસ્ટમ્સ બંને પ્લેનોમાં આવેલી વસ્તુઓનું ઝડપથી ક્લિયરન્સ કરી રહી છે.

  ઉલ્લેખનીય છે કે, અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, આયરલેન્ડ, બેલ્જિયમ, રોમાનિયા, લક્સમબર્ગ, સિંગાપુર, પોર્ટુગલ, સ્વીડન, ન્યૂઝીલેન્ડ, કુવૈત અને મોરિશિયસ સહિત અનેક દેશોએ ભારતને મહામારી સામે લડવામાં મદદ કરવા માટે મેડિકલ સહાયતાની ઘોષણા કરી છે.

  પુતિન-મોદી વચ્ચે થઈ વાત

  આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બુધવારે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Vladimir Putin)સાથે વાત કરી અને કોવિડ-19ના કારણે ઊભી થયેલી પરસ્થિતિ પર ચર્ચા કરી. વડાપ્રધાને ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી.

  આ પણ વાંચો, અચાનક એસિડમાં ફેરવાઈ ગયું નદીનું પાણી, પીળા રંગનું એક ટપકું બાળી દે છે લોકોની ચામડી

  પીએમ મોદીએ કહ્યું કે, મારા મિત્ર રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે આજે મારી વાતચીત થઈ. અમે કોવિડ-19થી ઉત્પન્ન સ્થિતિ પર ચર્ચા કરી અને તેની વિરુદ્ધ લડાઈમાં રશિયા તરફથી આપવામાં આવી રહેલી મદદ અને સહયોગ માટે હું રાષ્ટ્રપ્રમુખ પુતિનનો આભાર માન્યો.

  આ પણ વાંચો, માણસાઈના દીવા- યવતમાલના 4 મુસ્લિમ યુવકોએ 800થી વધુ હિન્દુઓના કર્યા અંતિમ સંસ્કાર

  નોંધનીય છે કે, ભારતમાં ઝડપથી વધી રહેલા કોવિડ-19 સંક્રમણની તેજ ગતિને ધ્યાને લઈ વડાપ્રધાન મોદી વિશ્વના અનેક નેતાઓ સાથે સતત ફોન પર ચર્ચા કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા તેઓએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન સાથે પણ વાત કરી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: