ચિંતાઃ બ્રિટનમાં વસતા ભારતીયોને કોરોનાનો ભોગ બનવાનો વધુ ખતરો!

ચિંતાઃ બ્રિટનમાં વસતા ભારતીયોને કોરોનાનો ભોગ બનવાનો વધુ ખતરો!
પ્રતીકાત્મક તસવીર

બ્રિટનમાં સ્થાનિકો કરતાં ભારતીય મૂળના લોકોની કોરોનાનો શિકાર બનાવાની શક્યતા બે ગણી વધારે છે

 • Share this:
  નવી દિલ્હીઃ સમગ્ર દુનિયા હાલ કોરોના વાયરસના સંક્રમણના સકંજામાં આવી ગઈ છે. એક તરફ ભારતમાં સંક્રમિતો અને મોતના આંકડા વધી રહ્યા છે બીજી તરફ વિદેશમાં રહેતા ભારતીયોની પણ મુશ્કેલી ઓછી નથી થઈ રહી. બ્રિટનમાં રહેતા ભારતીયોને સ્થાનિક લોકો કરતાં કોવિડ-19થી વધુ ખતરો છે તેવું આંકડાઓમાં સામે આવ્યું છે.

  બીબીસીના અહેવાલ મુજબ, ઈંગ્લેન્ડ એન વેલ્સમાં રહેતા અશ્વેત લોકોની કોરોના વાયરસથી સંક્રમણથી મોત થવાની આશંકા શ્વેત લોકોની તુલનામાં બે ગણી છે. ઓફિસ ઓફ નેશનલ સ્ટેટસ્ટિક્સ (ONS)ના આંકડાઓથી આ વાત સામે આવી છે. સર્વેક્ષણમાં ઉંમર, લોકોની રહેવાની જગ્યા, સંસાધનોની અછત અને ભૂતકાળની સ્વાસ્થ્ય તકલીફોના આધારે આ અસમાનતા જોવા મળી છે. ભારતીય, બાંગ્લાદેશી અને પાકિસ્તાની લોકો પણ આ બીમારીથી મરવાનું વધુ જોખમવાળા સમુદાયોમાં સામેલ છે. સરકારે આ મામલાની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે.  ONSના રિસર્ચ મુજબ કોવિડ-19ના કારણે થનારા મોતમાં 2011ની વસ્તીગણતરીમાં લોકોની રાષ્ટ્રીયતાની જાણકારીઓને સામેલ કરવામાં આવી છે. ઉંમર, લોકેશન અને સંસાધનની અછત અને પહેલાથી બીમારી હોવાની સ્થિતિને જોતાં એવું જાણવા મળ્યું કે અશ્વેત લોકોને શ્વેતોની તુલનામાં કોવિડ-19થી મરવાની ટકાવારી 90 ટકા વધુ અણસાર છે. વિશ્લેષણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ભારતીય, બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓ માટે જોખમ 30 ટકાથી લઈને 80 ટકા સુધી છે.

  સામાજિક-આર્થિક કારણ પણ મહત્વના

  ONSએ ભલામણ કરી છે કે જોખમના કેટલાક કારણો અન્ય સામાજિક કે આર્થિક કારણ પણ હોઈ શકે છે જેને આંકડાઓમાં સામેલ નથી કરવામાં આવ્યા. તેમાં કહેવામાં આવ્યું છે કે, કેટલીક રાષ્ટ્રીયતાવાળા સમૂહોમાં સાર્વજનિક લોકોની સાથે સંપર્કવાળા કામોમાં વધુ પ્રતિનિધિત્ય હોઈ શકે છે અને એવામાં તેમના કામકાજ દરમિયાન સંક્રમિત થવાની વધુ શક્યતા છે. ONSની યોજના કોરોના વાયરસના જોખમ અને લોકોના કામન પ્રકૃતિની વચ્ચે સંબંધ શોધે છે.

  આ પણ વાંચો, ટ્રમ્પનો અંગત સેવક કોરોના પોઝિટિવ, રાષ્ટ્રપ્રમુખે કહ્યું, હવે રોજ ટેસ્ટ કરાવીશ

  એશિયન અને અશ્વેત ભીડવાળા સ્થળોમાં રહે છે

  જોસેફ રાઉનટ્રી ફાઉન્ડેશનની એક્ટિંગ ડાયરેક્ટર હેલેન બર્નાર્ડે બીબીસીને જણાવ્યું કે એશિયન એન માઇનોરિટી એથનિક બેકગ્રાઉન્ડના વર્કર્સના ભીડવાળા વિસ્તારમાં રહેવું વધુ સરળ છે, તેમના અનેક પરિવારોમાં પણ વાયરસ ફેલાવાનો ખતરો ઊભો થઈ રહ્યો છે. તેઓએ જણાવ્યું કે યૂકેમાં ઓછો પગાર, અસુરક્ષિત નોકરીઓ છએન ઝડપથી વધતી લિવિંગ કોસ્ટથી આ સંકટ વધુ ઘેરાતું જાય છે. તેઓએ જણાવ્યું કે આપણે પોતાની જાતને પૂછવું જોઈએ કે વાયરસથી પસાર થયા બાદ આપણે કેવા પ્રકારના સમાજમાં જીવવા માંગીએ છીએ.

  ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેરની એક સ્પોક્સપર્સને બીબીસીને જણાવ્યું કે તેઓએ સ્થૂળતા, લોકેશન, કયા દેશના છે અને અનય ફેક્ટરોના આધાર પર વાયરસની અસર પણ માહિતી મેળવવા માટે પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડને કહ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, અમારા માટે એ જાણવું વધુ જરૂરી છે કે કયા ગ્રુપ એવા છે જે સૌથી વધુ જોખમમાં છે. ત્યારે જ અમે તેમને બચાવવા અને જોખમને ઓછું કરવા માટે પગલાં ભરી શકીશું.

  આ પણ વાંચો, લૉકડાઉનમાં પોતાની 20 ગર્લફ્રેન્ડ સાથે લક્ઝરી હોટલમાં ‘કેદ’ છે આ દેશનો રાજા
  First published:May 08, 2020, 11:33 am

  टॉप स्टोरीज