Home /News /national-international /Coronavirus in India: મુંબઈ અને દિલ્હીમાં 50થી 70% વધ્યા કોરોનાના કેસ, 10 પોઇન્ટ્સમાં સમજો દેશની સ્થિતિ

Coronavirus in India: મુંબઈ અને દિલ્હીમાં 50થી 70% વધ્યા કોરોનાના કેસ, 10 પોઇન્ટ્સમાં સમજો દેશની સ્થિતિ

દિલ્હીમાં એક દિવસમાં કોવિડ-19 કેસમાં સૌથી વધુ વધારો થયા બાદ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Coronavirus in India: મહારાષ્ટ્રમાં મંગળવારે કોવિડ-19 (Covid-19)ના 2,172 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 66,61,486 થઈ ગઈ છે જ્યારે વધુ 22 દર્દીઓના મૃત્યુને કારણે મૃત્યુઆંક વધીને 1,41,476 થઈ ગયો છે.

નવી દિલ્હી. ભારત (India)ના ઘણાં શહેરોમાં કોરોનાવાયરસ (Corona cases) સંક્રમણના આંકડામાં ઉછાળો નોંધાયો છે. મુંબઈ (Mumbai) અને રાજધાની દિલ્હી (Delhi)માં સ્થિતિ વણસતી જોવા મળી રહી છે. બંને રાજ્યોમાં 24 કલાકમાં અનુક્રમે 70 અને 50% કેસ વધ્યા છે. મુંબઈમાં સંક્રમિતોની સંખ્યા 1377 રહી. તો દિલ્હીમાં આ આંકડો 496 પર હતો. મહારાષ્ટ્રમાં મંગળવારે કોવિડ-19 (Covid-19)ના 2,172 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 66,61,486 થઈ ગઈ છે જ્યારે વધુ 22 દર્દીઓના મૃત્યુને કારણે મૃત્યુઆંક વધીને 1,41,476 થઈ ગયો છે.

દિલ્હીમાં એક દિવસમાં કોવિડ-19 કેસમાં સૌથી વધુ વધારો થયા બાદ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) હેઠળ 'યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. દિલ્હીમાં કોવિડ-19ની ત્રીજી લહેરની શક્યતાને ધ્યાનમાં રાખીને DDMAએ જુલાઈમાં GRAPને મંજૂરી આપી હતી. આ યોજના હેઠળ પ્રતિબંધો લાદવા અને દૂર કરવા વિશે સ્પષ્ટ ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. યલો એલર્ટ હેઠળ શાળાઓ, કોલેજો, ટ્રેનિંગ અને કોચિંગ સંસ્થાઓ તેમજ પુસ્તકાલયો પણ બંધ કરવામાં આવશે.

1. મુંબઈમાં આકંડામાં ઘટાડા બાદ તેજીથી ઉછાળો નોંધાયો હતો. સોમવારે શહેરમાં 809 નવા દર્દીઓ મળ્યા હતા. રવિવારની સરખામણીએ સોમવારે કોરોના સંક્રમિતોની સંખ્યા 113 ઓછી રહી.

2. સ્પાઇક રેટ મુંબઈમાં સૌથી વધુ રહ્યો. મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 11,492 દર્દી સારવાર હેઠળ છે. સંક્રમણથી સાજા થવાનો દર 97.65% છે જ્યારે મૃત્યુ દર 2.12% છે.

3. દિલ્હીમાં 'યલો એલર્ટ' હેઠળ પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ 50 ટકાનો વધારો જોવા મળ્યો હતો. સોમવારે છ મહિના પછી એક જ દિવસમાં સંક્રમણના સૌથી વધુ 331 કેસ નોંધાયા અને સંક્રમણ દર 0.67 ટકા સુધી પહોંચી ગયો.

4. દિલ્હીમાં 2 જૂન પછી પહેલીવાર એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં કેસ નોંધાયા હતા. તો પોઝિટિવિટી રેટ 0.89 ટકા રહ્યો હતો. આ આંકડો 31 મે બાદ સૌથી વધુ હતો.

5. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, 'જ્યારે આપણે બજારો અને મોલમાં ભીડ જોઈએ છીએ, ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ. જો આમ જ ચાલુ રહેશે તો બજારો બંધ કરવી પડશે.’ તેમણે કહ્યું, 'હું જાણું છું કે તમે પ્રતિબંધોથી કંટાળી ગયા છો, પરંતુ તે જરૂરી છે અને અમે તેના વિશે કંઈ કરી શકતા નથી.'

આ પણ વાંચો: દેશને મળી વધુ બે made in India vaccine, એન્ટી કોવિડ પિલને પણ મંજૂરી

6. નવા પ્રતિબંધો હેઠળ, શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ, સિનેમા હોલ અને જીમ બંધ રહેશે અને મોલ અને દુકાનો એક નિશ્ચિત સમય માટે ઓડ-ઇવનના આધારે ખુલશે.

7. દિલ્હી મેટ્રો 50 ટકા ક્ષમતા સાથે દોડશે. સાથે જ રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધીનો નાઇટ કર્ફ્યુ પહેલાંથી જ શરૂ થઈ ચૂક્યો છે.

8. મહારાષ્ટ્રમાં ફેટલિટી દર 2.12 ટકા છે. મંગળવારે રાજ્યમાં ઓમિક્રોનનો કોઈ દર્દી મળ્યો ન હતો. 27 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિતોની સંખ્યા 167 હતી.

9. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે જો રાજ્યમાં મેડિકલ ઓક્સિજનની માંગ 800 મેટ્રિક ટન પ્રતિ દિવસ સુધી પહોંચે છે, તો લોકડાઉન લાગુ કરવામાં આવશે.omicron

10. રાજ્ય સરકારે તાજેતરમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી 5થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત, જાહેર કાર્યક્રમોમાં માત્ર મર્યાદિત સંખ્યામાં લોકો જ હાજરી આપી શકે છે.
First published:

Tags: Corona cases, Coronavirus, Covid-19 Case, Omicron variant, દિલ્હી, ભારત, મુંબઇ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો