યુવતીએ તોડ્યો લોકડાઉનનો નિયમ, પોલીસકર્મીએ દંડના બદલે Kiss કરીને જવા દીધી, Video વાયરલ

યુવતીએ તોડ્યો લોકડાઉનનો નિયમ, પોલીસકર્મીએ દંડના બદલે Kiss કરીને જવા દીધી, Video વાયરલ

યુવતી પોલીસકર્મીની નજીક આવે છે. પછી એવું લાગે છે કે પોલીસનું મન બદલાઇ જાય છે અને બંને કિસ કરવા લાગે છે

 • Share this:
  પેરુ : પેરુમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જ્યાં એક પોલીસ ઓફિસરે કોવિડ-19ના નિયમો તોડવા પર યુવતીને દંડ ફટકારવાના બદલે કિસ કરીને જવા દીધી હતી. આ ઘટના ત્યાં રહેલા સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મામલાની તપાસ ચાલી રહી છે.

  એક ટીવી ચેનલે ઘટનાના ફૂટેજ શેર કર્યા છે. જેમાં જોવા મળે છે કે શરૂઆતમાં પોલીસકર્મી યુવતીની જાણકારી પોતાના નોટમાં પર લખતો જોવા મળે છે. આ દરમિયાન યુવતી પોલીસકર્મીની નજીક આવે છે. પછી એવું લાગે છે કે પોલીસનું મન બદલાઇ જાય છે અને બંને કિસ કરવા લાગે છે.

  આ પણ વાંચો - વલસાડ : પરિવારમાં સગાઇની વાત શરૂ થતાં જ 20 વર્ષીય વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

  આ વીડિયો ઘણો વાયરલ થયો છે. હાલ પોલીસકર્મીનું નામ સામે આવ્યું નથી. જોકે પેરુની રાજધાની લીમાના અધિકારીઓએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસકર્મીને થોડા સમય માટે નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલા પોલીસકર્મી પર કોઈ પ્રકારનો આરોપ લાગ્યો નથી.


  મિરાફ્લારેસ જિલ્લાના સુરક્ષા પ્રભારી ઇબેરોએ જણાવ્યું કે મામલો સામે આવ્યા પછી મેયર લુઈસ મોલિનાએ તાત્કાલિક અધિકારીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. તે અજાણી મહિલા સોશિયલ ડિસ્ટન્સ જેવા કોવિડ નિયમોનો ભંગ કરી રહી હતી અને અધિકારી તેને મંજૂરી આપી રહ્યો હતો. આટલું જ નહીં તે પોતાનું માસ્ક ઉતારીને કિસ પણ કરે છે.
  Published by:Ashish Goyal
  First published: