Corona Cases in India: દેશમાં 24 કલાકમાં વધુ 43,509 લોકો થયા સંક્રમિત, રિકવરી રેટ 97.38 ટકાએ પહોંચ્યો

India Fights Corona: ભારતમાં એક્ટિવ કેસમાં ઉછાળો જોવા મળતાં 4 લાખથી વધુ થયા, વધુ 38,465 દર્દીએ કોરોનાને આપી મ્હાત

India Fights Corona: ભારતમાં એક્ટિવ કેસમાં ઉછાળો જોવા મળતાં 4 લાખથી વધુ થયા, વધુ 38,465 દર્દીએ કોરોનાને આપી મ્હાત

  • Share this:
    Corona Cases in India, 29 July 2021: ભારતમાં કોરોના કેસોની સંખ્યા સતત 43 હજારથી ઉપર નોંધાઈ રહી છે. આ ઉપરાંત એક્ટિવ કેસનો આંક ફરીથી 4 લાખથી ઉપર પહોંચી ગયો છે. રાહતની વાત એ છે કે દેશમાં કોવિડ રિકવરી રેટ 97.39 ટકા થઈ ગયો છે. ગુરૂવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 43,509 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,15,28,114 થઈ ગઈ છે.

    કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) સામે લડીને 3 કરોડ 7 લાખ 1 હજાર 612 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 38,465 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,03,840 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,22,662 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

    વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 28 જુલાઈ, 2021 સુધીમાં ભારતમાં કુલ 46,26,29,773 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના 24 કલાકમાં 17,28,795 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.


    આ પણ વાંચો, Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલ પર જનતાને મળી રાહત, ફટાફટ ચેક કરો આપના શહેરના રેટ

    ગુજરાતમાં કોરોના કેસો (Corona Cases in Gujarat)ની વાત કરીએ તો, બુધવાર સાંજ સુધીમાં 23 જિલ્લા અને 3 મહાનગરોમાં કોરોના વાયરસના શૂન્ય કેસ નોંધાયા છે. જ્યારે બાકીના 8 જિલ્લા અને 5 મહાનગરોમાંથી મળીને રાજ્યના કુલ 28 કેસ નોંધાયા છે. જેની સામે આજે 39 દર્દીઓ સાજા થઈ ગયા છે. રાજ્યમાં કોવીડ (COVID-19)ના કારણે આજે એક પણ મોત નથી. રાજ્યમાં એક્ટિવ કેસ (Corona Active Cases)નો આંકડો પણ રેકોર્ડબ્રેક તળિયે પહોંચી ગયો છે. ફક્ત 274 એક્ટિવ કેસ અને 05 વેન્ટિલેટર દર્દી સાથે રાજ્યમાં રિકવરી રેટ 98.75 ટકાએ પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોના વાયરસથી થયેલા મોતનો આંકડો 10,0076 પર સ્થિર છે.

    આ પણ વાંચો, શ્રીલંકાઃ ઘરમાં કૂવો ખોદતા મળ્યો 510 KGનો નીલમ, કિંમત લગભગ 10 કરોડ ડૉલર

    ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 3.21,75,416 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે જેમાં આજે 3,59, 164 નવા વ્યક્તિઓને રસી મળી છે. બુધવારે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 44484 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે આમ દિનપ્રતિદિન કોરોનાની રસી આપવામાં રાજ્યમાં સંખ્યા વધી રહી છે. રાજ્યમાં બંને ડોઝની રસી અપાઈ ગઈ હોય તેવા લોકોની સંખ્યા 71 લાખ પર પહોંચી છે જે મોટો આંકડો છે.
    Published by:Mrunal Bhojak
    First published: