Home /News /national-international /કોરોના હજુ પણ જીવંત! કોવિડ એક્ટિવ કેસમાં 63 ટકાનો વધારો થયો, શું છે H3N2 વાયરસ, જાણો...

કોરોના હજુ પણ જીવંત! કોવિડ એક્ટિવ કેસમાં 63 ટકાનો વધારો થયો, શું છે H3N2 વાયરસ, જાણો...

દેશમાં કોરોનાની સાથે H3N2 વાયરસના કેસ વધવા લાગ્યા.

Corona Case In India: દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણના કેસ વધવા લાગ્યા છે. કોવિડ (COVID-19)ની સાથે H3N2 વાયરસ (H3N2 ઈન્ફ્લુએન્ઝા વાયરસ)ના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જો આપણે કોરોનાની વાત કરીએ તો ભારતમાં એક જ દિવસમાં 379 નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, કોરોના અને H3N2 વાયરસના ચેપના લક્ષણો સમાન હોઈ શકે છે. ઘણા દર્દીઓ ગળામાં દુખાવો, ઉધરસ, શરદી અને ફ્લૂની ફરિયાદ કરી શકે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી :  જો તમે વિચારી રહ્યા છો કે, કોરોના (COVID-19) સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયો છે, તો તમે ખોટા છો. દેશમાં કોરોના વાયરસે ફરી એકવાર જોર પકડ્યું છે. ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના 379 નવા કેસ નોંધાયા છે. આ પછી, હવે દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,89,072 થઈ ગઈ છે. અને હાલમાં 3177 દર્દીઓ સારવાર હેઠળ છે. એટલું જ નહીં, H3N2 ઈન્ફ્લુએન્ઝા વાયરસ કે જેને હોંગકોંગ ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના કેસ પણ ઝડપથી વધવા લાગ્યા છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, ઘણા દર્દીઓ ગળામાં દુખાવો, ઉધરસ અને શરદીની ફરિયાદો સાથે આવી રહ્યા છે.

દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, છેલ્લા 3 અઠવાડિયાથી દેશમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો છે. 27 ફેબ્રુઆરીથી 5 માર્ચની વચ્ચે દેશમાં કોરોનાના 1898 નવા કેસ મળી આવ્યા હતા, જેનો અર્થ છે કે, ગત સપ્તાહની સરખામણીમાં કોરોનાના કેસોમાં 63 ટકાનો વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર, 20 થી 26 ફેબ્રુઆરી વચ્ચે દેશમાં કોરોના સંક્રમણના 1163 કેસ નોંધાયા હતા, જે પાછલા સપ્તાહના આંકડા કરતા 39 ટકા વધુ હતા. તે જ સમયે, 13 થી 19 ફેબ્રુઆરી વચ્ચે કોરોનાના 839 કેસ નોંધાયા હતા, જે પાછલા અઠવાડિયા કરતા 13 ટકા વધુ હતા.

કોરોનાના કેસ સતત વધી રહ્યા છે

હાલમાં, કોરોનાના ઘણા કેસ નથી, પરંતુ સક્રિય કેસોમાં ઝડપથી વધારો ચિંતાનું કારણ બની શકે છે. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ છેલ્લા 5 અઠવાડિયાથી કોરોનાના કેસ વધી રહ્યા છે. જોકે, છેલ્લા બે સપ્તાહમાં થોડો વધારો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, છેલ્લી વખત જ્યારે કોરોનાનો કહેર હતો ત્યારે લગભગ 1.4 લાખ કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો : 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'ના સેટ પર લાગી ભીષણ આગ, નીલ ભટ્ટના શોને લાગી નજર

ત્યાર બાદ, એક્ટીવ કેસોમાં ધીમે ધીમે ઘટાડો થયો. 23 થી 29 જાન્યુઆરી વચ્ચે સાપ્તાહિક કેસ સૌથી નીચા સ્તરે હતા. તે જ સમયે, 27 માર્ચથી 5 માર્ચની વચ્ચે, દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા હતા. ગયા અઠવાડિયે, કેરળમાં 410 કેસ નોંધાયા હતા, જ્યારે મહારાષ્ટ્રમાં 287 કેસ નોંધાયા હતા.

જાણો ક્યાં છે કોરોનાના સૌથી વધુ સક્રિય કેસ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર બુધવારે દેશમાં કોરોનાના 326 કેસ નોંધાયા છે. આ સાથે 67 દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા વધીને 3 હજારથી વધુ થઈ ગઈ છે. હવે દેશમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 5 લાખને વટાવી ગયો છે. તે જ સમયે, કોરોનાના સક્રિય કેસ વધીને 4.46 કરોડ થઈ ગયા છે. તે જ સમયે, કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં અડધાથી વધુ કોરોના કેસ નોંધાયા છે. કેરળમાં સૌથી વધુ 1474 સક્રિય કેસ, કર્ણાટકમાં 445 અને મહારાષ્ટ્રમાં 379 કેસ છે.

શું H3N2 વાયરસ કોરોનાના કેસ વધવાનું કારણ છે?

દેશમાં કોરોનાની સાથે H3N2 વાયરસના કેસ પણ વધવા લાગ્યા છે. આ પછી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશના ટોચના આરોગ્ય નિષ્ણાતો સાથે H3N2 ઈન્ફલ્યુએન્ઝાના વધતા કેસ વિશે ચર્ચા કરી. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, તમામ વાયરલ તાવના કેસોમાં સમાન લક્ષણો હોય છે. દર્દીઓ શરદી, ઉધરસ, તાવ, શરીર અને માથાનો દુખાવોની ફરિયાદ કરી શકે છે. નિષ્ણાતો કહે છે કે, હાલમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા અને કોરોના વાયરસ વચ્ચે તફાવત કરવો મુશ્કેલ છે, કારણ કે બંનેના લક્ષણો સમાન છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, હાલમાં લોકોને H3N2 વાયરસનો ચેપ લાગી રહ્યો છે, જોકે, આ અંગે ડોક્ટર્સનું કહેવું છે કે, કોરોનાના સમયગાળા દરમિયાન લોકો ઘરની બહાર નીકળ્યા ન હતા, પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. આવી સ્થિતિમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસ પણવ વાયુ વેગે વધી રહ્યા છે.
First published:

Tags: Corona case, New Variant