Home /News /national-international /ચીનમાં હજુ પણ કોરોનાનો અંત નહીં આવે! એક્સપર્ટનો ચોંકાવનારો ખુલાસો, હવે 2-3 મહિનામાં...

ચીનમાં હજુ પણ કોરોનાનો અંત નહીં આવે! એક્સપર્ટનો ચોંકાવનારો ખુલાસો, હવે 2-3 મહિનામાં...

Covid-19 In China: ચીનમાં કોરોનાની બેકાબૂ ઝડપ વધુ વધવાની આશંકા છે. (પ્રતિકાત્મક ફોટો)

હેલ્થ એક્સપર્ટ ઝેંગ ગુઆંગે કહ્યું છે કે આ ખૂબ જ સાવધાન રહેવાનો સમય છે. અહીં 21 જાન્યુઆરીથી લૂઅન ન્યૂ યરની રજાઓ બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. હજુ પણ બેકાબૂ કોરોના ઝડપને લઈને હોબાળા જેવી સ્થિતિ છે.

    બેઇજિંગ: ચીનમાં કોરોના વાયરસના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને અહીં 2 થી 3 મહિના સુધી તેની પીક પર રહેવાની આશંકા છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોરોના મહામારીને કારણે ભારત, જાપાન, અમેરિકા, પાકિસ્તાન સહિત અન્ય દેશોમાં કોરોના વાયરસના સંક્રમણનું જોખમ વધી ગયું છે. સ્વાસ્થ્ય નિષ્ણાત ઝેંગ ગુઆંગે કહ્યું છે કે કોરોનાની આ લહેરનો પીક ટાઇમ 60 થી 90 દિવસ સુધી રહી શકે છે અને તેના કારણે ચીનના ગામડાઓ અને દૂરના વિસ્તારો પણ તેનો શિકાર બની શકે છે.

    હેલ્થ એક્સપર્ટ ઝેંગ ગુઆંગે કહ્યું છે કે આ ખૂબ જ સાવધાન રહેવાનો સમય છે. અહીં 21 જાન્યુઆરીથી લૂઅન ન્યૂ યરની રજાઓ બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. હજુ પણ બેકાબૂ કોરોના ઝડપને લઈને હોબાળા જેવી સ્થિતિ છે. ચીનમાં કોરોના મહામારી અને બેકાબૂ સ્થિતિને લઈને (WHO) એલર્ટ જાહેર કર્યું છે. ચીનમાં કોરોનાને લઈને પહેલા ઝીરો ટોલરન્સનો કડક અમલ કરવામાં આવ્યો હતો, પરંતુ લાંબા સમય બાદ જ્યારે લોકોએ તેના વિશે વાંધો ઉઠાવ્યો ત્યારે તેમાં થોડી છૂટછાટ આપવામાં આવી હતી.

    આ પણ વાંચો: PoKમાં પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, રસ્તા પર આવી લોકોએ કહ્યું- 'અમને ભારતમાં પાછા લાવો...'

    નવેમ્બર 2022માં જ્યારે ચીનમાં કોરોના પ્રોટોકોલ હળવા કરવામાં આવ્યો ત્યારે અહીં કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા અને હવે તેના નાગરિકોને અન્ય દેશોમાં મુસાફરી કરવાની મંજૂરી પણ મળી ગઈ છે. આનાથી પણ મોટો ખતરો હોવાની આશંકા છે.

    આગામી 40 દિવસમાં ચીનમાં 200 કરોડ લોકોની અવરજવર થશે

    ચીને પોતાની સરહદો ખોલી છે અને કોરોના પ્રતિબંધો પણ ઘટાડી દીધા છે. બીજી તરફ નવા વર્ષને લઈને આગામી 40 દિવસમાં 200 કરોડ લોકોની અવરજવરની શક્યતાઓ છે. આવી સ્થિતિમાં ચિંતા વધી ગઈ છે કે તેના કારણે કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાશે. ચીનની પેન્ડેમિક પ્રિવેન્શન ટીમના સભ્ય પ્રોફેસર ગુઓ જિયાનવેને કહ્યું છે કે કોરોના સંક્રમણથી બચવા માટે તકેદારી રાખવી પડશે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે ચીનમાં સ્થિતિ કેવી રીતે વિકસે છે?
    Published by:rakesh parmar
    First published:

    Tags: China labs, Coronavirus Covid 19, Coronavirus epidemic

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन