Corona Update: AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. એમ.સી. મિશ્રા કહે છે કે, ચીનને તેની ઝીરો કોવિડ પોલિસીને કારણે જ નુકસાન થયું છે. ત્યાં કોરોના સામે હર્ડ ઇમ્યુનિટી વિકસિત થઈ શકી નહોતી. આ સિવાય ચીનમાં ખૂબ જ ઓછું રસીકરણ થયું છે. ત્યાંની મોટાભાગની વસ્તીને કોરોનાની રસી મળી નથી, તેથી કોરોનાના કોઈપણ પ્રકારનો ચેપ તેમના માટે ખતરનાક બની શકે છે.
નવી દિલ્હીઃ ચીનમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેને કારણો ચીનમાં ઘણી જગ્યાએ ઝીરો કોવિડ પોલિસી હેઠળ લોકડાઉન લગાવ્યું છે. તેની સામે લોકોએ વિરોધ નોંધાવ્યો છે અને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. મહત્ત્વની વાત તો ઓ છે કે, ચીનમાં દરરોજ કોરોનાના 30,000થી વધુ કોરોનાના કેસ આવી રહ્યા છે. તેની સામે ભારતમાં ખૂબ જ ઓછા કેસ છે અને દરરોજ 300-400 કેસ આવી રહ્યા છે. જો કે, ચીનમાં વધી રહેલા કેસોને કારણે ભારતમાં પણ ફરી એકવાર કોરોનાના કેસ વધવાની શક્યતા ઉભી થઈ છે.
શું કહે છે નિષ્ણાત?
આ અંગે આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, ચીનમાં કોરોના ફેલાવવા માટે તેમની પાસે પોતાના કારણો છે, પરંતુ તેમ છતાં એવું કહી શકાય નહીં કે તેની અસર ભારત પર નહીં થાય. વહેલાં-મોડા ભારતમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. એમસી મિશ્રા કહે છે કે, જો ડેલ્ટા (કોરોના વેરિઅન્ટ) જેવો કોઈ નવો વેરિયન્ટ નહીં આવે તો ચીનમાં વધતા આંકડાની ભારત પર બહુ અસર નહીં થાય.
‘ચીનમાં હર્ડ ઇમ્યુનિટી વિકસની નથી’
ડો. મિશ્રા કહે છે કે, ચીનને તેની ઝીરો કોવિડ પોલિસીના કારણે જ નુકસાન થયું છે. ત્યાંના લોકોને કોરોનાના હળવા પ્રકારો જેમ કે ઓમિક્રોન વગેરેથી ચેપ લાગ્યો ન હતો અને તેમનામાં કોરોના સામે હર્ડ ઇમ્યુનિટી વિકસિત થઈ શકી નહોતી. આ સિવાય ચીનમાં ખૂબ જ ઓછું રસીકરણ થયું છે. ત્યાંની મોટાભાગની વસ્તીને કોરોનાની રસી મળી નથી, તેથી કોરોનાના કોઈપણ પ્રકારનો ચેપ તેમના માટે ખતરનાક બની શકે છે.
‘નવો વેરિઅન્ટ ન આવે તો અસર નહીવત્ થશે’
જ્યાં સુધી ભારતની વાત છે તો અહીં કોરોના રસીકરણ ખૂબ ઝડપી રહ્યું છે. ઘણાં લોકોએ બૂસ્ટર ડોઝ પણ લીધો છે. હજુ પણ અહીં રસી ઉપલબ્ધ છે, જો લોકો ઇચ્છે તો તેઓ રસીનો બૂસ્ટર ડોઝ મેળવી શકે છે. આ ઉપરાંત ઓમિક્રોનના ચેપ પછી અહીંના લોકોમાં હર્ડ ઇમ્યુનિટી વિકસિત થઈ હતી અને રસીકરણ પછી સુપર ઇમ્યુનિટી વિકસાવવામાં આવી છે. તેથી જો નવો વેરિઅન્ટ ન આવે તો ચીનના આંકડાઓની ભારતમાં વધુ અસર નહીં થાય. હા, કોરોના કેસની સંખ્યામાં થોડો વધારો થઈ શકે છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર