Corona Cases Updates: દેશમાં 24 કલાકમાં 318 દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક 4 લાખ 46 હજારને પાર

કોવિડ-19 (COVID-19)ના કારણે 318 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)

Covid-19 in India: ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો, કોવિડ વેક્સીનેશનને આંક 84 કરોડથી પણ વધુ

  • Share this:
    Covid-19 Latest Updates, 24 September 2021: ભારતમાં કોરોના વાયરસના (India Coronavirus Cases) મામલા 30 હજારની ઉપર જ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 સંક્રમણના 31 હજાર 382 નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં (Gujarat Corona Cases) પણ કોરોના સંક્રમિતોની સંખ્યામાં સાધારણ ઉછાળો જોવા મળ્યો છે. પરંતુ સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ કેરળમાં (Kerala Pandemic Updates) છે. અહીં ગત એક દિવસમાં 19,682 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં (Covid-19 in Maharashtra) 3,320 લોકો સંક્રમિત થયા છે.

    શુક્રવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 31,382 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 318 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,35,94,803 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 84,15,18,026 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 72,20,642 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 28 લાખ 48 હજાર 273 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 32,542 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 3,00,162 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,46,368 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 23 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 55,99,32,709 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના 24 કલાકમાં 15,65,696 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 3,59,297 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.


    આ પણ વાંચો, કોવિડ-19 વેક્સીન ડેલ્ટા વેરિએન્ટ પર કેટલી અસરકારક? જાણો વેક્સીન કેટલી જરૂરી છે?

    ગુજરાતમાં કોરોનાથી 26 લોકો સંક્રમિત થયા

    ગુજરાતમાં કોરોના કેસોમાં (Gujarat Coronavirus updates) થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 26 કેસ નોંધાયા છે. જેની સામે 19 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં અત્યારે કુલ 140 એક્ટિવ કેસ છે, જેમાં 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 134 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 815575 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

    આ પણ વાંચો, દક્ષિણ આફ્રિકામાં મળી આવેલો નવો કોવિડ-19 વેરિએન્ટ C.1.2 કેટલો ઘાતક?

    ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 5, સુરતમાં 7, વડોદરામાં 2, રાજકોટમાં 2, ગીર સોમનાથ, પોરબંદરમાં 2-2, અમરેલી, ભાવનગર, જામનગર, કચ્છ, નવસારી, વલસાડમાં 1-1 સહિત કુલ 26 કેસ નોંધાયા છે. બીજી તરફ સુરતમાં 5, વડોદરામાં 4, રાજકોટમાં 3, જામનગરમાં 3, કચ્છમાં 2, નવસારી, પોરબંદરમાં 1-1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 3,59,297 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 5,83,50,222 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: