J&K: સોપોરમાં નગર પરિષદની ઓફિસ પર આતંકવાદીઓનો હુમલો, કાઉન્સિલરનું મોત

J&K:સોપોરમાં નગર પરિષદની ઓફિસ પર આતંકવાદીઓનો હુમલો, કાઉન્સિલરનું મોત (AP Photo/ Dar Yasin)

સોપોરમાં નગર પરિષદની ઓફિસમાં કાઉન્સિલરોની બેઠક ચાલી રહી હતી. જેમાં આતંકવાદીઓએ હુમલો કર્યો, એક પોલીસકર્મી પણ શહીદ થયા

  • Share this:
    શ્રીનગર : જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં આતંકીઓએ સોમવારે નગર પરિષદની ઓફિસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક કાઉન્સિલરનું મોત થયું છે. આ હુમલામાં એક પોલીસકર્મી પણ શહીદ થયા છે. જાણકારી પ્રમાણે બારામુલા જિલ્લાના સોપોરમાં નગર પરિષદની ઓફિસમાં કાઉન્સિલરોની બેઠક ચાલી રહી હતી. જેમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક કાઉન્સિલરનું મોત થયું હતું. ઘટના દરમિયાન એક પોલીસકર્મી પણ શહીદ થયા છે. અન્ય કેટલાક લોકો ગંભીર રુપથી ઇજાગ્રસ્ત પણ થયા છે.

    પોલીસ સૂત્રોએ કહ્યું કે જેવી નગર પરિષદની ઓફિસમાં કાઉન્સિલરોની બેઠક શરુ થઈ હતી તે જ સમયે આતંકીઓએ ગોળીઓ વરસાવવાની શરૂ કરી દીધી હતી. આ હુમલામાં રેયાજ અહમદ નામના કાઉન્સિલરનું મોત થયું છે. જ્યારે અન્ય એક કાઉન્સિલર ઇજાગ્રસ્ત થયો છે. ઓફિસની સુરક્ષામાં રહેલા એક પોલીસકર્મી શહીદ થયા છે.

    આ પણ વાંચો - અમદાવાદ : પીએસઆઇ મહિલા પોલીસકર્મીને લઈ ગયો હોટલના રૂમમાં, પતિ પહોંચી જતા મામલો ગરમાયો

    આ હુમલા પછી મોટી સંખ્યામાં પોલીસકર્મી ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આખા વિસ્તારને ઘેરીને આતંકીઓની શોધખોળ શરુ કરી દીધી છે.
    Published by:Ashish Goyal
    First published: