Home /News /national-international /

Shocking! COP26ના વાયદાઓ નિષ્ફળ જશે, 2.4 ડિગ્રી સુધી વધશે પૃથ્વીનું તાપમાન: રિપોર્ટ

Shocking! COP26ના વાયદાઓ નિષ્ફળ જશે, 2.4 ડિગ્રી સુધી વધશે પૃથ્વીનું તાપમાન: રિપોર્ટ

દુનિયાનું તાપમાન વર્ષ 2100 સુધી 2.7 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. (Image- shutterstock.com)

Climate Change: CATની રિપોર્ટ કહે છે કે 2030માં ગ્રીન હાઉસ ગેસોનું ઉત્સર્જન એટલું રહેશે કે જેનાથી ધરતીનું તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ ગરમ થઈ શકે છે. વર્તમાન સ્થિતિ મુજબ દુનિયાનું તાપમાન વર્ષ 2100 સુધી 2.7 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. એક એનાલિસીસિસમાં કહેવામાં આવ્યું છે કે ક્લાયમેટ ચેન્જ (Climate Change) પર COP26 સંમેલનમાં દેશોએ કરેલા સંકલ્પ બાદ પણ ધરતીનું તાપમાન 2.4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધશે. ક્લાયમેટ એક્શન ટ્રેકર (CAT)ની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંમેલનમાં વિવિધ દેશો દ્વારા નિર્ધારિત 1.5 ડિગ્રી સેલ્સિયસને બદલે ધરતીનું તાપમાન 2.4 ડિગ્રી સુધી વધશે. CATની રિપોર્ટ મુજબ COP26ના કહેવા અને કરવામાં ઘણો તફાવત છે. CAT તરફથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે જો દેશો ધરતીનું તાપમાન વધતું અટકાવવા માગે છે તો તેમણે વધુ પ્રયત્નો કરવા પડશે.

    જણાવી દઈએ કે ક્લાયમેટ ચેન્જની ગતિ ઘટાડવા માટે COP26ને બહુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. CATની રિપોર્ટ કહે છે કે 2030માં ગ્રીન હાઉસ ગેસોનું ઉત્સર્જન એટલું રહેશે કે જેનાથી ધરતીનું તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ ગરમ થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૃથ્વીનું તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ વધતું અટકાવીને મોટી દુર્ઘટના ટાળી શકાય છે.

    સંકલ્પ પર દેશોએ કામ નથી કર્યું

    COPના 2015માં યોજાયેલા સંમેલનમાં યોજના બનાવવામાં આવી હતી કે જો દુનિયાને ગ્લોબલ વોર્મિંગથી બચાવવી છે તો તાપમાનને 2100ની સાલ સુધી 1.5 ડિગ્રી સેલ્સિયસ વધવાથી રોકવું પડશે. દેશોએ આ દિશામાં સંકલ્પ પણ કર્યા હતા, પણ CATએ દેશોના સંકલ્પો અને તેની વાસ્તવિકતાનું વિશ્લેષણ કર્યું છે. CATનું કહેવું છે કે દેશોએ પોતાના વાયદાઓ મુજબના પ્રયત્નો નથી કર્યા. એનાલિસિસમાં કહેવામાં આવ્યંર છે કે વર્તમાન સ્થિતિ મુજબ દુનિયાનું તાપમાન વર્ષ 2100 સુધી 2.7 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે.

    દેશોએ લીધા છે નેટ ઝીરોના સંકલ્પ

    ક્લાયમેટ ચેન્જને લઈને દુનિયાના 140 દેશોએ ગ્રીન હાઉસ ગેસના નેટ ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય રાખ્યું છે. દેશોએ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડીને વાતાવરણમાં આ ગેસનું સંતુલન સ્થાપિત કરવાનો સંકલ્પ લીધો છે. પેરિસ કરાર સમયે માત્ર થોડા દેશોએ આ પ્રકારના સંકલ્પ કર્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં આવા દેશોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે, જેમાં ચીન અને અમેરિકા જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. આ 140 દેશોમાં વિશ્વનું 90 ટકા ઉત્સર્જન થાય છે. પરંતુ CATને દેશોના આ દાવા અંગે પણ શંકા છે.

    આ પણ વાંચો: Afghanistan મુદ્દે અજીત ડોભાલની અધ્યક્ષતામાં આજે NSAની બેઠક, ચીન અને પાક સામેલ નહીં થાય

    સંમેલન દરમ્યાન વિશ્વના નેતાઓને ચેતવણી આપી ચૂકી છે ભારતીય યુવતી

    COP26 કોન્ફરન્સમાં એક 14 વર્ષની ભારતીય છોકરીનું ભાષણ ખૂબ ચર્ચામાં રહ્યું છે. તમિલનાડુની વિનિશા ઉમાશંકરે ક્લાઈમેટ ચેન્જ પર દુનિયાને અરીસો બતાવ્યો. વિનિશાએ કહ્યું હતું કે તેની પેઢી વર્તમાન વર્લ્ડ લીડર્સથી નારાજ અને નિરાશ છે. કારણ કે વિશ્વના નેતાઓએ પર્યાવરણ અંગે પોકળ વાયદાઓ આપ્યા. 'અર્થશોટ પ્રાઇઝ'ની ફાઇનલિસ્ટ રહી ચૂકેલી વિનિશા ઉમાશંકરને પ્રિન્સ વિલિયમ દ્વારા ક્લાયમેટ સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. વિનિષાએ કહ્યું કે હવે સમય વાતચીતનો નથી, પરંતુ ભવિષ્ય માટે પગલાં લેવાનો છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Cat, Climate change, Global Warming, World News in gujarati

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन