Home /News /national-international /કોવિડ કેસમાં 'આકસ્મિક' વધારો! 'ફાસ્ટ' XBB વેરિયન્ટ છે નવો વિલન? ભારતમાં 3 હજાર નવા કેસ

કોવિડ કેસમાં 'આકસ્મિક' વધારો! 'ફાસ્ટ' XBB વેરિયન્ટ છે નવો વિલન? ભારતમાં 3 હજાર નવા કેસ

ફાઇલ તસવીર

NEW COVID VARIANT: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે XBB.1.16 "ઝડપથી ફેલાય છે અને તેની સામે રસી પણ બિનઅસરકારક છે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Delhi chief minister Arvind Kejriwal) શુક્રવારે કહ્યું હતું કે કોવિડ -19 (Covid-19 Cases in India) ના તમામ "100% કેસ" જીનોમ સિક્વન્સિંગ (genome sequencing) માટે મોકલવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, સંક્રમણમાં આ વધારો કોરોનાવાયરસના XBB વેરિઅન્ટ (Covid-19 XBB Variant) અને તેના સબ-વેરિઅન્ટના કારણે થયો છે.

પત્રકાર પરિષદને સંબોધતા કેજરીવાલે કહ્યું હતું કે XBB.1.16 "ઝડપથી ફેલાય છે અને રસી બિનઅસરકારક છે" પરંતુ તે "ગંભીર નથી". સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે ઓક્સિજન અને વેન્ટિલેટર સહિત 7,986 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. આમાંથી અત્યાર સુધીમાં ફક્ત 66 બેડ પર દર્દીઓ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં જે ત્રણ મૃત્યુ થયા છે તે કોવિડ સંબંધિત નથી. દર્દીઓને અન્ય બિમારીઓ હતી અને કોરોનાવાયરસ "આકસ્મિક" રીતે થયો હતો. અન્ય રાજ્ય સરકારો પણ કોવિડ -19 માટેના ટેસ્ટમાં વધારો કરી રહી છે અને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ (Mask & Social Distance)ને પ્રોત્સાહિત કરી રહી છે, કારણ કે વાયરસના કેસની સંખ્યામાં વધારો યથાવત છે, દૈનિક કેસો (Covid-19 Daily Cases in India)ની સંખ્યા લગભગ છ મહિનાના રેકોર્ડને તોડી રહી છે. શુક્રવારે ભારતમાં 24 કલાકમાં 3,095 નવા કેસ જોવા મળ્યા હતા.

ઉત્તર પ્રદેશથી લઈને મહારાષ્ટ્ર અને કેરળ સુધી હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, નમૂનાઓના જીનોમ સિક્વન્સિંગથી જાણવા મળ્યું છે કે સ્પાઇક પાછળ XBB જવાબદાર છે અને કોઈ નવો વેરિઅન્ટ નથી.

ગઇકાલે સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા ડેટામાં જણાવવામાં આવ્યું હતું કે, 24 કલાકમાં પાંચ મૃત્યુ સાથે ભારતનો કુલ આંક વધીને 5,30,867 પર પહોંચી ગયો છે. જેમાં ગોવા અને ગુજરાતમાં એક-એક અને કેરળમાં ત્રણ હતા.

દૈનિક પોઝિટિવિટી 2.61 ટકા નોંધાઈ હતી, જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી 1.91 ટકા હતી. કોવિડ કેસોની કુલ સંખ્યા 4.47 કરોડ (4,47,15,786) નોંધાઈ હતી. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, એક્ટિવ કેસો હવે કુલ ઇન્ફેક્શનના 0.03 ટકા છે, જ્યારે રાષ્ટ્રીય રિકવરી રેટ 98.78 ટકા નોંધાયો છે. ડેટામાં વધુમાં જણાવાયું છે કે, રાષ્ટ્રવ્યાપી અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 220.65 કરોડ કોવિડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

દિલ્હીમાં કોરોનાની સ્થિતિ

રાજ્યના આરોગ્ય પ્રધાને ઉચ્ચ પોઝિટિવિટી રેટને કારણે લોકોને ગભરાવાની જરૂર નથી તેવું કહ્યું છે. ગુરુવારે એક પત્રકાર પરિષદને સંબોધતા ભારદ્વાજે કહ્યું હતું કે, તેઓ કોવિડના કેસોમાં ઉછાળા અંગે કેટલાક ઇન્ડિકેટર્સ મેળવી રહ્યા છે, પરંતુ તેઓ તેની સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. મુખ્યમંત્રી કેજરીવાલ પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં 700 નવા કેસ

મહારાષ્ટ્રમાં ગુરુવારે લગભગ 700 નવા કોવિડ -19 કેસ નોંધાયા હતા, જે પાંચ મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ તપાસ છે. કેસોમાં ઉછાળાને કારણે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 3,000 ના આંકડાને વટાવી ગઈ છે, જે માત્ર નવ દિવસમાં બમણી થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં સોલાપુર અને સાંગલી જિલ્લો માર્ચમાં અનુક્રમે 20.05 ટકા અને 17.47 ટકાના દર સાથે પોઝિટિવિટી ચાર્ટમાં ટોચ પર છે.

"ચાર અઠવાડિયા પહેલાં રાજ્યનો પોઝિટિવિટી રેટ 1.05 ટકા હતો, પરંતુ 22થી 28 માર્ચની વચ્ચે 6.15 ટકા નોંધાવ્યો હતો. રાજ્ય વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પોઝીટીવિટી દરમાં વધારો કરનારા જિલ્લાઓમાં સોલાપુર (20.05 ટકા), સાંગલી (17.47 ટકા), કોલ્હાપુર (15.35 ટકા), પુણે (12.33 ટકા), નાસિક 7.84 ટકા અને અહમદનગર (7.56 ટકા)નો સમાવેશ થાય છે.

વધુમાં જણાવ્યું હતું કે, મુંબઈ, પુણે, થાણે, રાયગઢ, નાસિક અને સાંગલી જેવા જિલ્લાઓમાં કોવિડ -19ના કેસોની દૈનિક રિપોર્ટિંગ વધારે છે. વિભાગે પુષ્ટિ કરી છે કે નવા કોવિડ -19 વેરિએન્ટ - XBB.1.16 - રાજ્યમાં અત્યાર સુધીમાં 230 દર્દીઓના સ્વેબ નમૂનાઓમાં મળી આવ્યા છે. વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી)ના ચીફ અભિજિત બાંગરે કાલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલ (સીએસએમએચ) માં વિશેષ વોર્ડની સાથે 25 વધુ બેડ તૈયાર કરવાની યોજના શરૂ કરી છે. ટીએમસીના ચીફે અધિકારીઓને 'ડેથ ઓડિટ' હાથ ધરવાની સૂચના પણ આપી છે, જેથી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા જાણી શકાય અને જાહેર સ્થળો, બજારો, રેલ્વે સ્ટેશનો અને મોલ્સમાં કોરોનાવાયરસ ટેસ્ટની સંખ્યા વધારી શકાય.

ઉત્તર પ્રદેશમાં શું છે સ્થિતિ

ઉત્તર પ્રદેશ સરકારે ગુરુવારે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં કામ કરતા તમામ ફ્રન્ટલાઈન કામદારોને 'એલર્ટ મોડ' પર મૂકી દીધા છે અને સાવચેતીના પગલાં વધાર્યા છે.

28 માર્ચ સુધીમાં કોવિડ -19 થી અસરગ્રસ્ત જિલ્લાઓમાં ગૌતમ બુદ્ધ નગર (57), ગાઝિયાબાદ (55), લખીમપુર ખેરી (44), લખનઉ (27), બિજનોર (12), લલિતપુર (9) અને સહારનપુર (8)નો સમાવેશ થાય છે. અધિકારીઓને આ જિલ્લાઓની પરિસ્થિતિ પર કાળજીપૂર્વક નજર રાખવા નિર્દેશ આપવામાં આવ્યો છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેસ્ટિંગ અને સારવાર વધારવા અને અગાઉની કોવિડ -19 લહેરમાં સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં વિશેષ સાવચેતી રાખવા માટેના નિર્દેશો પણ જારી કરવામાં આવ્યા છે.

કેરળના આ બે જીલ્લાઓ સૌથી વધુ અસરગ્રસ્ત

આરોગ્ય મંત્રીના કાર્યાલયના સત્તાવાર નિવેદન મુજબ, એર્નાકુલમ અને તિરુવનંતપુરમ જિલ્લામાં કોવિડના સૌથી વધુ કેસ છે. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે, "રાજ્યમાં પોઝિટિવ કેસ વધી રહ્યા છે અને તેથી એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એવું જાણવા મળ્યું છે કે રાજ્યમાં ઓમિક્રોન ફેલાઈ રહ્યો છે અને નમૂનાઓ જીનોમિક સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે."

હરીયાણા સરકારે જાહેર કરી ગાઇડલાઇન્સ

હરિયાણા સરકારે નવી માર્ગદર્શિકા જારી કરી છે અને તમામ આરોગ્ય સુવિધાઓને કોઈ દેશ અથવા એવા વિસ્તારમાં મુસાફરીની હિસ્ટ્રી ધરાવતા શંકાસ્પદ કેસની ટ્રાવેલ હિસ્ટ્રી રેકોર્ડ કરવા જણાવ્યું છે જ્યાં આ વાયરસની જાણ થઈ છે. આરોગ્ય વિભાગના જાહેરનામામાં જણાવાયું છે કે, "આ ઉપરાંત, કોવિડ-19ના શંકાસ્પદ અથવા પુષ્ટિ થયેલા કેસના સંપર્કમાં આવવાનો ઇતિહાસ નોંધવામાં આવશે અને આવા તમામ કેસોની માહિતી તાત્કાલિક જિલ્લાના સિવિલ સર્જનની કચેરીને આપવામાં આવશે."

આ પણ વાંચો: મહિલા ડોક્ટરો સાથે ઈલાજના બદલે મજા કરી રહ્યા છે રશિયન સૈનિકો, આખી રાત હવસનો શિકાર બનાવીને...

ગોવામાં નવા 108 કેસ

આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, ગોવામાં ગુરુવારે કોરોના વાયરસના 108 નવા કેસ નોંધાયા હતા, જ્યારે રાજ્યમાં વધુ એક દર્દીએ ઇન્ફેક્શનના કારણે દમ તોડી દીધો હતો. ડિપાર્ટમેન્ટના બુલેટિનમાં જણાવાયું હતું કે, આ વધારા સાથે રાજ્યનો સરેરાશ કોવિડ -19 ટેલી વધીને 2,59,813 પર પહોંચી ગયો છે, જ્યારે મૃત્યુઆંક વધીને 4,014 થયો છે. બુધવારે રાજ્યમાં 97 નવા કેસ નોંધાયા હતા.
First published:

Tags: Corona case, Corona New Variant, Covid 19 cases

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો