Home /News /national-international /કોરોના મહામારીને રોકવાના નિયમોના પાલનમાં બેદરકારી લોકોને ભારે પડી: દિલ્હીમાં કોરોના કેસમાં તીવ્ર ઉછાળો

કોરોના મહામારીને રોકવાના નિયમોના પાલનમાં બેદરકારી લોકોને ભારે પડી: દિલ્હીમાં કોરોના કેસમાં તીવ્ર ઉછાળો

પ્રતિકાત્મક તસવીર

ઓક્ટોબર-નવેમ્બરના આંકડાની તુલના કરીએ તો દિલ્હી પોલીસ દ્વારા કોરોના નિયમોમાં લાદવામાં આવેલ દંડમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું ફલિત થાય છે.

    કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. લોકોએ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવામાં દાખવેલી બેદરકારી અને પોલીસ દળની નિષ્ક્રિયતાના કારણે આ કેસ વધ્યા હોવાનો દાવો થાય છે. જેનાથી હવે રાજધાની દિલ્હીમાં હવે કોરોનાના આંકડા ભયજનક દેખાઈ રહ્યા છે.

    ઓક્ટોબર-નવેમ્બરના આંકડાની તુલના કરીએ તો દિલ્હી પોલીસ દ્વારા કોરોના નિયમોમાં લાદવામાં આવેલ દંડમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું ફલિત થાય છે. જેના કારણે ફરી એકવાર કોરોનાનો ગ્રાફ ઊંચો જતો જોવા મળી રહ્યો છે. હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ 1થી 15 માર્ચ દરમિયાન રોજ 130થી 160 લોકોને માસ્ક ન પહેરવા બદલ દંડ કરવામાં આવ્યો હતો. જેની સરખામણીમાં 2020ના ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં 2,300 લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. તે સમયે દિલ્હીમા દરરોજ સરેરાશ 3,451 નવા કોરોના કેસ આવી રહ્યા હતા.

    આ પણ વાંચોવડોદરા: 'હું તને મળવા માંગુ છુ', દીકરીને પરેશાન કરતા યુવાનને સમજાવવા ગયેલા પિતાની ચપ્પા મારી હત્યા

    કેસ કરવામાં તંત્ર ઢીલું પડ્યું

    નવેમ્બરમાં દરરોજ આશરે 2000 લોકો પર સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યા હતા. જ્યારે ગત અઠવાડિયામાં ફક્ત 8 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલી પેનલ્ટીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો. જો આપણે 1થી 15 જાન્યુઆરી વચ્ચેના ડેટાનું નિરીક્ષણ કરીએ તો 20,970 લોકોને માસ્ક ન પહેરવા બદલ તંત્રએ પકડ્યા હતા. જોકે, ત્યારબાદ 15 દિવસમાં આ ઘટીને 18,728 થવા પામ્યા હતા. દિલ્હી સરકારે 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરીની વચ્ચે કોરોના ગાઇડલાઇનનું પાલન ન કરવા બદલ 13,148 લોકોની ધરપકડ કરી હતી. જે 16 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરીની વચ્ચે ઘટીને 9,016 થઈ હતી.

    આ પણ વાંચોદાહોદ: 'પતિ તેની પ્રેમિકાને ફાંસીની સજા આપશો', પરિણીતાએ દર્દભરી સુસાઈડ નોટ લખી પુત્ર સાથે આપઘાત કર્યો

    લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ

    કોરોનાના વધતા જતા કેસોને જોતાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ સ્વીકાર્યું કે, કોરોના વાયરસને રોકવા ઘડાયેલા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ દંડ કરવામાં ઢીલા પડ્યા છે. પાંચ જિલ્લા મેજિસ્ટ્રેટ્સ હવે નિયમો પાલન કરાવવા તૈયાર થયા હતા. ઉત્તર દિલ્હીની જિલ્લા મેજિસ્ટ્રેટ ઇશા ખોસલાએ કહ્યું કે તે દરરોજ 200-300 લોકોને દંડ ફટકારે છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં તેઓએ સાવચેતી રાખવા લોકોમાં જાગૃતિ લાવવાનાં પગલાં લીધાં છે અને મોનિટરિંગ ટીમોની સંખ્યા 14 થી વધારીને 21 કરી છે.
    First published:

    Tags: Coronavirus, Delhi News, Health News, આરોગ્ય, દિલ્હી

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો