Corona Latest Updates: દેશમાં 24 કલાકમાં 18,132 નવા કેસ નોંધાયા, 193 દર્દીએ જીવ ગુમાવ્યો

છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,132 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. (તસવીર- AFP)

Kerala Covid-19 Pandemic: કેરળમાં સ્થિતિ બેકાબૂ, એક જ દિવસમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા અને 85 લોકોનાં મોત

  • Share this:
    Coronavirus in India, 11 October 2021: ભારતમાં હાલ એક દિવસમાં 20 હજારથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. પણ સૌથી વધુ સંક્રમિત રાજ્ય કેરળ (Kerala Corona Cases) છે. અહીં છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. ગુજરાતમાં નવરાત્રિની (Navratri 2021) ઉજવણી દરમિયાન પણ સંક્રમણની સ્થિતિ (Covid Pandemic in Gujarat) કાબૂમાં છે. રાજ્યમાં એક દિવસમાં 18 નવા કેસ નોંધાયા છે જ્યારે 17 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

    કેન્દ્રીય આરોગ્ય વિભાગે સોમવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,132 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 193 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,39,71,607 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 95,19,84,373 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 46,57,679 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 32 લાખ 93 હજાર 478 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 21,563 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 2,27,347 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,50,782 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 10 ઓક્ટોબર, 2021 સુધીમાં કુલ 58,36,31,490 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રવિવારના 24 કલાકમાં 10,35,797 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે.


    આ પણ વાંચો, Explained: કોવિડ-19 વેક્સીન ડેલ્ટા વેરિએન્ટ પર કેટલી અસરકારક? જાણો વેક્સીન કેટલી જરૂરી છે?

    ગુજરાતમાં કોરોના સંક્રમણની (Corona Cases in Gujarat) વાત કરીએ તો નવા 18 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 17 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,872 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી રવિવારે એક પણ મોત થયું નથી જે રાહતના સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં 8,58,029 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, EXPLAINED: મેલેરિયાની વેક્સીનને WHOની મંજૂરી, 30 વર્ષની મહેનત બાદ બનાવવામાં આવી વેક્સીન

    ગુજરાતમાં હાલ કુલ 183 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 178 નાગરિકો સ્ટેબલ છે. 8,15,872 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10086 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 4, વલસાડમાં 4, સુરતમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયા છે. બીજી તરફ ગુજરાતમાં 45 વર્ષથી વધારેની ઉંમરના 74555 નાગરિકોને રસીનો પ્રથમ અને 190229 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 230464 નાગરિકોને રસીનો પ્રથમ અને 351367 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 8,58,029 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,50,26,318 રસીના ડોઝ અપાઇ ચૂક્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: