ખુદ પોલીસકર્મીએ આપી TIPS! કેવી રીતે 22,000નો મેમો માત્ર 400 રૂપિયામાં પતે, Video

News18 Gujarati
Updated: September 20, 2019, 9:12 PM IST
ખુદ પોલીસકર્મીએ આપી TIPS! કેવી રીતે 22,000નો મેમો માત્ર 400 રૂપિયામાં પતે, Video
પ્રતિકાત્મક તસવીર

ફેસબુક પર આ વીડિયો એક અઠવાડીયાથી શેર કરવામાં આવી રહ્યો છે, અને અત્યાર સુધીમાં આ વીડિયોને 90 લાખથી વધારે વ્યૂ મળી ચુક્યા છે.

  • Share this:
એક બાજુ નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ દેશભરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા પર લોકો પાસેથી મોટો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ત્યારે એક પોલીસકર્મીએ વીડિયો જાહેર કરી લોકોને જણાવ્યું છે કે, લોકો કેવી રીતે હજારો રૂપિયાનો મેમો માત્ર 100 રૂપિયામાં છોડાવી શકે છે. ભારે દંડથી બચવા માટે ટિપ્સ આપી રહેલા પોલીસકર્મી સુનિલ સંઘૂનો આ વીડિયો ફેસબુક પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. પોલીસકર્મી વીડિયોમાં જણાવે છે કે, પાંચ હજારનો મેમો માત્ર 100 રૂપિયામાં પતાવી શકાય છે.

તેમણે વીડિયોમાં જણાવ્યું છે કે, જો તમારી પાસે લાયસન્સ અથવા આરસી નથી તો તમને 5000નો મેમો આપવામાં આવશે, તો પ્રદુષણ સર્ટિફિકેટ ન હોવા પર 10 હજારનો મેમો. પરંતુ જો તમે આ ભારે ભરખમ મેમાથી બચી શકો છો. તેના માટે તમારી પાસે 15 દિવસનો સમય હોય છે, અને તમે તમારા સંબંધિત અધિકારીને 15 દિવસમાં પોતાના ડોક્યુમેન્ટ દેખાડી માત્ર 100 રૂપિયામાં હજારોનો મેમો બચાવી શકો છો.

તેણે વીડિયોમાં કહ્યું છે કે, જો તમારી પાસે ડીએલ, આરસી, પીયુસી અથવા વીમો ન હોય તો નવા નિયમ અનુસાર, તમને 22 હજારનો મેમો આપવામાં આવી શકે છે. પરંતુ જો તમે 15 દિવસની અંદર અધિકારીઓને ઓરિઝનલ ડોક્યુમેન્ટ્સ દેખાડી દો છો તો, તમારે ચારે ડોક્યુમેન્ટ્સના 100-100 રૂપિયાનો જ મેમો ભરવો પડશે. જેનો મતલબ એ છે કે, 22 હજારનો મેમો માત્ર 400 રૂપિયા જ ભરવો પડશે. ફેસબુક પર આ વીડિયો એક અઠવાડીયાથી શેર કરવામાં આવી રહ્યો છે, અને અત્યાર સુધીમાં આ વીડિયોને 90 લાખથી વધારે વ્યૂ મળી ચુક્યા છે.ડિસ્ક્લેમર: ન્યૂઝ18 આ વાતની પુષ્ટી નથી કરતું કે, વીડિયોમાં જે વ્યક્તિ પોલીસકર્મી તરીકે દેખાઈ રહ્યો છે, તે સાચે જ પોલીસકર્મી છે અથવા નહી. એટલું જ નહી તેમના દ્વારા કહેવામાં આવેલી વાતની પણ અમે પુષ્ટી નથી કરતા.
First published: September 20, 2019, 9:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading