Home /News /national-international /Coronavirus Live Updates: દેશમાં સંક્રમણ થોડું ઘટ્યું, 24 કલાકમાં 38,948 નવા કેસ, 219 દર્દીનાં મોત

Coronavirus Live Updates: દેશમાં સંક્રમણ થોડું ઘટ્યું, 24 કલાકમાં 38,948 નવા કેસ, 219 દર્દીનાં મોત

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો ઊભી થયો છે. (ફાઇલ તસવીર)

COVID-19 Pandemic: કેરળ અને મહારાષ્ટ્રમાં બેકાબૂ બનેલા કોરાના વાયરસે દેશની ચિંતા વધારી

Coronavirus Latest Updates, 6 September 2021: ભારતમાં કોરોના સંક્રમણને (India Fights Corona) લઈ આંશિક રાહત મળી છે. ઘણા દિવસો બાદ સંક્રમણના કેસ 40 હજારની નીચે નોંધાયા છે. આ ઉપરાંત મૃત્યુઆંક પણ 300ની નીચે રહ્યો છે. મોતનો આંકડો 147 દિવસનો સૌથી ઓછો છે. બીજી તરફ, કેરળમાં (Kerala Corona Cases) છેલ્લા 24 કલાકમાં 26,701 લોકો સંક્રમિત થયા છે જ્યારે 74 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો મહારાષ્ટ્રમાં (Maharashtra Corona Cases) 4,057 નવા કેસ નોંધાયા છે અને 67 દર્દી કોરોના સામેની લડાઈ હારી ગયા છે. ગુજરાતમાં હાલ સ્થિતિ (Gujarat Corona Cases) કાબૂમાં છે અને હાલ 146 એક્ટિવ કેસ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 38,948 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 219 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,30,27,621 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 68,75,41,762 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 25,23,089 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

COVID-19 મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 21 લાખ 81 હજાર 995 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 43,903 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.40 ટકા છે. હાલમાં 4,04,874 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,40,752 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 5 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 53,14,68,867 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રવિવારના 24 કલાકમાં 14,10,649 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ભારતમાં હાલ રિકવરી રેટ 97.40 ટકા છે.


આ પણ વાંચો, Nipah Virus Update: કેરલમાં નિપાહ વાયરસથી 12 વર્ષના બાળકનું મોત, કેન્દ્ર સરકારે ટીમ મોકલી

ગુજરાતમાં કોરોનાના 146 એક્ટિવ કેસ

ગુજરાત છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Coronavirus Cases in Gujarat) 14 કેસ નોંધાયા છે. તેની સામે 16 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,15,262 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ 98.76 ટકા થયો છે. હાલ રાજ્યમાં કુલ 146 એક્ટિવ કેસ છે. જેમાંથી 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 141 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 10,082 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચો, બાળકો માટે વધુ એક વેક્સીન! Biological Eને એડવાન્સ સ્ટેઝ ટ્રાયલની મળી મંજૂરી

ગુજરાત કોરોના રસીકરણમાં મોખરે

ગુજરાતમાં રવિવારે 4,80,410 લોકોએ કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 4,91,03,453 લોકોને રસી આપવામાં આવી છે. દાહોદમાં સૌથી વધુ 7 લોકોને કોરોનાને મ્હાત આપી હતી. આ પછી વડોદરા કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3 અને સુરત કોર્પોરેશન અને સુરતમાં 1-1 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. છેલ્લા 24 કલાકમાં વડોદરા કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, અમદાવાદ કોર્પોરેશનમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, નવસારીમાં 1, વડોદરામાં 1 કેસ નોંધાયો હતો.
First published:

Tags: Corona News, Corona vaccine, Coronavirus, COVID-19, Pandemic