COVID-19 in India: કોરોનાને લઈ રાહતના સમાચાર, સતત બીજા દિવસે 25 હજાર કેસ, 354નાં મોત

કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. (પ્રતીકાત્મક તસવીર- AP)

Corona Vaccination Campaign: ભારતમાં 58 કરોડ 89 લાખથી વધુ લોકોને કોરોનાની વેક્સીન અપાઈ, એક દિવસમાં 63 લાખથી વધુ લોકોએ લીધો ડોઝ

  • Share this:
    Covid-19 Cases in India, 24 August 2021: ભારતમાં સતત બીજા દિવસે કોરોનાથી સંક્રમિત થયેલા (India Corona New Cases) દર્દીઓનો આંકડો 25 હજારની આસપાસ નોંધાયો છે. બીજી તરફ, 24 કલાકમાં મૃત્યુ પામનારા દર્દીઓની (Covid Patients Deaths) સંખ્યા પણ 400થી નીચે નોંધાઈ છે, જેના કારણે તંત્રે થોડો રાહતનો શ્વાસ લીધો છે. આ ઉપરાંત દેશમાં કોરોના રસીકરણ અભિયાન (Corona Vaccination Campaign) પણ વેગવંતુ બન્યું છે. અત્યાર સુધી 58 કરોડ 89 લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે.

    એક દિવસમાં 63,85,298 લોકોને રસી અપાઈ

    મંગળવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 25,467 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 354 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,24,74,773 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 58,89,97,805 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 63,85,298 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.


    ભારતમાં મૃત્યુઆંક 4,35,110એ પહોંચ્યો

    કોવિડ-19 મહામારી (COVID-19 Pandemic) સામે લડીને ભારતમાં 3 કરોડ 17 લાખ 20 હજાર 112 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 39,486 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.60 ટકા છે. હાલમાં 3,19,551 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,35,110 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 23 ઓગસ્ટ, 2021 સુધીમાં કુલ 50,93,91,792 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના 24 કલાકમાં 16,47,526 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    ગુજરાતમાં કોવિડ રિકવરી રેટ 98.76 ટકા

    ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતિ (Corona Cases in Gujarat)અંગે વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 171 એક્ટિવ કેસ છે અને 5 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કુલ 8,15,066 દર્દીઓએ કોરોનાને હાર આપી છે. રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.

    આ પણ વાંચો, Post COVID Problem: કોરોનામાંથી સાજા થયા બાદ શું તમને પણ થઈ રહી છે વાળ ખરવા સહિતની આ સમસ્યાઓ? જાણો

    ગુજરાતમાં 171 એક્ટિવ કેસ

    ગુજરાતમાં કોરોનાના 171 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે. 166 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં 10079 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. વડોદરા કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3 , સુરત 3, અમરેલી 1, ગાંધીનગર કોર્પોરેશન 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1 કેસ સાથે કુલ 14 કેસ નોંધાયા છે.
    Published by:Mrunal Bhojak
    First published: